________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૪-૧૧૦૫, ૧૧૦૬
૨૫૦ અહીં પ્રશ્ન થાય કે સંસારી આત્મા દેહથી પૃથગુ છે, માટે અમૂર્તિ છે, તેથી કોઈનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી, છતાં સંસારી આત્મા કર્મથી બંધાય છે અને મુક્ત આત્મા કર્મથી બંધાતો નથી, એમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
જો અમૂર્ત એવો સંસારી આત્મા કોઈનો ઉપઘાત કે અનુગ્રહ નહીં કરતો હોવા છતાં બંધાતો હોય તો બંધનો સદા જ સદ્ભાવ પ્રાપ્ત થાય; કેમ કે સંસારી અવસ્થાનો આત્મા પણ અમૂર્ત હોવાને કારણે કોઈ આત્માનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી અને મુક્ત અવસ્થાનો આત્મા પણ અમૂર્ત હોવાને કારણે કોઈ આત્માનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી, માટે સંસારી આત્મા અને મુક્ત આત્મામાં ઉપઘાત અને અનુગ્રહનું અકર્તાપણું સમાન છે. આથી જો કોઈનો ઉપઘાત કે અનુગ્રહ નહીં કરનારો હોવા છતાં સંસારાવસ્થાનો અમૂર્ત આત્મા કર્મથી બંધાતો હોય તો મુક્તાવસ્થાનો અમૂર્ત આત્મા પણ કર્મથી બંધાવો જોઈએ. અને મુક્તાત્માને કર્મબંધ થતો નથી એ સર્વ દર્શનકારોને માન્ય છે. આથી સ્વીકારવું પડે કે મુક્ત આત્મા જેમ અમૂર્ત છે તેમ સંસારી આત્મા સર્વથા અમૂર્ત નથી, પરંતુ દેહ સાથે કથંચિત્ એકત્વભાવને પામેલો છે. માટે અન્ય દેહવાળા આત્માને ઉપઘાત કે અનુગ્રહ કરવા દ્વારા દેહથી કથંચિત્ અભિન્ન એવો તે આત્મા કર્મનો બંધ પ્રાપ્ત કરે છે, એમ માનવું ઉચિત છે.
આનાથી શું ફલિત થાય ? તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે –
જે કારણથી દેહ સાથે કથંચિત એકત્વભાવ પામેલો આત્મા અન્ય દેહધારી આત્માનો ઉપઘાત કે અનુગ્રહ કરવા દ્વારા કર્મથી બંધાય છે, તે કારણથી જીવ અને શરીરનો જાયેંતરાત્મક ભેદભેદ છે, અને જીવ અને શરીરનો જાયેંતરાત્મક ભેદભેદ સ્વીકારીએ તો બંધાદિ ઘટે છે, અન્યથા નહીં.
અહીં જીવ અને શરીરના ભેદભેદને “જાત્યંતરાત્મક” કહ્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે જે દર્શનકારો જીવ અને શરીરનો એકાંતભેદ માને છે તે દર્શનકારોના મત પ્રમાણે જીવ અને શરીરમાં ભેદ– જાતિ છે, અને જે દર્શનકારો જીવ અને શરીરનો એકાંતઅભેદ માને છે તે દર્શનકારોના મત પ્રમાણે જીવ અને શરીરમાં અભેદત્વ જાતિ છે; પરંતુ જીવ અને શરીરની ભેદત્વજાતિ કે અભેદત્વજાતિ વાસ્તવિક નથી, પણ કાલ્પનિક છે; કેમ કે જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ પણ નથી અને એકાંતે અભેદ પણ નથી, પરંતુ જીવ અને શરીરમાં ભેદ– જાતિ કે અભેદત્વ જાતિથી જુદી એવી ભેદાભેદ– જાતિ છે. એ જણાવવા માટે કહ્યું કે જીવ અને શરીરનો “જાત્યંતરાત્મક ભેદભેદ છે. ૧૧૦૪/૧૧૦પા.
અવતરણિકા :
ગાથા ૧૦૯૬માં કહેલ કે જીવ અને શરીરનો પણ કથંચિત્ ભેદભેદ છે, અને તેને દઢ કરવા ગાથા ૧૦૯૭ના ઉત્તરાર્ધમાં યુક્તિ આપેલ કે કથંચિત્ ભેદભેદ હોવાથી બંધાદિનો વિષયભાવ છે, અને જીવ અને શરીરના એકાંતભેદાદિમાં બંધાદિનો અસંભવ છે. ત્યાં “વંથારિ"માં મારિ' પદથી મોક્ષનું ગ્રહણ કરવાનું છે. તેથી હવે જીવ-શરીરના એકાંતભેદાદિમાં મોક્ષનો પણ અસંભવ છે, તે યુક્તિથી બતાવે છે –
ગાથા :
मोक्खो वि अ बद्धस्सा तयभावे स कह ? कीस वा ण सया? । किं वा हेऊहि तहा ? कहं च सो होइ पुरिसत्थो? ॥११०६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org