________________
૨૪૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૧૦૦-૧૧૦૧ પ્રાધાન્ય હોય છે. તેથી આવા ચૈતન્યના પ્રાધાન્યવાળા ક્રૂર મનથી પ્રવૃત્ત એવું પાપાદિ કર્મ જીવથી કરાયેલું છે એમ કહેવાય; અને આ રીતે જીવે કરેલા પાપાદિ કર્મનું ફળ અન્ય ભવમાં પ્રાપ્ત થયેલું શરીર અનુભવે છે; અને અન્ય ભવના શરીરે આ કર્મ કર્યું નથી, છતાં અન્ય ભવના શરીરને આ કર્મનું ફળ ભોગવવું પડે છે, તેથી નક્કી થાય કે આ ભવના શરીર સાથે સંબંધવાળા જીવે આ કર્મ પૂર્વભવમાં કરેલું, જેનું ફળ આ ભવનું શરીર અનુભવે છે.
આ રીતે ગાથા ૧૦૯૮થી ૧૧૦૦ના કથનથી એ સિદ્ધ થયું કે શરીરથી કરાયેલ કર્મનો ભોગ શરીરથી અભિન્ન એવા જીવને પ્રાપ્ત થાય છે, અને ચૈતન્યની પ્રધાનતાવાળા ક્રૂર મનથી પ્રવૃત્ત એવા જીવથી કરાયેલ કર્મનો ભોગ જીવથી અભિન્ન એવા શરીરને પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવ અને શરીરનો કથંચિત્ ભેદભેદ સિદ્ધ થાય છે. ૧૧૦૦
અવતરણિકા :
ગાથા ૧૦૯૭માં કહેલ કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને કેવલ જીવને ભોગનો અભાવ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ જાણવો. તેમાંથી ઉભયકૃતનો ઉભયને ભોગ પૂર્વની ત્રણ ગાથામાં સ્પષ્ટ કર્યો. હવે કેવલ જીવને ભોગનો અભાવ સ્પષ્ટ કરે છે –
ગાથા :
ण उ केवलओ जीवो तेण विमुक्कस्स वेयणाभावो ।
ण य सो चेव तयं खलु लोगाइविरोहभावाओ ॥११०१॥ અન્વયાર્થ :
તે ૩ વિમુક્ષસ-વળી તેનાથી વિમુક્તને શરીરથી મુકાયેલા જીવને, વેયTમાવો વેદનનો અભાવ હોવાથી દેવનો નીવો-કેવલ જીવ=શરીરથી રહિત એવો એકલો જીવ, પ=નથી કર્મના ફળનું વેદન કરતો નથી, તેનો વિરોદમાવાનો અને લોકાદિના વિરોધનો ભાવ હોવાથી સો વેવ રવનુ તયં ખરેખર તે જ તે નથી=જીવ જ શરીર નથી.
ગાથાર્થ :
વળી શરીરથી રહિત જીવને વેદનનો અભાવ હોવાથી શરીરથી રહિત એવો એકલો જીવ કર્મનું ફળ ભોગવતો નથી, અને લોકાદિના વિરોધનો ભાવ હોવાથી ખરેખર જીવ જ શરીર નથી. ટીકા :
न तु केवलो जीवो वेदयते, तेन-शरीरेण विमुक्तस्य सतः वेदनाऽभावात् कारणात्, न च स एवजीवस्तच्छरीरमिति, लोकादिविरोधभावाद्, आदिशब्दात्समयग्रह इति गाथार्थः ॥११०१॥ ટીકાર્થ :
વળી કેવલ જીવ વેદન કરતો નથી, કેમ કે તેનાથી વિમુક્ત છતાને શરીરથી મુકાયેલા એવા જીવને, વેદનનો અભાવ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org