Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 257
________________ ૨૪૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૯૫-૧૦૬ ટીકાઈ: વળી એકાંતથી નિત્ય=અવિકારી, અથવા અનિત્ય-નિરન્વયી, એવો આત્મા સ્વકૃતને કેવી રીતે વેદે?=પોતાના વડે કરાયેલ પુણ્યાદિના ફળને કેવી રીતે ભોગવે? ન જ ભોગવે, એ પ્રમાણે અર્થ છે. કેમ? અર્થાત્ એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય આત્મા સ્વકૃત પુણ્યાદિના ફળને કેમ ન ભોગવે? એથી હેતુને કહે છે – નિત્યનું એકાંતે નિત્ય એવા આત્માનું, એકસ્વભાવપણું છે, અને અનિત્યનો તેનાથી અનંતરમાં નાશ છે=એકાંતે અનિત્ય એવા આત્માનો ઉત્પત્તિ થયા પછી બીજી ક્ષણમાં નાશ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જો આત્માને એકાંતે નિત્ય સ્વીકારીએ તો આત્માને અવિકારી માનવો પડે, અને તેમ માનીએ તો આત્મામાં કોઈ પરિવર્તન થઈ શકે નહીં, જેથી પોતે આ ભવમાં જે પુણ્યાદિ કરે છે તેનું ફળ પોતે પરભવમાં ભોગવે છે, એમ ઉપચારથી કહી શકાય, પરંતુ પરમાર્થથી કહી શકાય નહીં, કેમ કે આત્મામાં કોઈ પરિવર્તન ન થતું હોય તો આત્મા અત્યારે જેવો છે તેવો જ પછી પણ રહે. માટે આત્માને એકાંતે નિત્ય માનીએ તો આત્માનો એક સ્વભાવ હોવાથી આત્મા મનુષ્યાદિ ભવમાં પુણ્યાદિ કરે છે અને તે પુણ્યાદિનું ફળ દેવાદિ ભવમાં ભોગવે છે, એમ શબ્દમાત્રથી કહી શકાય, પરંતુ વાસ્તવિક રીતે કહી શકાય નહીં. વળી, જો આત્માને એકાંતે અનિત્ય સ્વીકારીએ તો આત્માને નિરન્વયી માનવો પડે અર્થાત્ આત્મા એક ક્ષણ સ્થાયી હોવાથી ઉત્તર ક્ષણમાં વિદ્યમાન નથી, તેથી આત્મા વર્તમાન ક્ષણોમાં જે પુણ્યાદિ કરે છે તે પુણ્યાદિના ફળને ઉત્તર ક્ષણોમાં ભોગવે છે, એમ ઉપચારથી કહી શકાય, પરંતુ પરમાર્થથી કહી શકાય નહીં, કેમ કે આત્માને એકાંતે અનિત્ય માનીએ તો આત્માનો ઉત્પત્તિની પછીની ક્ષણમાં નાશ થતો હોવાથી પોતાના કૃત્યોના ફળને ભોગવનાર પોતે નથી, એમ સિદ્ધ થાય. ૧૦૯૫. અવતરણિકા : ગાથા ૧૦૮૩માં તાપશુદ્ધ આગમમાં ઉદાહરણ આપતાં કહેલ કે આત્માને સ્વરૂપથી સતુ, પરરૂપથી અસતુ, દ્રવ્યઅભિધેયપરિણામની અપેક્ષાએ નિત્ય, પર્યાયઅભિધેયપરિણામની અપેક્ષાએ અનિત્ય સ્વીકારીએ તો અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ અને શાસ્ત્ર દ્વારા સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, અન્યથા નહીં. ત્યાં “નિત્યનિત્યાનેff''માં “મરિ' પદથી ભેદભેદરૂપ અનેક ધર્મનું ગ્રહણ કરેલ અને “વ્યપરિઘેયપરિણામદાયી”માં “મરિ' પદથી નિશ્ચય-વ્યવહારઅભિધેયપરિણામની અપેક્ષાનું ગ્રહણ કરેલ; તેથી અત્યાર સુધી દ્રવ્યઅભિધેયપરિણામની અપેક્ષાએ આત્મા નિત્ય ધર્મવાળો છે અને પર્યાયઅભિધેયપરિણામની અપેક્ષાએ આત્મા અનિત્ય ધર્મવાળો છે, એમ બતાવ્યું. હવે નિશ્ચયઅભિધેયપરિણામની અપેક્ષાએ આત્મા દેહાદિથી ભેદ ધર્મવાળો છે અને વ્યવહાર અભિધેયપરિણામની અપેક્ષાએ આત્મા દેહાદિથી અભેદ ધર્મવાળો છે, એ બતાવવા અર્થે કહે છે – ગાથા : जीवसरीराणं पि हु भेआभेओ तहोवलंभाओ । मुत्तामुत्तत्तणओ छिक्कम्मि पवेअणाओ अ ॥१०९६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286