________________
૨૪૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૯૬ અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો એકાંતે ભેદ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
અન્યથા તો મૂત્તમૂર્તત્વીત્યોમાવત્ અન્યથા–જીવ અને શરીરનો એકાંતે ભેદ સ્વીકારીએ તો, તે બેનું મૂર્ત-અમૂર્તપણું હોવાથી=શરીરનું મૂર્તપણું અને જીવનું અમૂર્તપણું હોવાથી, યોગનો અભાવ થવાને કારણે=જીવ અને શરીરના સંયોગનો અભાવ થવાને કારણે, જીવ અને શરીરનો ભેદ અને અભેદ માનવો યુક્ત છે, એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થતો નથી, એમ સ્વીકારીએ તો શું વાંધો? એથી કહે છે –
સ્કૃષ્ટ શરીરે પ્રવેનતુ વ અને સ્પર્શેલું શરીર હોતે છતે પ્રવેદન હોવાથી અગ્નિ આદિને સ્પર્શેલું શરીર હોતે છતે જીવને દુઃખાદિનું વદન થતું હોવાથી, જીવ અને શરીરનો પરસ્પર સંયોગ થતો નથી એમ માનવું યુક્ત નથી, એમ અન્વય છે.
અહીં કોઈ કહે કે જીવનો શરીર સાથે સંયોગ થતો નથી; છતાં જીવ અને શરીર એક ક્ષેત્રમાં રહેલા હોવાથી જ્યારે અગ્નિ આદિનો શરીરને સ્પર્શ થાય છે ત્યારે તે ક્ષેત્રમાં રહેલા આત્માને પણ તે અગ્નિ આદિનો સ્પર્શ થાય છે, તેથી આત્માને પણ અગ્નિ આદિના સ્પર્શનો અનુભવ થાય છે, એમ સ્વીકારીએ તો શું વાંધો? એથી કહે છે –
ન ર મૂર્ત ચૈવ : અને અમૂર્તિને જ=અમૂર્ત એવા જીવને જ, સ્પર્શ નથી. તેથી જીવનો શરીર સાથે કથંચિત્ અભેદ હોવાથી શરીરને થતા અગ્નિ આદિના સ્પર્શમાં જીવને તે પ્રકારે વેદના થાય છે, એમ માનવું યુક્ત છે, એમ અન્વય છે.
રૂતિ થઈ એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પોતાના શરીર સાથે પોતાનો કથંચિત ભેદ છે અને કથંચિત્ અભેદ છે, તે પ્રકારનો સંસારી જીવોને અનુભવ થતો હોવાથી જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ સ્વીકારવો ઉચિત છે; છતાં કેટલાક દર્શનવાદીઓ જીવ અને શરીરનો એકાંતે ભેદ સ્વીકારે છે, તેથી તેઓના મતનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે – જો જીવ અને શરીરનો એકાંતે ભેદ હોય તો શરીર મૂર્ત હોવાથી અને જીવ અમૂર્ત હોવાથી શરીર અને જીવનો સંયોગ થઈ શકે નહીં; છતાં શરીર અને જીવનો સંસારી જીવોમાં સંયોગ થયેલો દેખાય છે તે સંગત થાય નહીં. તેથી એકાંતે ભેદ નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે શરીર અને જીવનો પરમાર્થથી સંયોગ થતો નથી; કેમ કે શરીર પુદ્ગલરૂપ છે અને જીવ ચેતન છે; પરંતુ શરીર અને જીવ એક ક્ષેત્રમાં રહેલા છે અને તે બંને વચ્ચે કોઈ સંબંધ થયેલો નથી, એમ સ્વીકારીએ તો શું વાંધો? તેથી ગ્રંથકાર કહે છે કે શરીરને અગ્નિ આદિનો સ્પર્શ થયે છતે જીવને દુઃખાદિનું સંવેદન થાય છે, તેથી શરીર સાથે જીવનો સંબંધ થયેલો છે, એમ માનવું ઉચિત છે.
અહીં પૂર્વપક્ષી કહે કે શરીર સાથે જીવનો સંબંધ નથી, છતાં શરીરને અગ્નિ આદિનો સ્પર્શ થાય છે ત્યારે શરીર રહેલું છે એ સ્થાનમાં જ જીવ રહેલો હોવાથી અગ્નિ આદિના સ્પર્શનો જીવને અનુભવ થાય છે, એમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org