Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 271
________________ ૨૫૪ અનુયાગગણાનુજ્ઞાવસ્તુક | અનુયાગાનુજ્ઞા દ્વાર | માયા ૧૧૦૩, ૧૧૦૦- ૧૫ પણ નાશમાં કે ઉપકારમાં પાપ કે પુણ્ય થાય નહીં. હવે જીવ અને શરીરનો એકાંતઅભેદ સ્વીકારીએ તો પુણ્ય-પાપ કઈ રીતે સંગત ન થાય ? તે બતાવવા અર્થે કહે છે – જો જીવ અને શરીરનો એકાંતઅભેદ સ્વીકારીએ તો અર્થાત્ જીવ શરીરરૂપ જ છે શરીરથી અતિરિક્ત જીવ નથી એમ સ્વીકારીએ તો, દેહના નાશમાં નિયમથી જીવનો નાશ પ્રાપ્ત થાય, અને દેહના નાશ સાથે જીવનો નાશ સ્વીકારીએ તો પરલોકનો અભાવ પ્રાપ્ત થાય, અને પરલોકનો અભાવ સ્વીકારીએ તો પ્રસ્તુત એવા બંધાદિનો અભાવ પ્રાપ્ત થાય. આશય એ છે કે શરીર જ જીવ છે એ પ્રકારનો જીવ અને શરીરનો એકાંતઅભેદ સ્વીકારીએ તો, ગાથા ૧૦૮૩માં ગ્રંથકારે કહ્યું કે આત્માને સદ્-અસરૂપ અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો હોતે જીતે શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે. અન્યથા નહીં, એ રૂપ ગાથા ૧૦૮૩માં પ્રસ્તુત એવા બંધાદિનો અભાવ પ્રાપ્ત થાય, જેના કારણે સર્વ દર્શનકારોને માન્ય એવો કર્મબંધ, કર્મબંધથી સંસારમાં પરિભ્રમણ, સાધના દ્વારા કર્મક્ષય, કર્મક્ષયથી મુક્તિ આદિ સર્વ અસંગત થાય. તેથી જીવ અને શરીરનો એકાંતઅભેદ પણ સ્વીકારાય નહીં. વળી આ કથનથી, ગાથા ૧૦૯૭ના અંતે કહેલ કે જીવ અને શરીરના એકાંતભેદાદિમાં બંધાદિનો અસંભવ છે, ત્યાં “પામેલાર”માં ‘માર' પદથી પ્રાપ્ત એવા જીવ અને શરીરના એકાંતઅભેદમાં પણ બંધાદિનો અસંભવ છે, એ કથનનું સ્થાપન થાય છે. ૧૧૦૩ll અવતરણિકા : ગાથા ૧૧૦૨ના ઉત્તરાર્ધમાં કહ્યું કે જીવ અને શરીરના એકાંતભેદાદિમાં પુણ્ય કે પાપ ઘટે નહીં, એનાથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : देहेणं देहम्मि अ उवघायाणुग्गहेहिं बंधाई । ण पुण अमुत्तोऽमुत्तस्स अप्पणो कुणइ किंचिदवि ॥११०४॥ અન્વયાર્થ : રે દેહ વડે=ઉપકાર અને અનુગ્રહ કરનારા દેહ વડે, રેમિ -દેહમાં જ=કોઈ અન્ય જીવના દેહના વિષયમાં જ, ૩વધાથાપાર્દિ-ઉપઘાત અને અનુગ્રહ દ્વારા વંધાણું બંધાદિ (પ્રાપ્ત કરાયા,) મુન્નો પુત્ર પરંતુ અમૂર્ત (આત્મા) મુત્તર મuો (અન્ય) અમૂર્ત આત્માને વિવિ કાંઈપણ જ ફિ-કરતો નથી. ગાથાર્થ : દેહ વડે કોઈ બીજા જીવના દેહના વિષયમાં જ ઉપઘાત અને અનુગ્રહ દ્વારા બંધાદિ પ્રાપ્ત કરાયા, પરંતુ અમૂર્ત આત્મા અન્ય અમૂર્ત આત્માને કાંઈપણ કરતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286