________________
૧૭
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૪૧ થી ૧૪૩
ગાથાર્થ :
અલ્પત્વ હોવાથી અને હેચાદિના વિવેક વગરના હોવાથી પણ પ્રાયઃ શિષ્યોમાં ગુણપ્રાપ્તિ કરતા નથી, અને મિથ્યાભિમાન હોવાથી અજ્ઞ આચાર્ય બીજા બહુશ્રુત સાધુ પાસેથી પણ શિષ્યોમાં ગુણપ્રાપ્તિને કરતા નથી જ.
ટીકા : ____ अल्पत्वात्-तुच्छत्वात् कारणात्, प्रायो-बाहुल्येन न हि तुच्छोऽसती गुणसम्पदमारोपयति तथा हेयादिविवेकविरहतो वाऽपि हेयोपादेयपरिज्ञानाभावत इत्यर्थः, न ह्यन्यतोऽपि बहुश्रुतादसौऽज्ञस्तां-प्राप्ति करोति तेषु, कुत इत्याह-मिथ्याभिमानाद्-'अहमप्याचार्य एव, कथं मच्छिष्या अन्यसमीपे शृण्वन्ति ?' इत्येवंरूपादिति गाथार्थः ॥९४२॥ ટીકાર્ય :
અલ્પત્વથી-તુચ્છવરૂપ કારણથી, અને તે પ્રકારના=જે પ્રકારે શિષ્યોને યથાર્થ બોધ થઈ શકે તે પ્રકારના, હેયાદિના વિવેકનો વિરહ હોવાથી=ોય અને ઉપાદેયના પરિજ્ઞાનનો અભાવ હોવાથી, પણ તુચ્છ એવા આચાર્ય અસત્ એવી ગુણસંપદાને પોતાનામાં અવિદ્યમાન એવી ગુણરૂપ સંપત્તિને, પ્રાયઃ=બહુલપણાથી, આરોપતા નથી જ=શિષ્યોમાં સ્થાપતા નથી જ; અને બહુશ્રુત એવા અન્ય પાસેથી પણ અજ્ઞ એવા આ= આચાર્ય, તેઓમાં શિષ્યોમાં, તેને= પ્રાપ્તિને જ્ઞાનાદિ ગુણોની અધિક અધિક સંપ્રાપ્તિને, કરતા નથી જ. કયા કારણથી? એથી કહે છે – “હું પણ આચાર્ય જ છું, મારા શિષ્યો કેવી રીતે અન્યની પાસે સાંભળે?” આવા પ્રકારના રૂપવાળું=સ્વરૂપવાળું, મિથ્યા અભિમાન હોવાથી, અન્ય પાસેથી પણ શિષ્યોમાં ગુણપ્રાપ્તિને કરતા નથી જ, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
तो ते वि तहाभूआ कालेण वि होंति नियमओ चेव ।
सेसाण वि गुणहाणी इअ संताणेण विनेआ ॥९४३॥ दारं ॥ અન્યથાર્થ :
તો તે કારણથી=ગાથા ૯૪૧-૯૪૨માં બતાવ્યું એમ છે તે કારણથી, તે વિગતેઓ પણ=શિષ્યો પણ, ને વિઃકાળ વડે પણ નિયમો ગ્રેવં નિયમથી જ તરબૂમતથાભૂત=પોતાના ગુરુ છે તેવા પ્રકારના, હતિ થાય છે. રૂમઆ રીતે સંતાન સંતાનથી=પરંપરાથી, સેસા વિશેષની પણ=અગીતાર્થ શિષ્યોની પણ, ગુદાળા ગુણહાનિ વિજેમ-જાણવી.
ગાથાર્થ :
ગાથા ૯૪૧-૯૪૨માં બતાવ્યું એમ છે તે કારણથી, શિષ્યો પણ કાળે કરીને પણ નિયમથી જ ગુર જેવા મૂર્ખ જ થાય છે. આ રીતે પરંપરાએ અગીતાર્થ શિષ્યોની પણ ગુણહાનિ જાણવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org