________________
૧૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૬
ત્તિ તિ ૩૫yવને મૂળગાથામાં રહેલો ત્રિ પ્રકારનો અવ્યય ઉપપ્રદર્શનમાં છે. ત્તિ થાઈ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વપક્ષી ગ્રંથકારને કહે છે કે દરેક જીવનું ભવ્યત્વ સરખું છે, છતાં કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો જે સ્વભાવ છે, તે દરેક જીવના ભિન્ન ભિન્ન કાળ, લિંગ, ક્ષેત્રાદિથી મોક્ષે જવારૂપ ફળના ભેદનો હેતુ થશે. આથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન માનવાની જરૂર નથી.
આ પ્રમાણે કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે ભવ્યત્વનો કર્માદિથી તે પ્રકારે ઉપક્રમણાદિનો સ્વભાવ ન હોય તો, કોઈ કલ્પના કરે કે કર્મ, કાળ અને પુરુષકારનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ છે, એટલા માત્રથી ફળનો ભેદ પ્રાપ્ત થતો નથી.
આશય એ છે કે ભવ્યત્વમાં કર્માદિ દ્વારા તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ છે એમ સ્વીકારીએ તો, દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રાપ્ત થાય; કેમ કે દરેક જીવમાં ભવ્યત્વનું ઉપક્રમાદિ સમાન રીતે થતું નથી, પણ ભિન્ન ભિન્ન રીતે થાય છે. આથી જે જીવનું ભવ્યત્વ જે પ્રકારે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવવાળું છે, તે જીવનું ભવ્યત્વ કર્માદિ દ્વારા તે પ્રકારે ઉપક્રમણાદિ પામે છે. તેથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન સિદ્ધ થાય. પરંતુ પૂર્વપક્ષી કહે છે તેમ સમાન પ્રાપ્ત ન થાય.
વળી, જો એમ કલ્પના કરવામાં આવે કે દરેક જીવનું ભવ્યત્વ સમાન હોવા છતાં કર્માદિ જીવના ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરે છે, તો કાળ, લિંગ, ક્ષેત્રાદિના ભેદથી મોક્ષરૂપ ફળનો ભેદ ઘટે નહીં. જેમ કે મગમાં રંધાવાનો સ્વભાવ છે અને પથ્થરમાં રંધાવાનો સ્વભાવ નથી, છતાં કોઈ કલ્પના કરે કે મગમાં અને પથ્થરમાં નહીં રંધાવાનો સ્વભાવ તુલ્ય છે, તોપણ પચનક્રિયાનો રાંધવાનો સ્વભાવ છે, માટે મગ રંધાય છે; તો આવી કલ્પનામાત્રથી મગનો રંધાવાનો સ્વભાવ ન હોય તો રાંધવાની ક્રિયાથી મગ રંધાઈ જાય નહીં; કેમ કે પાચનક્રિયાનો રાંધવાનો સ્વભાવ હોવામાત્રથી જ જો નહીં રંધાવાના સ્વભાવવાળા પણ મગ રંધાતા હોય, તો તે મગના સમાન સ્વભાવવાળો પથ્થર પણ પચનક્રિયાથી રંધાવો જોઈએ; વસ્તુતઃ મગમાં પચનક્રિયા દ્વારા રંધાવાનો સ્વભાવ રહેલો છે માટે રંધાય છે, અને પથ્થરમાં રંધાવાનો સ્વભાવ જ નથી માટે પચનક્રિયા દ્વારા પણ પથ્થર રંધાતો નથી. તે રીતે જીવના ભવ્યત્વમાં તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ હતો, માટે તે પ્રકારના કર્મ, કાળ અને પુરુષકાર દ્વારા જીવનું ભવ્યત્વ ઉપક્રમણાદિ પામ્યું, અને જે જીવનું ભવ્યત્વ અન્ય રીતે ઉપક્રમણાદિ પામવાના સ્વભાવવાળું છે, તે જીવના ભવ્યત્વનું કર્માદિ દ્વારા અન્ય રીતે ઉપક્રમણાદિ થાય છે. આ રીતે દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન સિદ્ધ થાય.
આમ, ભવ્યત્વને સર્વથા તુલ્ય સ્વીકારીએ તો દરેક જીવના ભવ્યત્વને તે તે પ્રકારના ઉપક્રમણાદિના સ્વભાવવાળું સ્વીકારી શકાય નહીં, અને ભવ્યત્વને તે તે પ્રકારના ઉપક્રમણાદિના સ્વભાવવાળું ન સ્વીકારીએ, તો કર્માદિનો ભવ્યત્વના ઉપક્રમણાદિનો સ્વભાવ સ્વીકારવામાત્રથી મોક્ષરૂપ ફળનો કાળ, લિંગાદિરૂપ ભેદ ઘટી શકે નહીં.
આ નિપુણ બુદ્ધિથી વિચારવું જોઈએ; કેમ કે ભવ્યત્વમાં તે તે પ્રકારે ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવભેદ ન હોય, છતાં કર્માદિનો તે તે પ્રકારે ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ સ્વીકારીએ, તો દેશના આદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org