________________
૨૩૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૦-૧૯૯૧ વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી પણ કર્મથી બંધાવો જોઈએ, અને પરમાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી પણ કર્મથી મુકાવો જોઈએ; અથવા જયારે જીવમાં સમ્યક્તાદિ ભાવો પ્રગટે છે, ત્યારે જેમ જીવ પોતાનામાં વર્તતા સમક્વાદિ ભાવોથી કર્મને મૂકે છે તેમ પરમાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી પણ કર્મથી મુકાવો જોઈએ, અને પરમાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી પણ કર્મથી બંધાવો જોઈએ, એમ પ્રાપ્ત થાય; પરંતુ જ્યારે આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ સ્વીકારીએ, તો જીવ પોતાના જ ભાવોથી કર્મને બાંધે છે અને કર્મને મૂકે છે, પરંતુ અન્ય જીવોના ભાવોથી તે જીવ કર્મને બાંધતો નથી કે કર્મને મૂકતો નથી, એ સંગત થાય છે.
વળી, આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. તેથી દ્રવ્યરૂપે નિત્ય એવો આત્મા જયારે મિથ્યાત્વાદિ ભાવોથી કર્મને બાંધે છે ત્યારે તે જીવ કર્મબંધના પરિણામવાળો થાય છે, અને જ્યારે સમ્યક્તાદિ ભાવોથી કર્મને મૂકે છે ત્યારે તે જીવ કમરહિત પરિણામવાળો થાય છે. આથી આત્માને નિત્ય-અનિત્ય ધર્મવાળો સ્વીકારીએ તો આત્મામાં પરિણામપણું હોવાને કારણે બંધ-મોક્ષ સંગત થાય; પરંતુ જો આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય સ્વીકારીએ તો આત્મા મિથ્યાત્વાદિથી કર્મને બાંધે છે અને સમ્યક્તાદિથી કર્મને મૂકે છે એ રૂપ બંધ-મોક્ષ સંગત થાય નહીં. ll૧૦૯૦માં
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે આત્માને સતુ-અસતુ, નિત્ય-અનિત્યાદિ ધર્મવાળો સ્વીકારીએ તો કર્મનો બંધ અને કર્મથી મોક્ષ ઘટે છે, એ રીતે અન્ય પણ દષ્ટ પદાર્થો આત્માને સતુ-અસત્ આદિ ધર્મવાળો સ્વીકારવાથી ઘટે છે, તે બતાવે છે –
ગાથા :
सकडुवभोगो वेवं कहंचि एगाहिकरणभावाओ ।
इहरा कत्ता भोत्ता उभयं वा पावइ सया वि ॥१०९१॥ અન્વયાર્થ :
પર્વ આ રીતે-પૂર્વમાં વસ્તુને સત-અસત્ આદિરૂપ સ્થાપન કરી એ રીતે, રિદિકરમાવાનો કથંચિત્ એક અધિકરણનો ભાવ હોવાથી સહુવમોનો વિસ્વકૃત ઉપભોગ પણ ઘટે છે.) ફરા= ઇતરથાર આત્માને નિત્યાદિ એક સ્વભાવવાળો સ્વીકારીએ તો, (આત્મા) તથા વિકસદા પણ ત્તા મોત્તા ૩યં કર્તા, ભોક્તા, ઉભય, વા=અથવા અનુભય પાવડું પ્રાપ્ત થાય. ગાથાર્થ :
પૂર્વમાં વસ્તુને સ-અસત્ આદિરૂપ સ્થાપના કરી એ રીતે, કથંચિત્ એક અધિકરણનો ભાવ હોવાથી સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે; પરંતુ આત્માને નિત્યાદિ એક સ્વભાવવાળો માનીએ તો આત્મા કાં તો સદા પણ કર્તા રહે, કાં તો સદા પણ ભોક્તા રહે, કાં તો સદા પણ કર્તા-ભોક્તા રહે, કાં તો સદા પણ અકર્તા-અભોક્તા રહે, એમ પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org