________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૯-૧૧૧૦
૨૫ રાગાદિનાં આપાદક કર્મોનો હાસ, દેખાય છે. તે કારણથી તેનોઃકર્મનો, સર્વથા વિગમ પણ સંભવે છે. કનકમલની જેમ, એ નિદર્શન છે=દષ્ટાંત છે. તેનાથી-કર્મથી, મુક્ત મુકાયેલો જીવ, સર્વથા મુક્ત=સદા માટે મુકાયેલો, જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જીવ અને શરીરનો ભેદભેદ સ્વીકારીએ તો બંધ અને મોક્ષ ઘટે છે, અન્યથા નહીં. ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષ છે તેમાં પ્રમાણ શું? તેથી મોક્ષ કઈ રીતે સંગત થાય, તે યુક્તિથી બતાવે છે –
જ્ઞાનાભ્યાસથી થતા જ્ઞાનાવરણીયકર્મના અપગમજન્ય જ્ઞાનની પ્રાપ્તિરૂપ કાર્ય દ્વારા, જ્ઞાનનાં આવારક કર્મોનો હ્રાસ થતો અનુમાન કરાય છે, અને રાગાદિના પ્રતિપક્ષભાવનથી થતા ચારિત્રમોહનીયકર્મના અપગમજન્ય રાગાદિની અલ્પતારૂપ કાર્ય દ્વારા, રાગાદિનાં આપાદક કર્મોનો હ્રાસ થતો અનુમાન કરાય છે. આથી જે યોગીઓ શાસ્ત્રોનો સમ્યફ અભ્યાસ કરે છે તે યોગીઓના સમ્યફઋતઆવારક કર્મોનો હ્રાસ થાય છે, અને જે યોગીઓ શાસ્ત્રોનો સમ્યફ બોધ કરીને શાસ્ત્રાનુસારી ઉચિત ક્રિયાઓ કરે છે તે યોગીઓને તે ક્રિયાઓ કરવાથી રાગાદિનું પ્રતિપક્ષભાવન થવાને કારણે રાગાદિઆપાદક કર્મોનો હ્રાસ થાય છે; અને કર્મોનો આ હૃાસ પ્રકર્ષ પામીને જ્ઞાનનાં આવારક સર્વ કર્મોના નાશનું અને મોહનાં આપાદક સર્વ કર્મોના નાશનું કારણ બને છે ત્યારે, જ્ઞાનાવરણીયકર્મનો અને મોહનીયકર્મનો સર્વથા અપગમ થાય છે. અને સર્વ કર્મોના બીજભૂત એવા મોહનીયકર્મનો સર્વથા અપગમ થવાથી કર્મોનું આગમન પણ સર્વથા બંધ થાય છે, અને અંતે અવશિષ્ટ રહેલાં ચાર અઘાતી કર્મોનો નાશ કરીને જીવ સર્વ કર્મોથી રહિત બને છે. આથી કર્મોનો સર્વથા વિગમ પણ સંભવે છે. તેમાં દષ્ટાંત આપે છે –
જેમ સુવર્ણ ખાણમાંથી નીકળે છે ત્યારે મલિન હોય છે, અને કંઈક શોધનક્રિયાથી કંઈક શુદ્ધ થાય છે, અને પૂર્ણ શોધનક્રિયાથી પૂર્ણ શુદ્ધ થાય છે; તેમ સંસારી જીવ પણ આંશિક કર્મશોધનક્રિયાથી કંઈક શુદ્ધ થાય છે, અને પૂર્ણ કર્મશોધનક્રિયાથી સર્વથા કર્મમલથી શુદ્ધ થાય છે.
આ પ્રમાણે દષ્ટાંતના બળથી અને અનુભવના બળથી નક્કી થાય છે કે કર્મોનો સર્વથા વિગમ સંભવે છે, અને એક વખત કર્મથી મુક્ત બનેલો જીવ સર્વ કાળ માટે કર્મથી મુક્ત બને છે. ./૧૧૦૯ાા અવતરણિકા :
ગાથા ૧૦૮૧માં કહેલ કે જે કોઈ શ્રતધર્મમાં જીવાદિભાવવાદ દષ્ટ અને ઇષ્ટથી અવિરુદ્ધ હોય અને બંધાદિનો સાધક હોય, તે શ્રુતધર્મમાં તાપ છે, અને ત્યારપછી દષ્ટ અને ઈષ્ટથી અવિરુદ્ધ અને બંધાદિનો સાધક એવો જીવાદિભાવવાદ કેવા પ્રકારનો હોય? તે અત્યાર સુધી બતાવ્યું. હવે તેનું નિગમન કરતાં કહે
ગાથા :
एमाइभाववाओ जत्थ तओ होइ तावसुद्धो त्ति । एस उवाएओ खलु बुद्धिमया धीरपुरिसेण ॥१११०।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org