________________
૨૫૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૨ અને કરણના ઉદાહરણથી=ઘટ વગેરે જડ પદાર્થોનો નાશ કરવાના કે ઉપકાર કરવાના દષ્ટાંતથી, પુણ્ય અને પાપ ઘટતા નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૯૮થી ૧૧૦૧માં યુક્તિથી સ્થાપન કર્યું કે જીવ અને શરીરનો કથંચિત ભેદ અને કથંચિત અભેદ છે, અને તેને જ સ્થિર કરવા માટે “આ આમ જ છે” એમ કહીને અન્ય યુક્તિ આપે છે કે કોઈ પુરુષ કોઈ જીવનો વધ કરે તો તે જીવનો વધ થતો નથી, પરંતુ તે જીવના દેહનો વધ થાય છે, જેનાથી વધ કરનાર પુરુષને પાપ બંધાય છે; અને કોઈ પુરુષ કોઈ જીવનો ઉપકાર કરે તો તે જીવનો ઉપકાર થતો નથી, પરંતુ તે જીવના દેહનો ઉપકાર થાય છે, જેનાથી ઉપકાર કરનાર પુરુષને પુણ્ય બંધાય છે. આથી જીવ અને શરીરનો કથંચિત્ ભેદભેદ માનવો યુક્ત છે; પરંતુ જો જીવ અને શરીરનો એકાંતભેદ માનીએ, તો જેમ કોઈ પુરુષ ઘટ વગેરેનો નાશ કરે તો તેને પાપ બંધાતું નથી અથવા ઘટ વગેરેનો ઉપકાર કરે તો તેને પુણ્ય બંધાતું નથી, તેમ દેહનો નાશ કરવામાં નાશ કરનારને પાપ બંધાતું નથી કે દેહનો ઉપકાર કરવામાં ઉપકાર કરનારને પુણ્ય બંધાતું નથી, એમ માનવાનો પ્રસંગ આવે. જેમ કે –
જેમ ઘટાદિ જડ પદાર્થ છે તેમ દેહ પણ જડ પદાર્થ છે. તેથી જેમ ઘટાદિના નાશમાં કે ઉપકારમાં પાપ કે પુણ્ય બંધાતું નથી, તેમ દેહના પણ નાશમાં કે ઉપકારમાં પાપ કે પુણ્ય બંધાવું જોઈએ નહીં. આમ છતાં દેિહ સાથે આત્માનો કથંચિત્ અભેદ હોવાથી, દેહનો નાશ કરવાથી દેહની સાથે સંબંધવાળા આત્માને પીડા થાય છે માટે પાપ બંધાય છે, અને દેહનો ઉપકાર કરવાથી દેહની સાથે સંબંધવાળા આત્માને સુખ થાય છે માટે પુણ્ય બંધાય છે. આથી ફલિત થયું કે જેમ ઘટાદિનો આત્મા સાથે સર્વથા ભેદ છે તેમ દેહનો આત્મા સાથે સર્વથા ભેદ નથી, પરંતુ કથંચિત્ ભેદ છે અને કથંચિત્ અભેદ પણ છે.
આ ગાથાના કથનથી ગાથા ૧૦૯૭ના ઉત્તરાર્ધમાં બતાવેલ બંધાદિનો વિષયભાવ છે અને ઇતરથા બંધાદિનો અસંભવ છે, એ બંને યુક્તિનું આ રીતે સમર્થન થાય છે –
કોઈ જીવના દેહનો વધ કરવામાં પાપ બંધાય છે અને ઉપકાર કરવામાં પુણ્ય બંધાય છે, તેથી દેહનો વધ અને ઉપકાર પુણ્ય-પાપરૂપ કર્મબંધનું કારણ બને છે. અને જો ઘટાદિની જેમ દેહ પણ આત્માથી સર્વથા ભિન્ન હોય તો દેહનો વધ કે દેહનો ઉપકાર પુણ્ય-પાપરૂપ કર્મબંધનું કારણ બને નહીં. આથી જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ બંધનો વિષય બને છે, પરંતુ જીવ અને શરીરનો સર્વથા ભેદ કે સર્વથા અભેદ બંધનો વિષય બને નહીં.
આ રીતે પ્રસ્તુત ગાથાના કથન દ્વારા, ગાથા ૧૦૯૭ના ઉત્તરાર્થના કથનમાંથી ભેદાભેદમાં “બંધનો વિષયભાવ છે” અને “એકાંત ભેદમાં બંધનો અસંભવ છે એટલા અંશનું સમર્થન થાય છે. વળી ગાથા ૧૦૯૭માં “વારિ''માં મારિ' પદથી મોક્ષનું ગ્રહણ કરેલ, અને “ઉત્તમે વારિ''માં મારિ' પદથી એકાંત અભેદનું ગ્રહણ કરેલ. તેથી “મોક્ષનો વિષયભાવ છે” અને “એકાંત અભેદમાં બંધ-મોક્ષનો અસંભવ છે' એટલા અંશનું સમર્થન આગળની ગાથાઓ દ્વારા ગ્રંથકાર કરશે. I૧૧૦રા/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org