________________
૨૩૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૯૦
ગાથા :
एवंविहो उ अप्पा मिच्छत्ताईहिँ बंधई कम्मं ।
सम्मत्ताईएहि उ मुच्चइ परिणामभावाओ ॥१०९०॥ અન્વચાર્થ :
વંવિદો આવા પ્રકારનો જ=સતુ-અસત્, નિત્ય-અનિત્ય આદિ સ્વરૂપવાળો જ, મMા આત્મા રામાવા-પરિણામનો ભાવ હોવાથી મચ્છત્તાહિં મિથ્યાત્વાદિ દ્વારા વર્મા કર્મને વંઘર્ફ બાંધે છે, સત્તાદિ ૩ વળી સમ્યક્તાદિ દ્વારા મુશ્વડું મુકાય છે=આત્મા તે બાંધેલ કર્મથી મુકાય છે. ગાથાર્થ :
સ-અસત્, નિત્ય-અનિત્ય આદિ સ્વરૂપવાળો જ આત્મા પરિણામનો ભાવ હોવાથી મિથ્યાત્વાદિ દ્વારા કર્મને બાંધે છે અને વળી સખ્યત્ત્વાદિ દ્વારા આત્મા તે બાંધેલ કર્મથી મુકાય છે. ટીકા ? __ एवंविध एवाऽऽत्मा सदसन्नित्यादिरूपः मिथ्यात्वादिभिः करणभूतैर्बध्नाति कर्म ज्ञानावरणादि, सम्यक्त्वादिभिस्तु करणभूतैर्मुच्यते, कुत इत्याह-परिणामभावात्=परिणामत्वादिति गाथार्थः ॥१०९०॥ * “મિથ્યાત્વામિ'માં ‘વિ' શબ્દથી અવિરતિ, પ્રમાદ, કષાય અને મન-વચન-કાયાના યોગોનો સંગ્રહ છે. * “સથવસ્વામિ'માં ‘ગરિ' શબ્દથી સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનો સંગ્રહ છે. ટીકાર્ય
આવા પ્રકારનો જ=સતુ-અસત્-નિત્યાદિરૂપવાળો જ, આત્મા કરણભૂત એવા મિથ્યાત્વ આદિ દ્વારા જ્ઞાનાવરણાદિ કર્મને બાંધે છે; વળી કરણભૂત એવા સમ્યક્ત આદિ દ્વારા મુકાય છે=જ્ઞાનાવરણાદિ તે કર્મથી આત્મા મુકાય છે. કયા કારણથી? અર્થાત્ આત્મા મિથ્યાત્વાદિ દ્વારા કર્મને બાંધે છે અને સમ્યક્તાદિ દ્વારા તે બાંધેલ કર્મથી મુકાય છે, એવું કેમ છે? એથી હેતુને કહે છે – પરિણામનો ભાવ છે=પરિણામપણું છે=આત્મામાં કર્મના સંયોગનું અને કર્મના વિયોગનું પરિણામપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે આત્મા સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે. આથી પોતાનામાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી જીવ સત્ છે અને બીજાનામાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી કે બીજાનામાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી જીવ અસત્ છે. એ રીતે જ્યારે જીવમાં સમ્યક્તાદિ ભાવો પ્રગટે છે, ત્યારે પોતાનામાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી જીવ સત છે અને બીજાનામાં વર્તતા સમ્યક્તાદિ ભાવોથી કે બીજાનામાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી જીવ અસત્ છે. તેથી જે જીવમાં જે ભાવો વર્તે છે તે ભાવરૂપે તે જીવ સત્ છે અને અન્યમાં જે ભાવો વર્તે છે તે ભાવરૂપે તે જીવ અસત્ છે; પરંતુ જો આત્મા જેમ સ્વરૂપથી સત્ છે તેમ પરરૂપથી પણ સત્ હોય, તો જીવ પોતાનામાં વર્તતા મિથ્યાત્વાદિ ભાવોથી જેમ કર્મ બાંધે છે તેમ પરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org