________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૯-૧૦૮૦, ૧૦૮૧-૧૦૮૨
૨૧૧
વળી, કેટલાક દર્શનીઓ કહે છે કે સાધુએ ગૃહસ્થ ઉપર ઉપકાર કરવા માટે ગૃહસ્થના ઘરમાં જ એક અન્નનું ભોજન કરવું જોઈએ, અને આ એક અન્નનું ભોજન અસિધારાદિ છે, જેનાથી ઇન્દ્રિયોનો પ્રકૃષ્ટ જય થાય છે; કેમ કે ગૃહસ્થના ઘરમાં એક અન્નનું ભોજન કરવાથી ગૃહસ્થ પર ઉપકાર થાય છે અને ઇન્દ્રિયો પર સંયમ વધે છે. વસ્તુતઃ આ પ્રમાણે કહેવું પણ ઉચિત નથી; કેમ કે પકાયના પાલન અર્થે સાધુએ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે, તેના બદલે સાધુ ગૃહસ્થના ઉપકાર માટે તેના ઘરમાં જ ભોજન કરે તો પોતાના નિમિત્તે થતા આરંભ-સમારંભમાં તે સાધુ નિમિત્ત બને છે; અને આ એક અત્રનું ભોજન ઇન્દ્રિયોના જય માટે સ્થૂલથી ઉપાય દેખાય, પરંતુ ઇન્દ્રિયોનો જય ધ્યાનાદિ અનુષ્ઠાનમાં યત્ન કરવાથી થાય છે, પોતાને ઇષ્ટ એવા એક અન્નનું ભોજન કરવામાત્રથી ઇન્દ્રિયોનો જય થતો નથી. દેહ પ્રત્યે પણ નિરપેક્ષ સાધુ સંયમની વૃદ્ધિ માટે વિધિપૂર્વક આહાર વાપરે, અને તેનાથી પુષ્ટ થયેલ દેહને ઉચિત સંયમના યોગોમાં પ્રવર્તાવે, તો ઇન્દ્રિયોનો જય થાય. તેથી ઇન્દ્રિયોના જય માટે ઉચિત અનુષ્ઠાન બતાવવાને બદલે આરંભ-સમારંભના કારણભૂત એવું ગૃહસ્થના ઘરે એક અન્નનું ભોજન કરવાનું બતાવનાર આગમ છે શુદ્ધ નથી.
આમ, ગાથા ૧૦૭૯-૧૦૮૦માં બતાવેલ સર્વ બાહ્ય અનુષ્ઠાનો સાધુ માટે પાપરૂપ છે, એમ જણાવવા માટે ગાથા ૧૦૮૦ના અંતિમ પાદમાં કહે છે કે આ બાહ્ય અનુષ્ઠાનો પાપ છે; કેમ કે આ અનુષ્ઠાનો પાપનો હેતુ છે. માટે આવાં અનુષ્ઠાનો અસુંદર છે.
આનાથી અર્થથી એ ફલિત થાય કે જે આગમમાં ધ્યાનાદિ અનુષ્ઠાન કે ભિક્ષાટનાદિ અનુષ્ઠાન વિધિનિષેધનાં પોષક બને તે રીતે બતાવવામાં ન આવ્યાં હોય, તે આગમ છેદશુદ્ધ નથી. ૧૦૭૯/૧૦૮૦
અવતરણિકા :
इहैव तापविधिमाह - અવતરણિતાર્થ :
અહીં જ તાપવિધિને કહે છે=આગમની પરીક્ષામાં જ તાપપરીક્ષા કરવાની વિધિ બતાવે છે –
ગાથા :
जीवाइभाववाओ जो दिद्वैवाहिं णो खलु विरुद्धो ।
बंधाइसाहगो तह एत्थ इमो होइ तावो त्ति ॥१०८१॥ અન્વયાર્થ :
નો નીવાડુમાવવાનો જે જીવાદિ ભાવવાદ ઉ7 ખરેખર રિલેટિંગદષ્ટ અને ઈષ્ટથી વિરુદ્ધો વિરુદ્ધ નથી, તહં અને વંથાફલાહો બંધાદિનો સાધક છે, રૂમો એસ્થ અહીં આગમની પરીક્ષામાં, તાવો તાપ છે. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
ખરેખર જે જીવાદિ ભાવવાદ દષ્ટ અને ઇષ્ટથી વિરોધ પામતો ન હોય, અને બંધાદિને સાધનારો હોય, એ આગમની પરીક્ષામાં તાપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org