________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૦, ૧૦૯૮-૧૦૯૯
૨૪૫ વળી, કોઈ જીવના દેહનો નાશ કરવાથી પાપ બંધાય છે, અને કોઈ જીવના દેહનો ઉપકાર કરવાથી પુણ્ય બંધાય છે; પરંતુ જીવ અને શરીરનો એકાંતે ભેદ હોય તો જેમ ઘટાદિનો નાશ કરવાથી પાપ બંધાતું નથી અને ઘટાદિનો ઉપકાર કરવાથી પુણ્ય બંધાતું નથી, તેમ સર્વથા જીવથી ભિન્ન એવા દેહનો પણ નાશ કરવાથી પાપ બંધાય નહીં અને ઉપકાર કરવાથી પુણ્ય બંધાય નહીં. આથી ભેદાભેદ માનવાથી બંધાદિનો વિષયભાવ હોવાને કારણે અને ભેદાભેદ ન માનવાથી બંધાદિનો અસંભવ હોવાને કારણે, જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ માનવો યુક્ત છે. એ પ્રકારનો ગાથાના ઉત્તરાર્ધનો અર્થ છે. I૧૦૯૭.
અવતરણિકા :
एतदेव प्रकटयन्नाह -
અવતરણિતાર્થ :
આને જ પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે –
ભાવાર્થ :
પૂર્વગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને કેવલ જીવને ભોગનો અભાવ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ જાણવો, એ કથનને ગાથા ૧૦૯૮થી ૧૧૦૧માં પ્રગટ કરતાં; અને પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે બંધાદિનો વિષયભાવ હોવાને કારણે અને ઇતરથા બંધાદિનો અસંભવ હોવાને કારણે જીવ અને શરીરનો ભેદભેદ જાણવો. એ કથનને ગાથા ૧૧૦૦-૧૧૦૩માં પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
एत्थ सरीरेण कडं पाणवहासेवणाए जं कम्मं । तं खलु चित्तविवागं वेएइ भवंतरे जीवो ॥१०९८॥ न उ तं चेव सरीरं णरगाइसु तस्स तह अभावाओ ।
भिन्नकडवेअणम्मि अ अइप्पसंगो बला होइ ॥१०९९॥ અન્વયાર્થ :
અહીં આ ભવમાં, પાવિહાવ=પ્રાણવધની આસેવનાથી સરીર-શરીર વડે i ઋગ્યું હું જે કર્મ કરાયું, વિવિવા નુતં ખરેખર ચિત્ર વિપાકવાળું તે (કર્મ) નીવો જીવ મવંતરે ભવાંતરમાં વેપટ્ટ=વેદે છે=ભોગવે છે. ૧૩d રેવ સરી પરંતુ તે જ શરીર નથી-કર્મનું ફળ ભોગવતી વખતે જે શરીર વડે કર્મ કરાયું હતું તે જ શરીર નથી; પરફરૂં તસ્ય તદ અમાવાગો કેમ કે નરકાદિમાં તેનો તે પ્રકારનો અભાવ છે શરીરનો જે પ્રકારે આ ભવમાં ભાવ છે તે પ્રકારના શરીરનો અભાવ છે.
(અહીં પ્રશ્ન થાય કે જે શરીરે કર્મ કર્યું તે શરીરથી અન્ય શરીર અન્ય ભવમાં તે કર્મના ફળનું વેદન કરે છે, એમ માનીએ તો શું વાંધો ? એથી કહે છે –).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org