________________
૨૩૦
અનુયોગગણાનુજ્ઞાવતુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૨-૧૦૯૩ ટીકા :
न च नाऽनन्यः, किन्त्वनन्योऽपि, कथमित्याह-सोऽहं किं प्राप्तो ? बन्धनादि पापपरिणतिवशेन चौर्यप्रभवेन अनुभवसन्धानात् सोऽहमित्यनेन प्रकारेण, लोकागमसिद्धितश्चैव-सोऽयमिति लोकसिद्धिः, तत्यापफलमित्यागमसिद्धिरिति गाथार्थः ॥१०९३॥ ટીકાર્ય :
અને અનન્ય નથી એમ નહીં, પરંતુ અનન્ય પણ છે= યુવાવસ્થામાં ચોરી આદિ કરનાર યુવાન અને વૃદ્ધાવસ્થામાં ચોરી આદિનું ફળ ભોગવનાર વૃદ્ધ એક નથી એમ નહીં, પરંતુ એક પણ છે.
કઈ રીતે? અર્થાતુ ચોરી આદિ કરનાર યુવાન અને તેનું ફળ ભોગવનાર વૃદ્ધ એક કઈ રીતે છે? એથી હેતુને કહે છે –
ચોરીથી ઉત્પન્ન થનારા પાપની પરિણતિના વશથી તે હું શું પામ્યો? બંધનાદિને પામ્યો, તે હું છું એ પ્રકાર વડે અનુભવનું સંધાન છેઃઅનુસંધાન છે; કેમ કે લોક-આગમથી સિદ્ધિ છે અર્થાત્ તે=ચોરી આદિ કરનાર તે યુવાન, આ છે–ચોરી આદિનું ફળ ભોગવનાર આ વૃદ્ધ છે, એ પ્રકારે લોકમાં સિદ્ધિ છે, તેના પાપનું ફળ છે–ચોરી આદિના પાપનું ફળ છે, એ પ્રકારે આગમમાં સિદ્ધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વીકારીએ તો પોતાનાથી કરાયેલા ફળનો ઉપભોગ પણ ઘટે છે. એને અનુભવસિદ્ધ દષ્ટાંતથી બતાવે છે –
કોઈક પુરુષે યુવાવસ્થામાં ચોરી કરી હોય અને તે ચોરીનું બંધનાદિ ફળ તે પુરુષને વૃદ્ધાવસ્થામાં પ્રાપ્ત થયું હોય, તો આવા પુરુષને આશ્રયીને ચોરી કરનાર અને ચોરીનું ફળ ભોગવનાર જુદા છે, પરંતુ સર્વથા એક નથી; કેમ કે યુવાવસ્થાના દેહમાં અને વૃદ્ધાવસ્થાના દેહમાં જુદાપણું પ્રત્યક્ષાદિથી સિદ્ધ છે. આથી યુક્તિ આપતાં કહ્યું કે આ વૃદ્ધ તે યુવાનથી અન્ય નથી એમ નહીં, પરંતુ અન્ય છે. માટે આત્મા કથંચિત્ અનિત્ય છે, એમ સિદ્ધ થાય છે.
આમ, ચોરી કરનારનો અને ચોરીના ફળને ભોગવનારનો કથંચિત ભેદ બતાવ્યો. તેથી કોઈ ચોરી કરનાર અને ચોરીના ફળને ભોગવનારનો એકાંત ભેદ સ્વીકારીને ક્ષણિકવાદનું સ્થાપન કરે તો તેના નિરાકરણ માટે ચોરી કરનારનો અને ચોરીના ફળને ભોગવનારનો કથંચિત્ અભેદ પણ બતાવે છે –
ચોરી કરનાર યુવાન અને ચોરીનું ફળ ભોગવનાર વૃદ્ધ એક પણ છે, પરંતુ સર્વથા જુદા નથી; કેમ કે ચોરી કરનાર પુરુષને અનુભવ છે કે પૂર્વે જે મેં ચોરી કરી હતી તે હું ચોરીના ફળને ભોગવું છું.
વળી, આ જેમ ચોરી કરનારને અનુભવસિદ્ધ છે, તેમ લોકમાં પણ સિદ્ધ છે કે આ પુરુષે ચોરી કરી હતી, માટે તે ચોરીનું ફળ પામ્યો. અને જેમ લોકમાં પ્રસિદ્ધ છે તેમ આગમમાં પણ પ્રસિદ્ધ છે કે ચોરીના પાપનું આ બંધનાદિ ફળ છે. આથી યુક્તિ આપતાં કહ્યું કે ફળ ભોગવનાર વૃદ્ધ ચોરી કરનાર યુવાનથી અનન્ય નથી એમ નહીં, પરંતુ અનન્ય પણ છે. માટે આત્મા કથંચિત્ નિત્ય પણ છે એમ સિદ્ધ થાય છે.
આ રીતે આત્માને કથંચિત અનિત્ય અને કથંચિત્ નિત્ય સ્વીકારીએ તો પોતે કરેલ કૃત્યના ફળનો પોતાને ઉપભોગ પણ ઘટે છે. I/૧૦૯૨/૧૦૯૩/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org