________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૯૪-૧૯૯૫
૨૩૯
ભાવાર્થ :
જે રીતે આ લોકમાં યુવાવસ્થામાં ચોરી કરનાર પુરુષ વૃદ્ધાવસ્થામાં તે ચોરીનું ફળ અનુભવે છે, એ કથનથી ચોરી કરનાર યુવાન અને ચોરીનું ફળ ભોગવનાર વૃદ્ધ વચ્ચે કથંચિત્ ભિન્નતા અને કથંચિત્ અભિન્નતા બતાવીને આત્માને નિત્ય અને અનિત્ય ધર્મવાળો સ્થાપન કર્યો, એ રીતે કોઈ આત્મા મનુષ્યાદિ ભવમાં કરેલા પુણ્યાદિના ફળને દેવાદિ ભવમાં અનુભવે છે; કેમ કે મનુષ્યાદિરૂપે રહેલો આત્મા જ દેવાધિરૂપે થાય છે.
આ સર્વ સ્વકૃત ઉપભોગાદિ આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય સ્વીકારીએ તો નિરુપચરિત સંગત થાય છે, અન્યથા નિરુપચરિત સંગત થતા નથી. વળી અન્યથા નિરુપચરિત કેમ સંગત થતા નથી ? તે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં સ્પષ્ટ કરે છે. ૧૦૯૪ll અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે આત્માને કથંચિત્ નિત્ય-અનિત્ય સ્વીકારીએ તો સર્વ સ્વકૃત ભોગાદિ નિરુપચરિત ઉપપન્ન થાય છે, અન્યથા નહીં; તેથી આત્માને કથંચિત્ નિત્ય-અનિત્ય ન સ્વીકારીએ તો સ્વકૃત ભોગાદિ સર્વ નિરુપચરિત ઉપપન્ન કેમ થતા નથી? તે બતાવે છે –
ગાથા :
एगतेण उ निच्चोऽणिच्चो वा कह णु वेअई सकडं ? ।
एगसहावत्तणओ तयणंतरनासओ चेव ॥१०९५॥ અન્વયાર્થ:
તે ૩ વળી એકાંતથી નિડ્યોfષ્યો વનિત્ય અથવા અનિત્ય (આત્મા) દg કેવી રીતે સક્રતું વેગ ? સ્વકૃતને વેદે?=પોતે કરેલ પુણ્યાદિના ફળને અનુભવે ? સાવિત્તો કેમ કે એકસ્વભાવપણું છે એકાંતથી નિત્ય એવા આત્માનું એકસ્વભાવપણું છે, તયપાંતરનાસો વેવ અને તદનંતર નાશ છેઃ એકાંતથી અનિત્ય એવા આત્માનો ઉત્પત્તિ થયા પછીની ક્ષણમાં નાશ થાય છે. * ‘' વિતર્ક અર્થમાં છે.
ગાથાર્થ :
વળી એકાંતથી નિત્ય આત્મા કે એકાંતથી અનિત્ય આત્મા કેવી રીતે પોતે કરેલ પુણ્યાદિનું ફળ અનુભવે ? કેમ કે એકાંતથી નિત્ય આત્માનો એકસ્વભાવ છે અને એકાંતથી અનિત્ય આત્માનો ઉત્પત્તિની પછીની ક્ષણમાં નાશ થાય છે. ટીકા :
एकान्तेन तु नित्योऽविकारी अनित्यो वा निरन्वयी कथं नु वेदयते स्वकृतं ? नैवेत्यर्थः, कथमित्याह-एकस्वभावत्वान्नित्यस्य, तदनन्तरनाशतश्चैवाऽनित्यस्येति गाथार्थः ॥१०९५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org