________________
૧૧૩
અનુયોગગણાનુજ્ઞાવતુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૯-૧૦૨૦, ૧૦૨૧ આદિને કે દૃષ્ટિવાદાદિને કે દૃષ્ટિવાદાદિમાંથી નિબૂઢ એવા શેષ શ્રુતને, વિતરણ કરે છે–તેનાથી અન્યોને આપે છે–પોતાનાથી અન્ય એવા યોગ્ય સાધુઓને આપે છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
અર્થમાંડલીમાં બેઠા પછી આચાર્યએ જે કાળમાં જેટલું શ્રુત વિદ્યમાન હોય, તેટલું નંદી આદિ સર્વ જિનવચનનું વ્યાખ્યાન કરવું જોઈએ, અન્ય કોઈ ગ્રંથોનું નહીં.
વળી, આચાર્યએ શ્રોતાઓને જિનવચનના પરમાર્થનો યથાર્થ બોધ કરાવે એવું, ભાવપ્રધાન અને શ્રોતાઓમાં સંવેગ પેદા કરાવે એવું વ્યાખ્યાન કરવું જોઈએ, જેથી શ્રોતાઓને શાસ્ત્રવચનો સમ્યફ પરિણમન પામે.
આ પ્રકારનું વ્યાખ્યાન આચાર્યએ સામાન્ય સાધુઓને આશ્રયીને કરવાનું છે; પરંતુ કેટલાક શિષ્યો પરિણતિની દૃષ્ટિએ અને પ્રજ્ઞાની દૃષ્ટિએ અતિશય પટુ હોય તો તેવા યોગ્યતર શિષ્યો આગળ આચાર્યએ દૃષ્ટિવાદ વગેરે આગમોનું વ્યાખ્યાન કરવું જોઈએ, અથવા તો દષ્ટિવાદ વગેરે આગમોમાંથી આકૃષ્ટ એવા શેષ ગ્રંથોનું વ્યાખ્યાન કરવું જોઈએ, અને આ દૃષ્ટિવાદાદિનું વ્યાખ્યાન પણ સંવેગ પેદા કરાવે તે રીતે ભાવાર્થસાર કરવું જોઈએ, જેથી યોગ્યતર શિષ્યોને તે તે દષ્ટિવાદાદિ સૂત્રોના અર્થોનો પારમાર્થિક બોધ થાય.
વળી આચાર્ય યોગ્યતર શિષ્યોનો વિચાર કર્યા વગર સર્વ શિષ્યોને દષ્ટિવાદાદિનું વ્યાખ્યાન આપે, તો વિશેષ પરિણતિ નહીં હોવાને કારણે તે શિષ્યો આગમોના અર્થોની યથાતથા પ્રરૂપણા કરીને સ્વ અને પરનો વિનાશ કરે છે. આથી આચાર્યએ યોગ્યતર જ શિષ્યોને દૃષ્ટિવાદાદિનું વ્યાખ્યાન આપવું જોઈએ.
વળી તે યોગ્ય શિષ્યો જ નંદીસૂત્ર આદિના કે દૃષ્ટિવાદાદિના કે દૃષ્ટિવાદાદિમાંથી આકૃષ્ટ એવા શેષ શ્રુતના પરમાર્થને જાણીને પોતે પ્રાપ્ત કરેલ અર્થો બીજા યોગ્ય સાધુઓને આપે છે, જેથી તે નંદીસૂત્ર આદિના પરમાર્થનો પ્રવાહ યોગ્ય જીવોમાં ઉત્તરોત્તર ચાલુ રહે. ૧૦૧૦/૧૦૨૦
અવતરણિકા :
नियूँढलक्षणमाह - અવતરણિકાર્ય : નિબૂઢના લક્ષણને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૧૦૨૦માં કહ્યું કે યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું કે દૃષ્ટિવાદાદિમાંથી નિલૂંઢ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરવું જોઈએ. તેથી જિજ્ઞાસા થાય કે દૃષ્ટિવાદાદિમાંથી નિવૃંઢ ગ્રંથનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? આથી નિવ્યંઢનું લક્ષણ બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org