________________
૨૫૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૪-૧૧૦૫ રૂદ-કયા કારણથી બંધાતો નથી? એથી કહે છે –મુતિપ્રસન્મુક્તમાં અતિપ્રસંગ હોવાથી=ઉપઘાત અને અનુગ્રહને નહીં કરતો અમૂર્ત આત્મા કર્મ દ્વારા બંધાતો હોય તો મુક્તાત્માને પણ બંધ માનવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થવાથી, કાંઈપણ નહીં કરતો એવો અમૂર્ત આત્મા કર્મ દ્વારા બંધાતો નથી, એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે મુક્તમાં અતિપ્રસંગ કેમ છે? તેમાં હેતુ આપે છે –
સવ વીશ્ય માવત્ સદા જ બંધનો ભાવ છે=ઉપઘાત અને અનુગ્રહ નહીં કરતો એવો અમૂર્ત આત્મા પણ કર્મ દ્વારા બંધાતો હોય તો આત્માને સદા જ બંધનો અભાવ છે એમ માનવું પડે.
અહીં પ્રશ્ન થાય કે આત્માને સદા જ બંધનો ભાવ છે એમ કેમ માનવું પડે ? તેમાં હેતુ આપે છે –
વર્તુત્વાવિશેષાજૂ અકર્તૃત્વઅવિશેષ છે અર્થાત્ જીવ અને શરીરનો એકાંતભેદ હોય તો સંસારી આત્મા પણ અમૂર્ત છે, માટે કોઈનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી, અને મુક્ત આત્મા પણ અમૂર્ત છે, માટે કોઈનો ઉપઘાત કે અનુગ્રહ કરતો નથી, તેથી સંસારી આત્મા અને મુક્ત આત્મામાં ઉપઘાત અને અનુગ્રહનું નહીં કરવાપણું સમાન છે. આથી સંસારાવસ્થામાં કે મુક્તાવસ્થામાં સદા જ બંધનો સદ્ભાવ પ્રાપ્ત થાય. માટે મુક્તમાં અતિપ્રસંગ છે, એમ અન્વય છે.
યત પુર્વ જે કારણથી આમ છે=અમૂર્ત આત્મા અન્ય અમૂર્ત આત્માને કાંઈપણ ન કરતો હોવાથી કર્મ દ્વારા બંધાતો નથી, અને દેહધારી આત્મા અન્ય દેહધારી આત્માના વિષયમાં ઉપઘાત અનુગ્રહ કરતો હોવાથી કર્મ દ્વારા બંધાય છે એમ છે,
તસ્મ ... થાઈ. તે કારણથી જીવ અને શરીરનો જાત્યન્તરાત્મક ભેદભેદ હોતે છતે બંધાદિ થાય છે, અન્યથા નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૧૦૨માં કહેલ કે અન્યના દેહનો વધ કરવામાં પાપ થાય છે અને અન્યના દેહનો ઉપકાર કરવામાં પુણ્ય થાય છે, માટે જીવ અને શરીરનો ભેદભેદ જ છે. એ કથનથી એ ફલિત થાય કે અન્ય આત્માને ઉપઘાત કે અનુગ્રહ કરવામાં આવે તો તે ઉપઘાત પાપનો હેતુ બને છે અને અનુગ્રહ પુણ્યનો હેતુ બને છે, તેથી ઉપઘાત કરનારને પાપ બંધાય છે અને અનુગ્રહ કરનારને પુણ્ય બંધાય છે, જેથી બંધાદિની પ્રાપ્તિ થાય છે; પરંતુ જો આત્મા દેહથી સર્વથા જુદો હોય તો સર્વનો આત્મા અમૂર્ત માનવો પડે, અને અમૂર્ત આત્મા અન્ય અમૂર્ત આત્માનો ઉપઘાત પણ કરતો નથી અને અનુગ્રહ પણ કરતો નથી; કેમ કે અમૂર્ત આત્મા મુક્ત આત્મા જેવો છે.
અહીં પ્રશ્ન થાય કે આત્માને દેહથી પૃથફ સ્વીકારીએ, અને દેહથી પૃથફ હોવાને કારણે આત્માને અમૂર્ત સ્વીકારીએ, અને અમૂર્ત આત્મા કોઈનો ઉપઘાત કે અનુગ્રહ ન કરતો હોવા છતાં કર્મથી બંધાય છે એમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી કહે છે –
કોઈ અન્ય એવા અમૂર્ત આત્માનો ઉપઘાત કે અનુગ્રહ નહીં કરતો એવો અમૂર્ત આત્મા ન્યાયથી કર્મથી બંધાતો નથી; કેમ કે દેહથી પૃથફ એવો અમૂર્ત આત્મા કર્મથી બંધાતો હોય તો દેહથી પૃથફ એવા મુક્ત આત્માને પણ કર્મથી બંધ માનવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org