________________
આદિ પાટણના પુસ્તક ભંડારેનું દર્શન. પુસ્તકપ્રિય પુરુષોને એ ઉપરથી અનેક વિચારસંકલનાનું પ્રતિભાન થશે.
ફાર્બસ સાહેબ પુસ્તકનું નામ જાણે, અને તે ઉપયોગનું છે એવું તેઓને લાગે, એટલે તેના સંગ્રહ સારૂ અનેક યુક્તિઓ અને પ્રયત્ન કરતા, વગ લગાડતા, ધન આપતા, અને પોતે જાતે સામાને ઘેર જઈ યાચના કરતા, પણ ધારેલું પુસ્તક મેળવતા. પાટણમાં પુસ્તકના ભવ્ય ભંડાર છે એવું તેઓના જાણવામાં આવ્યું હતું. તેમાંથી પુસ્તકે મંગાવવા બહુ ઉપાય કશ્યા, પણ તે નિષ્ફલ થયા ત્યારે પિડે ત્યાં ગયા. પૃચ્છા કરતાં પુનમિયાગચ્છ અને સાગરગચ્છના બે ઉપાશ્રય (અપાશરા) મુખ્ય જણાયા. સાહેબ પિંડે અપાશરાના શ્રીપૂજ્ય પાસે ગયા, નમ્રતા અને અમૃત જેવાં મધુર વચનથી શું અસાધ્ય છે? સાહેબને ખુરશી આપવા માંડી, પણ દેવસ્થાનને માન આપી ખુરશિયે ના બેસતાં, એક ચાકળા ઉપર લાંબે પગે બેઠા; સાહેબે શ્રી પૂને માનવસ્ત્ર આપ્યાં અને મધુર વાણીથી તેઓને રૂચે એવી વાર્તાઓ કરી. બન્ને ઉપાશ્રયના શ્રી પૂજ્ય પ્રસન્ન થયા. પછી સાહેબે પુસ્તકેનાં નામની ટીપ માગી. શ્રીપૂએ એક ડાબલાનાં પુસ્તકની ટીપ આપી, તેમાં આશ્રયે ૫૦૦ પુસ્તકોનાં નામ હતાં. પુસ્તકે બહુ ઉપયોગી હતાં, પણ સાહેબે જાણ્યું કે વધારે માગીશ તે લેભ જેવું લાગશે, તેથી કચાશ્રય નામનું અત્યપયોગી પુસ્તક માત્ર માગ્યું. શ્રીપૂજ્યોએ આનાકાની તે કરી, પણ અંતે લખાવી લેવા દેવાની હા કહી. તે પ્રમાણે ઉપાશરામાં લેખક બેસારી ઉતારી લેવરાવ્યું. તે એક સાગરગચ્છના ઉપાશ્રયમાં જ ૩૫,૦૦૦ પુસ્તકો છે! ભરતખંડની અમરકીતિકરા અનુપમસમૃદ્ધિ સરસ્વતી છે. તે સરસ્વતીના ભંડારના ભંડાર મધ્યકાલની આ દેશની દુર્દશામાં લુંટાયા છે. અને બળાયા છે. ચોરાયા છે અને દીપાન્તરે ગયા છે. અને અજી પણ જે અત્તના હાથમાં હોય છે તે ગંધીનાં હાટમાં જઈ પડીકાં બંધાઈ ચૂર થાય છે.
પાટણમાં બીજા પુસ્તક ભંડાર છે તે પણ સાહેબે જોયા. સર્વ કરતાં એક મહાભવ્ય અને અસંખ્ય પુસ્તક ભંડાર જયપુરના રાજારમાં છે જે જયપુરમાં આર્યવંશના દેશીય રાજા પૂર્વથી અદ્યાપિ પર્યત એક ક્રમે રાજ્ય કરે છે, જે જયપુરના પૂર્વના રાજા ભારતીના ભારે ભક્ત હતા, જે જયપુરમાં મુસલમાનેથી નાશ કરવા અવાયું નથી, એટલે પુસ્તકોને નાશ પણ થ નથી, તે જયપુરના રાજદ્વારમાંને પુસ્તભંડાર, અને તેવા જ કારમીર અને નેપાલના પુસ્તકભંડાર મિ. ફાર્બસના જોવામાં આવ્યા હોય એવું લાગતું નથી. માત્ર ગુર્જરાતમાં ખંભાત, વડોદરા, અને અમદાવાદના ભંડાર થોડા ઘણા સાહેબે જોયા હોય એમ લાગે છે. તેઓએ મુખ્યત્વે ઈતિહાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com