________________
૨૩૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૧ ટીકા :
स्वकृतोपभोगोऽप्येवं परिणामित्वादात्मनि कथञ्चिदेकाधिकरणभावाच्चित्रस्वभावतया युज्यते, इतरथा-नित्यायेकस्वभावतायां कर्ता भोक्ता उभयं वा वाशब्दादनुभयं वा प्राप्नोति सदापि, कर्नाद्येकस्वभावत्वादिति गाथार्थः ॥१०९१॥ * “વોઇપોડપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે આ રીતે કર્મનો બંધ-મોક્ષ તો ઘટે છે, પરંતુ આ રીતે સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે. * “નિત્યદોસ્વભાવતા''માં “ગરિ' પદથી અનિત્ય એકસ્વભાવતાનું ગ્રહણ કરવું. * “શસ્ત્રજિસ્વભાવિત્રી''માં “મારિ' પદથી ભોક્તા, કર્તા-ભોક્તા, અકર્તા-અભોક્તા એકસ્વભાવત્વનું ગ્રહણ
કરવું.
ટીકાર્ય :
આ રીતે =સતુ આદિ રૂપ જ વસ્તુ છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, આત્મામાં પરિણામીપણું હોવાથી સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે; કેમ કે ચિત્ર સ્વભાવપણારૂપે કથંચિત્ એક અધિકરણનો ભાવ છે. ઇતરથાર નિત્યાદિ એક સ્વભાવપણામાં, સદા પણ કર્તા, ભોક્તા, અથવા ઉભય અથવા વા શબ્દથી અનુભય પ્રાપ્ત થાય આત્મા સદા પણ કર્તા રહે, અથવા સદા પણ ભોક્તા રહે, અથવા સદા પણ કર્તા-ભોક્તા રહે, અથવા સદા પણ કર્તા-ભોક્તા ન રહે, એમ પ્રાપ્ત થાય; કેમ કે કર્વ આદિ એકસ્વભાવપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં આત્માને સતુ-અસત્, નિત્ય-અનિત્ય આદિરૂપ સ્થાપન કરવાથી આત્મા પરિણામી છે એમ સિદ્ધ થયું. તેથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં જુદા જુદા સ્વભાવ હોવાથી તે જુદા જુદા સ્વભાવનું આત્મા એક અધિકરણ છે; કેમ કે આત્મા પરિણામી છે, તેથી જીવે પહેલાં જુદા પ્રકારનો પ્રયત્ન કર્યો માટે જુદા પ્રકારનું પરિણામ પ્રાપ્ત થયું, પછી જુદા પ્રકારનો પ્રયત્ન કર્યો માટે જુદા પ્રકારનું પરિણામ પ્રાપ્ત થયું એ સંગત થાય છે. આથી જે આત્મા મિથ્યાત્વાદિ ભાવો કરવા દ્વારા કર્મ બાંધે છે તે જ આત્મા સમ્યક્તાદિ ભાવોમાં યત્ન કરવા દ્વારા કર્મથી મુકાય છે. આમ, આત્મામાં કર્મબંધને અનુકૂળ પરિણામ કરવાનો પણ સ્વભાવ છે, કર્મબંધ કર્યા પછી કર્મના ફળને ભોગવવાનો પણ સ્વભાવ છે અને કર્મક્ષયને અનુકૂળ પરિણામ કરવાનો પણ સ્વભાવ છે. અને આવો વિવિધ પ્રકારનો સ્વભાવ હોવાથી આત્મારૂપ એક અધિકરણમાં મિથ્યાત્વાદિ ભાવો વર્તે છે અને મિથ્યાત્વાદિ ભાવીકૃત ફળનો ઉપભોગ પણ ઘટે છે. એ રીતે તે જ આત્મારૂપ એક અધિકરણમાં સમ્યક્તાદિ ભાવો વર્તે છે અને સમ્યક્તાદિ ભાવીકૃત ફળનો ઉપભોગ પણ ઘટે છે.
વળી, આત્માને એકાંતે નિત્ય એક સ્વભાવવાળો સ્વીકારીએ તો જે આત્મા કર્તા હોય તે આત્મા સદા કર્તા જ રહેવો જોઈએ, પરંતુ આત્મા પ્રથમ કર્તા છે અને પછી તેના ફળનો ભોક્તા છે, એ સંગત થાય નહીં. અથવા આત્માને એકાંતે નિત્ય માનીએ તો જે આત્મા ભોક્તા હોય તે આત્મા સદા ભોક્તા જ રહેવો જોઈએ, પરંતુ આ આત્મા પ્રથમ કર્તા હતો અને પછી તેના ફળનો ભોક્તા બન્યો એમ માની શકાય નહીં.
અથવા આત્મા એકાંતે નિત્ય હોય તો જે આત્મા કર્તા-ભોક્તારૂપ ઉભય સ્વભાવવાળો હોય તે આત્મા સદા ઉભય સ્વભાવવાળો જ રહેવો જોઈએ. વળી તેમ માનીએ તો પ્રથમ કર્તા હતો અને પછી તેના ફળનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org