________________
૨૪૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૯૦
ગાથાર્થ :
ઉભયથી કરાયેલ કર્મનો ઉભયને ભોગ હોવાને કારણે, અને કેવલ જીવને કર્મના ફળના ભોગનો અભાવ હોવાને કારણે; અને બંધાદિનો વિષયભાવ હોવાને કારણે અને ઇતરથા બંધાદિનો અસંભવ હોવાને કારણે, જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ જાણવો. ટીકાઃ ___ उभयकृतोभयभोगात् कारणात् तदभावाच्च-भोगाभावाच्च भवति ज्ञातव्यः जीवशरीरयोर्भेदाभेदः, बन्धादिविषयभावात् कारणाद् इतरथा-एकान्तभेदादौ तदसम्भवाच्च-बन्धाद्यसम्भवाच्चेति गाथार्थः I૨૦૧૭
ટીકાર્ય :
ઉભયથી કૃતનો ઉભયને ભોગ હોવાને કારણે, અને તેનો અભાવ હોવાને કારણે=ભોગનો અભાવ હોવાને કારણે=કેવલ જીવને કર્મના ફળનું વેદન નહીં થતું હોવાને કારણે, બંધાદિનો વિષયભાવ હોવાને કારણે, અને ઈતરથા=એકાંતથી ભેદાદિમાં=જીવ અને શરીરનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ સ્વીકારવામાં, તેનો અસંભવ હોવાને કારણે બંધાદિનો અસંભવ હોવાને કારણે, જીવ અને શરીરનો ભેદ-અભેદ જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સંસારમાં રહેલા જીવોનો દેહ સાથે કથંચિત ભેદ છે અને કથંચિત્ અભેદ છે, તે બતાવવા અર્થે યુક્તિ આપે છે કે ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને કેવલ જીવને ભોગનો અભાવ હોવાને કારણે, જીવ અને શરીર વચ્ચે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ જાણવો. આ પ્રકારનો પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે, જેનું સ્પષ્ટીકરણ ગાથા ૧૦૯૮થી ૧૧૦૧ સુધીમાં ગ્રંથકાર કરવાના છે.
વળી, બંધાદિનો વિષયભાવ હોવાને કારણે, અને જીવ અને શરીર વચ્ચે એકાંતે ભેદ કે એકાંતે અભેદ માનીએ તો બંધાદિનો અસંભવ હોવાને કારણે, જીવ અને શરીર વચ્ચે કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ જાણવો. આ પ્રકારનો પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધનો અર્થ છે, જેનું સ્પષ્ટીકરણ ગાથા ૧૧૦૦-૧૧૦૩માં ગ્રંથકાર કરવાના છે.
અહીં વિશેષ એ છે કે સંસારવર્તી જીવો દેહધારી છે, અને તે દેહથી કરાયેલ પાપાદિ તે દેહથી અભિન્ન એવો જીવ અન્ય જન્મમાં વેદન કરે છે, તેથી દેહકૃત કર્મનું ફળ જીવ અનુભવે છે એમ પ્રાપ્ત થાય. વળી મનથી કરાયેલ પાપાદિ દેવકૃત નથી, પરંતુ જીવકૃત છે, અને જીવથી કરાયેલ પાપાદિ અન્ય જન્મમાં તે જીવથી અભિન્ન એવો દેહ વેદન કરે છે, તેથી જીવકૃત કર્મનું ફળ દેહ અનુભવે છે એમ પ્રાપ્ત થાય. આમ, દેહકૃત કર્મને જીવ ભોગવે છે અને જીવકૃત કર્મને દેહ ભોગવે છે, અને દેહ વગરનો જીવ કોઈ કર્મનું ફળ ભોગવતો નથી. આથી ઉભયકૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને દેહ રહિત જીવને ભોગનો અભાવ હોવાને કારણે જીવ અને શરીરનો કથંચિત ભેદ અને કથંચિત્ અભેદ માનવો યુક્ત છે. એ પ્રકારનો ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org