________________
૨૪૭,
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૮-૧૦૯૯
fમન્નત...મતિ, અને ભિન્નકૃતવેદન અભ્યપગમ્યમાન હોતે છતે=ભિન્ન એવા શરીર વડે કરાયેલ કર્મના ફળના વેદનનો સ્વીકાર કરાતે છતે, અનવસ્થારૂપ અતિપ્રસંગ બળથી થાય છે, અર્થાત્ ભિન્ન એવા શરીરે કરેલા કર્મનું ફળ ભિન્ન એવું શરીર ભોગવે છે એમ સ્વીકારાયે છતે, માણવકે કરેલું કર્મ દેવદત્ત ભોગવે છે એ પ્રકારની અસંબદ્ધ વ્યવસ્થારૂપ અતિપ્રસંગ બળાત્કાર પ્રાપ્ત થાય છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૯૭માં કહ્યું કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ છે. તેને સ્પષ્ટ કરવા ગાથા ૧૦૯૮-૧૦૯૯માં શરીરકૃતનો જીવને ભોગ બતાવે છે, અને ગાથા ૧૧૦૦માં જીવકૃતનો શરીરને ભોગ બતાવશે, જેથી ઉભયકૃતનો ઉભયને ભોગ છે એમ સિદ્ધ થાય. તેમાં પ્રથમ શરીરકૃતનો જીવને ભોગ કઈ રીતે છે? તે બતાવે છે –
કોઈ પુરુષના શરીરે કોઈ જીવના પ્રાણનો નાશ કર્યો, તો તે પુરુષના શરીરે કરેલું જુદા જુદા પ્રકારના વિપાકવાળું કર્મ અન્ય ભવમાં તે પુરુષનો જીવ ભોગવે છે. તેથી ફલિત થયું કે આ ભવમાં શરીરે કરેલા કર્મનું ફળ પરભવમાં જીવ વેદન કરે છે.
અહીં પ્રશ્ન થાય કે શરીરે કરેલા કર્મનું ફળ જીવ વેદન કરે છે તેમ ન સ્વીકારતાં શરીરે કરેલા કર્મનું ફળ શરીર વેદન કરે છે તેમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી ગાથા ૧૦૯૯માં કહે છે કે જે શરીરે કર્મ કરેલું તે જ શરીર કર્મના ફળને ભોગવવાના કાળમાં નથી.
અહીં પ્રશ્ન થાય કે જે શરીરે કર્મ કરેલું તે જ શરીર કર્મના ફળને ભોગવવા કાળમાં કેમ નથી? તેથી કહે છે કે નરકાદિ ભવમાં શરીરનો તે પ્રકારનો ભાવ નથી અર્થાત્ કોઈ જીવના પ્રાણનો નાશ કરનાર પુરુષના શરીરનો મનુષ્યભવમાં જે પ્રકારનો ભાવ છે, તે પ્રકારનો તેના શરીરનો ભાવ નરકાદિ ભવમાં નથી, પરંતુ અન્ય પ્રકારનો ભાવ છે. આથી ફલિત થાય કે કર્મનું ફળ ભોગવતી વખતે જે પ્રકારના શરીરે કર્મ કર્યું હતું તે પ્રકારનું શરીર નથી, પરંતુ અન્ય પ્રકારનું શરીર છે. માટે કર્મ કરનાર શરીર સાથે સંબંધવાળો જીવ ભવાંતરમાં તે કર્મનું ફળ ભોગવે છે, એમ સિદ્ધ થાય.
અહીં પ્રશ્ન થાય કે આ ભવના શરીરે કરેલા કર્મનું ફળ આ ભવના શરીર સાથે સંબંધવાળો જીવ અન્ય ભવમાં ભોગવતો નથી, પરંતુ આ ભવના શરીરે કરેલા કર્મનું ફળ અન્ય ભવનું શરીર ભોગવે છે, એમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
ભિન્ન શરીરકૃત કર્મનું ફળ ભિન્ન શરીર ભોગવે છે એમ સ્વીકારીએ તો અનવસ્થારૂપ અતિપ્રસંગ બળાત્કાર પ્રાપ્ત થાય અર્થાત્ મનુષ્યભવના શરીરે કરેલા કર્મનું ફળ મનુષ્ય શરીરથી સર્વથા ભિન્ન એવું નરકાદિ ભવનું શરીર ભોગવે છે એમ માનીએ તો માણવકે કરેલા કર્મનું ફળ દેવદત્ત ભોગવે છે એ પ્રકારની અવ્યવસ્થા માનવાનો પ્રસંગ આવે, જે અવ્યવસ્થા કોઈ દર્શનકારને માન્ય નથી. આથી માનવું પડે કે મનુષ્ય ભવના શરીરે કરેલા કર્મનું ફળ મનુષ્ય શરીરથી કથંચિત્ અભિન્ન એવો જીવ નરકાદિ ભવમાં વેદન કરે છે, અને નરકાદિ ભવમાં કર્મના ફળનું વેદન કરનાર જીવનો મનુષ્યભવના શરીર સાથે સંબંધ નથી, પરંતુ મનુષ્યભવમાં કર્મ કરનાર શરીરથી અન્ય શરીર સાથે સંબંધ છે, તેથી કર્મનું ફળ ભોગવનાર જીવ શરીરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org