________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૬
૨૫૯
અહીં આત્માને એકાંતે કર્મથી ભિન્ન માનનારા દર્શનવાદી કહે કે આત્મા સદા મુક્ત છે, છતાં અજ્ઞાનને કારણે “હું કર્મપ્રકૃતિથી બંધાયેલો છું એવો સંસારી જીવમાં ભ્રમ છે. તેથી તે ભ્રમને દૂર કરવા અર્થે મોક્ષપ્રાપ્તિના હેતુઓનો ઉપદેશ આપવામાં આવે છે, જે હેતુઓના સેવનથી સંસારી જીવનો તે ભ્રમ ટળી જાય છે. માટે આત્મા આદિથી મુક્ત હોવા છતાં હેતુઓ વડે મુક્ત થાય છે, એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે. તેને ગ્રંથકાર કહે છે –
સૌ ૨ પુરુષાર્થ થં મવતિ ? મથસિદ્ધિવાન્ અને આ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ, કઈ રીતે થાય? કેમ કે અયત્નથી સિદ્ધપણું છે=મોક્ષનું પ્રયત્ન વગર સિદ્ધપણું છે;
રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. * ભાવાર્થ :
જીવનો દેહ સાથે એકાંતભેદ કે એકાંતઅભેદ હોય તો જીવને કર્મનો બંધ ઘટે નહીં, તેમ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું. એ રીતે જીવનો દેહ સાથે એકાંતભેદ કે એકાંતઅભેદ હોય તો જીવને કર્મનો બંધ નહીં થવાથી કર્મથી નહીં બંધાયેલા જીવનો કર્મથી મોક્ષ પણ ઘટે નહીં, તે યુક્તિથી બતાવે છે –
જો જીવ અને શરીરનો એકાંતભેદ કે એકાંતઅભેદ હોય તો જીવને કર્મનો બંધ થાય નહીં, અને જીવને કર્મથી અબદ્ધ સ્વીકારીએ તો જીવનો કર્મથી મોક્ષ થાય નહીં; કેમ કે જીવ કર્મથી બંધાયેલો હોય તો સાધના દ્વારા કર્મથી મુક્ત થાય છે એમ કહેવાય, પરંતુ જીવ અને શરીરનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ હોવાને કારણે જીવને કર્મનો બંધ થતો ન હોય તો જીવનો કર્મથી મોક્ષ થાય છે એમ પણ કહેવાય નહીં.
આ પ્રકારની આપત્તિ “મોક્ષ' શબ્દની વ્યુત્પત્તિને સામે રાખીને આપેલ છે, અને “મોક્ષ' શબ્દની વ્યુત્પત્તિ એ છે કે “કોઈક વસ્તુથી મુકાવું.” તેથી આ વ્યુત્પત્તિ પ્રમાણે જીવ કર્મથી બંધાયો હોય તો જીવ કર્મથી મુકાયો એમ કહેવાય.
અહીં આત્માને નિત્ય મુક્ત માનનારા દર્શનકાર કહે કે “કોઈક વસ્તુથી મુકાવું” એ મોક્ષ નથી, પરંતુ જીવની કર્મરહિત અવસ્થા” એ મોક્ષ છે, અને આ પ્રકારનો “મોક્ષ' શબ્દનો અર્થ સ્વીકારીએ તોપણ જીવનો કર્મરહિત અવસ્થારૂપ મોક્ષ સદા માનવો પડે. આથી ગ્રંથકાર કહે છે કે જીવને મોક્ષ સદા કેમ નથી? અર્થાત્ જીવને મોક્ષ સદા હોવો જોઈએ; કેમ કે સદા બંધનો અભાવ અવિશેષ છે, તેથી જીવ સદા મુક્ત છે એમ માનવું પડે.
અહીં આત્માને નિત્ય મુક્ત માનનારા દર્શનકાર કહે કે આત્મા સદા મુક્ત છે, આથી સંસાર અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં બંધનો અભાવ સમાન હોવાને કારણે, આત્મા સદા મુક્ત કેમ નથી ? એ પ્રકારની આપત્તિ અમને પ્રાપ્ત થતી નથી. તેને ગ્રંથકાર કહે છે –
જો આત્મા પ્રારંભથી જ મુક્ત હોય તો મોક્ષના હેતુઓથી મોક્ષ પ્રાપ્ત થાય છે એમ કહી શકાય નહીં, અને સર્વ દર્શનકારો મોક્ષની પ્રાપ્તિ અર્થે મોક્ષના ઉપાયો બતાવે છે, તેથી નક્કી થાય કે મોક્ષપ્રાપ્તિના ઉપાયોનું સેવન કરવાથી જીવનો મોક્ષ થાય છે, તેથી તે પહેલાં જીવ કર્મથી મુક્ત ન હતો, તેમ પણ નક્કી થાય છે, અને તેથી જો પૂર્વે જીવ કર્મથી મુક્ત ન હોય તો માનવું પડે કે પૂર્વે જીવ કર્મથી બદ્ધ હતો, તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org