________________
૨૫૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૧ ગાથા ૧૦૯૮થી માંડીને અત્યાર સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે શરીરકૃતનો જીવને ભોગ છે, જીવકૃતનો શરીરને ભોગ છે અને શરીરરહિત કેવલ જીવને ભોગનો અભાવ છે. ત્યાં કોઈ કહે કે શરીરથી અતિરિક્ત જીવ જ નથી, માટે શરીરકૃતનો જીવને ભોગ છે વગેરે કથન અસંગત છે. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે –
અને તે જ=જીવ જ, તે છે=શરીર છે, એમ નહીં, કેમ કે લોકાદિના વિરોધનો ભાવ છે, મારિ' શબ્દથી= “નોરિ''માં ‘મારિ' શબ્દથી, સમયનો ગ્રહ છે=શાસ્ત્રનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૯૮થી ૧૧૦૦માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે શરીરકૃત કર્મનો ભોગ ભવાંતરમાં જીવ કરે છે અને જીવકૃત કર્મનો ભોગ ભવાંતરનું શરીર કરે છે, માટે જીવ અને શરીરનો કથંચિત ભેદભેદ છે. તેમ જ શરીર સાથે સર્વથા સંબંધ વગરના કેવલ જીવને કર્મના ભોગનો અભાવ છે. એથી પણ નક્કી થાય કે જીવ અને શરીરનો કથંચિત ભેદાભેદ છે. એ જ દઢ કરવા અર્થે કહે છે –
કેવલ જીવ વેદન કરતો નથી; કેમ કે શરીર રહિત જીવને વેદનનો અભાવ છે. આશય એ છે કે જીવને મનુષ્યાદિ ભવોમાં જે કંઈ વેદના થાય છે તે શરીરને કારણે થાય છે; કેમ કે શરીરધારી જીવને ઉપઘાતક સામગ્રી દુઃખનું વેદન કરાવી શકે છે, પરંતુ શરીર રહિત જીવને બાહ્ય કોઈ પદાર્થો દુઃખનું વેદન કરાવી શકતા નથી. આથી સર્વથા શરીરથી રહિત સિદ્ધના જીવોને શસ્ત્ર, અગ્નિ આદિ કોઈપણ સામગ્રીથી દુઃખનું વેદન થતું નથી.
આ રીતે ગાથા ૧૦૯૮થી ૧૧૦૧ના પૂર્વાર્ધ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે ઉભયકૃતનો ઉભયને ભોગ છે અને કેવલ જીવને ભોગનો અભાવ છે. એનાથી એ ફલિત થયું કે દેહ વગરનો જીવ કર્મનું ફળ ભોગવતો નથી, તેમ જ દેહે કરેલા કર્મનું ફળ દેહ સાથે સંબંધવાળો જીવ પરભવમાં ભોગવે છે, અને જીવે કરેલા કર્મનું ફળ જીવ સાથે સંબંધવાળો દેહ પરભવમાં ભોગવે છે. તેથી જીવ અને શરીર વચ્ચે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સિદ્ધ થાય છે.
આમ, ગ્રંથકારે યુક્તિથી જીવ અને શરીર વચ્ચે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સિદ્ધ કર્યો. ત્યાં કોઈ નાસ્તિકવાદી કહે કે આ શરીર જ જીવ છે, શરીરથી અતિરિક્ત કોઈ જીવ નામનો પદાર્થ નથી, તેથી આ ભવના શરીરે કરેલું કર્મ અન્ય ભવમાં જીવ અનુભવે છે, એમ કહેવું નિરર્થક છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે –
જીવ જ શરીર છે એમ ન કહેવું; કેમ કે લોકનો અને આગમનો વિરોધ છે અર્થાત લોકમાં પ્રતીત છે કે બાલ્યકાળનું શરીર અને વૃદ્ધકાળનું શરીર જુદું હોવા છતાં બાલ્યાવસ્થામાં પોતે હતો તે જ વૃદ્ધાવસ્થામાં પોતે છે. તેથી બાલના શરીરમાં અને વૃદ્ધના શરીરમાં અનુગત એવો જીવ શરીરથી ભિન્ન છે, એમ લોકપ્રતીતિથી સિદ્ધ થાય છે.
વળી, સર્વ દર્શનકારો આત્માને દેહથી ભિન્ન માને છે. તેથી જો જીવ જ શરીર છે એમ માનીએ તો સર્વ દર્શનકારોને માન્ય એવા આગમનો પણ વિરોધ પ્રાપ્ત થાય. આથી શરીર સાથે સંબંધવાળો આત્મા શરીરથી જુદો છે એમ માનવું ઉચિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org