________________
૨૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૧૦૦-૧૧૦૮ તો કર્મના બંધનો પ્રારંભ થતાં પહેલાં જ જીવને મોક્ષની સિદ્ધિ થાય; કેમ કે મોક્ષ જીવની કર્મબંધરહિત અવસ્થારૂપ છે. તેથી કર્મના બંધને આદિમાન સ્વીકારીએ તો કર્મના બંધના પ્રારંભ પૂર્વે જીવ કર્મથી મુક્ત હતો એમ માનવાની આપત્તિ આવે. આથી કર્મનો બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે, એમ માનવું ઉચિત છે. ૧૧૦૭ી.
અવતરણિકા :
મંત્રદિ –
અવતરણિતાર્થ :
અહીં ગ્રંથકાર કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે એ કથનમાં પૂર્વપક્ષીની શંકાનું ઉદ્ભાવન કરીને સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
अणुभूअवत्तमाणो बंधो कयगो त्तिऽणाइमं कह णु?।
जह उ अईओ कालो तहाविहो तह पवाहेण ॥११०८॥ અન્વયાર્થ : - યકૃતક છે, ત્તિ એથી મમૂકવત્તા વંથો અનુભૂતવર્તમાન એવો બંધ દ =કેવી રીતે મારૂબં-અનાદિમાન હોય? (તેમાં ઉત્તર આપે છે –) ગ૬૩ જેવી રીતે જ તહાવિદો મો વાતો તેવા પ્રકારનો અતીત કાળ છે, તે તેવી રીતે પ્રવાહેબ-પ્રવાહથી છે=પ્રવાહથી બંધ પણ અનાદિમાન છે. * T' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ :
કૃતક છે, એથી અનુભવાયેલ વર્તમાનવાળો બંધ અનાદિમાન કેવી રીતે હોય? તેમાં ઉત્તર આપે છે – જેવી રીતે જ તેવા પ્રકારનો અતીત કાળ અનાદિમાન છે, તેવી રીતે પરંપરાથી બંધ પણ અનાદિમાન છે.
ટીકાઃ
अनुभूतवर्त्तमान इति अनुभूतवर्त्तमानभावो बन्धः कृतक इति कृत्वा, स एवम्भूतोऽनादिमान् कथं नु ? प्रवाहतोऽपीति भावः, अत्रोत्तरम्-यथैवाऽतीतः कालः तथाविध:=अनुभूतवर्तमानभावोऽप्यनादिमान्, तथा प्रवाहेण बन्धोऽप्यनादिमानिति गाथार्थः ॥११०८॥ * “પ્રવાહડપ''માં પિ'થી એ જ્ઞાપન કરવું છે કે અનુભૂતવર્તમાનભાવવાળો બંધ પ્રવાહ વગર તો અનાદિમાના ન થઈ શકે, પરંતુ પ્રવાહથી પણ અનાદિમાન કેવી રીતે થઈ શકે ? * “ઝનમુત્તવર્તમાનમાવો''માં ‘પિ'થી એ જ્ઞાપન કરવું છે કે વર્તમાનભાવનો=પ્રારંભભાવનો, અનુભવ નથી કર્યો એવા આત્માદિ નિત્ય પદાર્થો તો અનાદિમાન છે, પરંતુ વર્તમાનભાવનો અનુભવ કર્યો છે એવો પણ કાળ અનાદિમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org