________________
T ગિરિરાજમાં તપનું ફળ | અન્ય સ્થાનકે ભૂમિ, સોનું કે અલંકારાદિ આપવાથી જેટલું પુણ્ય થાય, તેટલું પુણ્ય અહીં એક ઉપવાસ કરવાથી થાય છે. અન્ય તીર્થમાં બહુકાળ સુધી ઉગ્ર તપ કરવાથી અને બ્રહ્મચર્ય પાલનથી જે લાભ મળે છે, તે અહીં એક ઉપવાસથી પ્રાપ્ત થાય છે.
આ મહાતીર્થમાં શ્રી પુંડરીકગણધર ભગવંતના સ્મરણપૂર્વક દશ પ્રકારના તપમાંથી કોઇપણ તપનું આદરપૂર્વક પચ્ચકખાણ કરે, તેના સર્વ વિઘ્નો દૂર થાય છે. સર્વ મનોરથો સફળ થાય છે. છઠ્ઠ તપ કરે તે સર્વ સંપત્તિ પામે છે, અઠ્ઠમ કરવાથી આઠ કર્મનો ક્ષય કરી મુક્તિ પામે છે.
બીજા તીર્થમાં સૂર્યના બિંબ ઉપર દૃષ્ટિ રાખી, એક પગે ઉભા રહી, અખંડ બ્રહ્મચર્ય પાળી માસક્ષમણ કરવાથી જે લાભ પ્રાપ્ત થાય છે, તે લાભ શ્રી સિદ્ધગિરિમાં એક મુહૂર્ત માત્ર સર્વ આહારનો ત્યાગ કરવાથી થાય છે.
આઠ ઉપવાસ કરવાથી સ્ત્રીહત્યાના પાપથી મુક્ત થાય છે. પાક્ષિક તપ કરવાથી બાળહત્યાનું પાપ નાશ પામે છે.
માસક્ષમણ કરવાથી બ્રહ્મચારીની હત્યાનું પાપ દૂર થાય છે. આ તીર્થમાં એકાદિક ઉપવાસના પુણ્યથી લાખ ઉપવાસના પ્રાયશ્ચિત્તથી મુક્ત થાય છે અને અંતે મુક્તિસુખને આપનાર બોધિબીજને પામે છે.
શ્રી શત્રુંજય તીર્થનું નામ સાંભળવાથી જે પુણ્ય થાય છે, તેના કરતાં શત્રુંજય તીર્થની નજીક આવવાથી (શ્રી શત્રુંજય તીર્થ ન દેખાયો હોય છતાં પણ) ક્રોડગણું ફળ થાય છે અને જયારે તેનું દર્શન થાય ત્યારે તો અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
શ્રી સિદ્ધગિરિજી તીર્થ હજુ બરાબર ન દેખાયો હોય, તે વખતે પણ જેઓ સંઘની ઉત્કૃષ્ટ ભક્તિ કરે છે, તેઓ એવું પુન્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, કે એ પુણ્યના પ્રભાવે તેઓ અવશ્ય મુક્તિસુખને પામે છે.
| | તીર્થસ્થાનમાં પાત્રદાનનો મહિમા -
આ તીર્થરાજમાં જો કોઈ મહાભાગ્યશાળી ત્રિવિધ શુદ્ધિથી ચારિત્રવંત સાધુને ભોજનાદિ વહોરાવે તો તે કાર્તિક માસના (?) તપનું ફળ મેળવે છે.
જેઓ તીર્થસ્થાનોમાં, યાત્રામાં અને પર્વોમાં સુપાત્ર સંયમી મુનિઓને પૂજે છે, તેઓ ત્રણે લોકનું ઐશ્વર્ય મેળવે છે. માટે આ તીર્થમાં આવીને બુદ્ધિમાન પ્રાણીએ
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૯