________________
૨૪૮.
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૯૮-૧૦૯૯, ૧૧૦૦ કથંચિત્ ભિન્ન પણ છે; કેમ કે જીવ શરીરથી સર્વથા અભિન્ન હોય તો, જેમ પોતાના સ્વરૂપ સાથે સર્વથા અભિન્ન એવા આત્માનો પોતાના સ્વરૂપથી ક્યારેય ભેદ થતો નથી, તેમ જીવનો પણ શરીરથી ક્યારેય પણ ભેદ થાય નહીં. આથી જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિ અભેદ સિદ્ધ થાય છે. /૧૦૯૮/૧૦૯૯લા અવતરણિકા:
ગાથા ૧૦૯૭માં કહેલ કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ જાણવો. તેમાંથી શરીરકૃતનો જીવને ભોગ છે એટલો અંશ ગાથા ૧૦૯૮-૧૦૯૯માં સ્પષ્ટ કર્યો. હવે જીવકૃતનો શરીરને ભોગ છે એ અંશ સ્પષ્ટ કરે છે –
ગાથા :
एवं जीवेण कडं कूरमणपयट्टएण जं कम्मं ।
तं पइ रोद्दविवागं वेएइ भवंतरसरीरं ॥११००॥ અન્વયાર્થ :
વં આ રીતે જે રીતે શરીરકૃત કર્મને ભવાંતરમાં જીવ ભોગવે છે એ રીતે, રમUપટ્ટા નીવે ક્રૂર મનથી પ્રવૃત્ત એવા જીવ વડે = =જે કર્મ વડું કરાયું, તે તેના પ્રતિ=તે કર્મના નિમિત્તવાળા, રવિવા-રૌદ્રવિપાકને મવંતરી ભવાંતરનું શરીર વેપડ્રવેદે છે.
ગાથાર્થ :
જે રીતે શરીરકૃત કર્મને ભવાંતરમાં જીવ ભોગવે છે એ રીતે ક્રૂર મનથી પ્રવૃત્ત એવા જીવ વડે જે કર્મ કરાયું તે કર્મના નિમિત્તવાળા રોદ્રવિપાકને ભવાંતરનું શરીર ભોગવે છે.
ટીકાઃ ___ एवं जीवेन कृतं तत्प्राधान्यक्रूरमनःप्रवृत्तेन यत् कर्म-पापादि, तत्प्रति-तन्निमित्तं रौद्रविपाकं तीव्रवेदनाकारित्वेन वेदयति भवान्तरशरीरं, तथाऽनुभवादिति गाथार्थः ॥११००॥ ટીકાર્ય
આ રીતે શરીર વડે જે કર્મ કરાયું તે કર્મને ભવાંતરમાં જીવ ભોગવે છે એ રીતે, તેના–ચૈતન્યના, પ્રાધાન્યવાળા ક્રૂર મનથી પ્રવૃત્ત એવા જીવ વડે જે પાપાદિ કર્મ કરાયું, તેના પ્રતિeતેના નિમિત્તવાળા=તે કર્મના નિમિત્તવાળા, તીવ્ર વેદનાકારીપણું હોવાથી રૌદ્રવિપાકને ભવાંતરનું શરીર વેદે છે=ભોગવે છે; કેમ કે તે પ્રકારનો અનુભવ છે=આ કર્મ ફળ ભોગવનાર શરીરે કર્યું નથી પરંતુ તે ફળ ભોગવનાર શરીર સાથે સંબંધિત એવા જીવે કર્યું છે તે પ્રકારનો અનુભવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૯૮-૧૯૯૯માં બતાવ્યું કે શરીરે કરેલું કર્મ ભવાંતરમાં જીવ અનુભવે છે, એ રીતે કોઈ પુરુષ શરીરથી પાપાદિ કર્મ કરતો ન હોય, પરંતુ ક્રૂર મનથી પાપાદિ કર્મ કરતો હોય ત્યારે તે જીવના ચૈતન્યનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org