________________
- ૨૩૧
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૯-૧૦૯૦ વ્યતિરેકી છે અર્થાત્ એ બંને અવસ્થાનો પરસ્પર ભેદ છે; તેથી માટીરૂપ વસ્તુ પિંડઅવસ્થામાંથી ઘટઅવસ્થા પામે છે ત્યારે માટી અન્વયી બને છે અને પિંડઅવસ્થા અને ઘટઅવસ્થા વ્યતિરેકી બને છે. આથી માટીરૂપે પદાર્થ નિત્ય છે અને પિંડરૂપે અને ઘટરૂપે પદાર્થ અનિત્ય છે.
આમ, બાહ્ય પદાર્થોમાં જે રીતે નિત્ય-અનિત્ય ધર્મો રહેલા છે, તે રીતે આત્મામાં પણ નિત્ય-અનિત્ય ધર્મો રહેલા છે. આથી સર્વ વસ્તુઓ નિત્ય-અનિત્યાદિ ધર્મોવાળી સ્વીકારીએ તો જ દૃષ્ટ એવો સર્વ વ્યવહાર સંગત થાય, અન્યથા નહીં, એમ ફલિત થયું. ૧૦૮૯
અવતરણિકા :
अतः सदसन्नित्यानित्यादिरूपमेव वस्तु तथा चाह - અવતરણિકાર્યઃ
આથી=ગાથા ૧૦૮૩થી ૧૦૮૭માં સ્થાપન કર્યું એ રીતે જીવ સ્વરૂપથી સત્, પરરૂપથી અસત્ અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મોવાળો છે, અને તેનું સમર્થન ગાથા ૧૦૮૮-૧૦૮૯માં કર્યું એ રીતે એકાંત અભેદપક્ષમાં અને એકાંત ભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નહીં હોવાને કારણે સર્વ પદાર્થો સ્વરૂપથી સતુ, પરરૂપથી અસત્ અને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મોવાળા છે એમ પ્રાપ્ત થયું એથી, સતુ-અસતુ, નિત્યઅનિત્ય આદિ રૂપ જ વસ્તુ છે, અને તે રીતે કહે છે અર્થાત્ તે રીતે સ્વીકારવાથી શું પ્રાપ્ત થયું? એ બતાવે
ભાવાર્થ :
ગાથા ૧૦૮૧-૧૦૮૨માં કહ્યું કે જે શ્રુતધર્મમાં જીવાદિભાવવાદ દષ્ટ-ઈષ્ટ સાથે અવિરુદ્ધ અને નિરુપચરિત બંધાદિનો સાધક બતાવ્યો હોય તે મૃતધર્મ તાપથી શુદ્ધ છે, અને તે તાપશુદ્ધ ધૃતધર્મમાં ઉદાહરણ બતાવતાં ગાથા ૧૦૮૩માં કહ્યું કે જીવને સહુ-અસત્ અને નિત્યાનિત્યાદિ અનેક ધર્મોવાળો સ્વીકારીએ તો જ અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, અન્યથા નહીં. ત્યારપછી ગાથા ૧૦૮૪માં જીવને સહુ-અસત્ રૂપ સ્વીકારીએ તો વિશિષ્ટ એવાં સુખાદિ કઈ રીતે ઘટે છે? તે બતાવ્યું, અને ગાથા ૧૦૮૫માં જીવને સતુ-અસતુ રૂપ ન સ્વીકારીએ તો વિશિષ્ટ એવાં સુખાદિ કેમ ઘટે નહીં? તે યુક્તિથી બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૦૮૬-૧૦૮૭માં આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય સ્વીકારીએ તો દરેક જીવ દ્વારા કરાતી દુઃખના ઉચ્છેદની પ્રવૃત્તિ કઈ રીતે ઘટે નહીં ? એ બતાવીને સિદ્ધ કર્યું કે જીવ દ્વારા કરાતો દુઃખના ઉચ્છેદનો પ્રયત્ન આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વીકારીએ તો ઘટી શકે, અન્યથા નહીં, અને તેનું ગાથા ૧૦૮૮-૧૦૮૯માં સમર્થન કરીને સ્થાપન કર્યું કે દરેક વસ્તુ અન્વય-વ્યતિરેકવાળી છે. આથી એ ફલિત થયું કે સર્વ વસ્તુ અન્વયી એવા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને વ્યતિરેકી એવા પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માટે અવતરણિકામાં કહ્યું કે આ ઉપરોક્ત કથનથી સત્અસતુ, નિત્ય-અનિત્ય આદિ રૂપ જ વસ્તુ સિદ્ધ થઈ, અને તે રીતે સિદ્ધ થવાથી શું પ્રાપ્ત થાય? તે હવે બતાવે છે – * “નિત્યનિત્યવિરૂપમાં ‘મર' શબ્દથી ભેદ-અભેદનું ગ્રહણ કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org