________________
૨૬૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૬-૧૧૦૦
આત્માને નિત્ય મુક્ત માની શકાય નહીં; અને જો પૂર્વે જીવ કર્મથી બંધાયેલો હોય તો માનવું પડે કે જીવનો દેહ સાથે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે; કેમ કે જીવનો દેહ સાથે કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ ન હોય તો જીવને થતો કર્મનો બંધ ઘટે નહીં, અને જીવને કર્મનો બંધ થતો ન હોય તો જીવનો કર્મથી મોક્ષ પણ ઘટે નહીં, અને જીવ સદા મુક્ત હોય તો મોક્ષના હેતુઓથી જીવનો મોક્ષ થાય છે એમ કહેવાય નહીં. તેથી જીવ સદા મુક્ત નથી અને જીવ અને દેહનો ભેદાભેદ છે એમ સિદ્ધ થાય છે.
અહીં આત્માને નિત્ય મુક્ત માનનારા દર્શનકાર કહે કે આત્મા પરમાર્થથી સદા મુક્ત છે, તોપણ સંસારી જીવોને “હું પ્રકૃતિથી બંધાયેલો છું” એ પ્રકારનો ભ્રમ વર્તે છે, અને તે ભ્રમ દૂર કરવા માટે મોક્ષના ઉપાયોનો ઉપદેશ આપવામાં આવે છે, તેથી જે જીવો મોક્ષના ઉપાયોનું સેવન કરે છે તે જીવોનો “હું પ્રકૃતિથી બંધાયો છું” એવો ભ્રમ ટળી જાય છે, તેથી તેવા જીવો “મુક્ત થયા” એવો વ્યવહાર પ્રવર્તે છે. માટે મોક્ષ હેતુઓથી થાય છે એમ કહેવા છતાં આત્માને નિત્ય મુક્ત સ્વીકારવામાં કોઈ દોષ નથી. તેને ગ્રંથકાર કહે છે –
મોક્ષ એ પુરુષાર્થ છે એમ કેમ કહી શકાય? કેમ કે મોક્ષ યત્ન વગર સિદ્ધ થયેલો છે. આશય એ છે કે આત્માને નિત્ય મુક્ત સ્વીકારનાર મત પ્રમાણે જે જીવો મોક્ષના હેતુઓમાં પ્રયત્ન કરે છે તે જીવોએ મોક્ષપ્રાપ્તિ અર્થે પ્રયત્ન કર્યો નથી, પરંતુ “હું પ્રકૃતિથી બંધાયો છું” એવો ભ્રમ દૂર કરવા માટે પ્રયત્ન કર્યો છે. તેથી જીવનો ભ્રમ ટળવાથી જીવ મુક્ત થાય છે એમ કહી શકાય, પરંતુ જીવના પ્રયત્નથી જીવ મુક્ત થાય છે એમ કહી શકાય નહીં. વળી “જે પ્રયત્નથી પ્રાપ્ત થાય તેને જ પુરુષાર્થ કહેવાય,” એ પ્રકારનો
પુરુષાર્થ' શબ્દનો અર્થ હોવાથી યત્ન વિના પ્રાપ્ત એવા મોક્ષને પુરુષાર્થ કહી શકાય નહીં, અને સર્વ દર્શનકારો ચાર પ્રકારના પુરુષાર્થોમાં મોક્ષને પણ પુરુષાર્થરૂપે સ્વીકારે છે. આથી મોક્ષને પુરુષાર્થ સ્વીકારવો હોય તો મોક્ષ પ્રયત્નથી પ્રાપ્ત થાય છે એમ સ્વીકારવું પડે, અને મોક્ષને પ્રયત્નથી સાધ્ય સ્વીકારવો હોય તો મોક્ષપ્રાપ્તિ પૂર્વે જીવ બંધાયેલો હતો એમ સ્વીકારવું પડે, અને જીવને કર્મથી બદ્ધ સ્વીકારવો હોય તો જીવનો દેહ સાથે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારવો પડે, અને જીવનો દેહ સાથે કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારીએ તો મોક્ષની સંગતિ થાય, અન્યથા નહીં.
આમ, જે દર્શનકારો જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારતા નથી, તે દર્શનકારોના વચન પ્રમાણે બંધ અને મોક્ષ નિરુપચરિત ઘટતો નથી. તેથી તેઓનું વચન તાપશુદ્ધ નથી, એમ ગાથા ૧૦૮૧ વગેરે સાથે સંબંધ છે. ./૧૧૦૬ll
અવતરણિકા:
यत एवम् -
અવતરણિતાર્થ :
જે કારણથી આમ છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે મોક્ષ પણ બદ્ધનો જ થાય છે, બંધના અભાવમાં મોક્ષ સ્વીકારીએ તો મોક્ષ સદા પ્રાપ્ત થાય, મોક્ષ સદા સ્વીકારીએ તો હેતુઓ વડે મોક્ષ ઘટે નહીં અને મોક્ષને પુરુષાર્થ સ્વીકારી શકાય નહીં, જે કારણથી એમ છે, તે કારણથી શું પ્રાપ્ત થાય ? તે બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org