________________
સંયમી, સુપાત્ર મુનિઓને પૂજવા જોઇએ. તેમની ભક્તિ કરવી જોઇએ. સુપાત્ર સાધુની સેવાથી યાત્રા સફલ થાય છે. નહીં તો નિષ્ફળ બને છે. કહ્યું છે કે - જેઓએ શ્રી શત્રુંજય તીર્થમાં આવીને મુનિજનોને પૂછ્યા નથી, તેઓનું ધન, જન્મ અને જીવન નિરર્થક છે.
આ સાંભળી ઇન્દ્ર મહારાજાએ પ્રશ્ન કર્યો કે, ભગવન્ ! મુનિદાનનો આટલો મહિમા કેમ ?’ ત્યારે પરમાત્મા ઉત્તર આપે છે કે, ‘હે ઇન્દ્ર ! વીતરાગપણું પ્રાપ્ત થવામાં પણ પૂર્વભવોમાં સાંભળેલી ગુરુવાણી કારણ રૂપ છે. એ અપેક્ષાએ સુદેવ તત્ત્વ કરતાં સુગુરુ તત્ત્વ મહાન છે. આથી જ મુનિદાન ઘણા પુન્યનું કારણ કહેવાયું છે. તે પણ જો આ તીર્થમાં કર્યું હોય તો તે સોનામાં સુગંધ ભળ્યાની જેમ વિશિષ્ટ ગણાય છે.
જેઓ આ તીર્થમાં અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, વસતિ, આસન આદિથી મુનિની ભક્તિ કરે છે, તેઓ સ્વર્ગના દેવો કરતાં વિશેષ સંપત્તિ મેળવે છે અને જે ચડતા ભાવે ગુરુનું પૂજનાદિ કરે છે, તે શુદ્ધાત્મા ત્રીજા ભવમાં મુક્તિ પામે છે.
જગતને પૂજવા યોગ્ય સચ્ચારિત્ર્યવાન્ સાધુઓની ભક્તિ સારી રીતે જે કરે છે તે આત્મા, તેનું ધન તથા તે દ્રવ્ય આ બધું પ્રશંસનીય છે, ધન્ય છે. આ તીર્થમાં હજારો-લાખો શુદ્ધ શ્રાવકોની અન્નદાનથી ભક્તિ કરવાથી જે પુન્ય પ્રાપ્ત થાય છે તે કરતાં એક મુનિને દાન આપવાથી અધિક પુન્ય થાય છે. આથી જ જ્ઞાનાદિ ગુણથી હીન છતાં પ્રભુનો વેષ ધરનારો સંયમી સાધુ હોય તો તેની શ્રી ગૌતમસ્વામીની જેમ સેવા કરવી જોઇએ. સાધુવેષમાં રહેલા સંયમી મહાત્મા જ્ઞાન, રૂપ કે બીજા ગુણો દ્વારા વિશિષ્ટ ન હોય તો પણ તે શ્રેણિકરાજાની જેમ સમ્યગ્દષ્ટ આત્માઓ માટે સદા પૂજનીય છે. કહ્યું છે કે -
સદ્ગુરુની આરાધનાથી સ્વર્ગ અને વિરાધનાથી નરકગતિ પ્રાપ્ત થાય છે.
સુપાત્રદાનની જેમ અભયદાનનું ફળ પણ વાણીથી કહી શકાતું નથી. બીજા દાન કીર્તિ કે સ્વર્ગના સુખ માટે હોઇ શકે છે, જ્યારે અભયદાન ભવોભવ અખંડ લક્ષ્મી માટે થાય છે.
હે ઇન્દ્ર ! અહીં આ તીર્થમાં કરેલું સત્કર્મ અનંત પુન્યનું કારણ છે. તેમ દુષ્કર્મ નિકાચિત પાપનું કારણ બને છે. કહ્યું છે કે
अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विनश्यति ।
तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥
અર્થ : અન્ય સ્થાનમાં કરેલું પાપ આ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પરંતુ આ તીર્થમાં આવીને જે આત્મા પાપકર્મ કરે છે તેને વજ્રલેપ જેવો ગાઢ કર્મબંધ થાય શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦