________________
૨૬૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૧૦
અન્વચાઈ:
નQ=જ્યાં=જે આગમમાં, અમારૂમાવવાનો એવમાદિ ભાવવાદ હોય-પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારની આદિવાળો જીવાદિ પદાર્થોનો વાદ હોય, તો આ=એ આગમ, તાવમુકતાપશુદ્ધ હોદ્દ છે. વૃદ્ધિમય થીરપુરિસેT=બુદ્ધિમાન એવા ધીરપુરુષ વડે પણ નુકઆ જ=આ તાપશુદ્ધ આગમ જ, વામન ઉપાદેય છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થમાં છે. * “તુ' વ કાર અર્થમાં છે. ગાથાર્થ :
જે આગમમાં પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારની આદિવાળો જીવાદિ ભાવવાદ હોય એ આગમ તાપશુદ્ધ છે, બુદ્ધિમાન એવા ધીરપુરુષ વડે આ તાપશુદ્ધ આગમ જ ઉપાદેય છે. ટીકા :
एवमादिभाववाद:=पदार्थवादो यत्राऽऽगमेऽसौ भवति तापशुद्धः-तृतीयस्थानसुन्दर इति, एष उपादेयः खलु-एष एव, नाऽन्यः, बुद्धिमता-प्राज्ञेन धीरपुरुषेण स्थिरेणेति गाथार्थः ॥१११०॥ ટીકાર્ય
જે આગમમાં આવા પ્રકારની આદિવાળો ભાવવાદ=પદાર્થવાદ અર્થાતુ ગાથા ૧૦૮૩થી ૧૧૦૯માં બતાવ્યો એવા પ્રકારની આદિવાળો જીવાદિ તત્ત્વનો વાદ, હોય, એ આગમ તાપશુદ્ધ છે–ત્રીજા સ્થાનમાં સુંદર છે. બુદ્ધિમાન એવા ધીરપુરુષ વડે પ્રાજ્ઞ એવા સ્થિર પુરુષ વડે, આ જ ઉપાદેય છે=તાપશુદ્ધ આગમ જ સ્વીકારવા યોગ્ય છે. અન્ય નહીં તાપઅશુદ્ધ આગમ સ્વીકારવા યોગ્ય નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૧૦૮૩થી માંડીને અત્યાર સુધી સિદ્ધ કર્યું એ પ્રમાણે (૧) આત્માને સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ સ્વીકારીએ તો અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, એ રીતે (૨) આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય ધર્મવાળો સ્વીકારીએ તો સુખ અને બંધાદિ ઘટે છે, અને એ રીતે (૩) આત્માનો દેહ સાથે કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારીએ તો સુખ અને બંધાદિ ઘટે છે, અન્યથા નહીં.
આ પ્રકારનો જીવાજીવાદિ પદાર્થોનો વાદ જે આગમમાં બતાવ્યો હોય તે આગમ તાપશુદ્ધ છે; કેમ કે તે આગમમાં બતાવેલા જીવાદિ પદાર્થો સ્વીકારીએ તો નિરુપચરિત બંધ અને મોક્ષ સંગત થાય છે, અન્યથા નહીં.
વળી, જે પુરુષ બુદ્ધિમાન હોય અને આત્મકલ્યાણ કરવા માટે ધીરતાપૂર્વક ઉચિત પ્રયત્ન કરતો હોય તે પુરુષ વડે તાપશુદ્ધ આગમ જ ઉપાદેય છે. આથી જો તેવો પુરુષ તાપશુદ્ધ આગમનો સ્વીકાર કરીને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org