________________
૨૨૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૯
આ રીતે બંને પક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી એમ સિદ્ધ થયું અને તેથી શું ફલિત થયું? તે બતાવે છે –
પિંડનો જ ઘટરૂપે ભાવ હોવાથી વસ્તુ અન્વચ અને વ્યતિરેકવાળી છે, જેથી અનેકાંતવાદ સિદ્ધ થયો. ટીકાઃ
पिण्डवत् पटवदिति च दृष्टान्तौ, न घटस्तत्फलं-पिण्डफलमिति प्रतिज्ञा, अनतीतपिण्डभावत्वाद्, अभेदपक्षे पिण्डवखेतोः समानत्वात्, भेदपक्षे पटवत् तदतीतत्वे-घटस्य पिण्डातीततायां, तस्यैव तथाभावात्-पिंडस्यैव घटरूपेण भावाद्, अन्वयादित्वम् अन्वयव्यतिरेकित्वं वस्तुन इति गाथार्थः ॥१०८९॥ ટીકાર્ય :
પિvgવષ્ટ , પિંડની જેમ અને પટની જેમ. આ બે દૃષ્ટાંત છે=પૂર્વગાથામાં કહ્યું કે એકાંત અભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી, ત્યાં “પિંડની જેમ એ દૃષ્ટાંત છે, અને એકાંત ભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી, ત્યાં પટની જેમ એ દષ્ટાંત છે.
એકાંત અભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ કેમ નથી ? તે બતાવે છે –
7 દસ્તન્ન-સમાનત્વ, ઘટ તેનું ફળ=પિંડનું ફળ, નથી, એ પ્રકારની પ્રતિજ્ઞા છે. તેમાં હેતુ આપે છે – અનતીત પિંડભાવપણું છે અર્થાત્ જે પિંડમાંથી ઘટ બન્યો તે પિંડમાં અનતીત પિંડભાવપણું હોવાને કારણે ઘટ પિંડનું ફળ નથી.
અહીં પ્રશ્ન થાય કે જે પિંડમાંથી ઘટ બન્યો, તે પિંડમાં અનતીત પિંડભાવપણું કેમ છે? તેમાં હેતુ આપે છે –
અભેદપક્ષમાં પિઇ વત્' સાથે હેતુનું સમાનપણું છે="પિંડની જેમ” એ દૃષ્ટાંત સાથે હેતુનું સમાનપણું છે, અર્થાત્ જે પિંડમાંથી ઘટ નથી બન્યો, તે પિંડ જે સ્વરૂપે વિદ્યમાન છે તે સ્વરૂપે, જે પિંડમાંથી ઘટ બન્યો છે તે પિંડ પણ વિદ્યમાન છે. તેથી વિધવત્ એ દષ્ટાંત સાથે ઘટના હેતુભૂત એવા પિંડનું સરખાપણું છે. આથી ઘટ એ પિંડનું ફળ નથી, એમ અન્વય છે.
એકાંત ભેદપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ કેમ નથી ? તે બતાવે છે –
મેપક્ષે પિછાતીતતાય, ભેદપક્ષમાં તેનું અતીતપણું હોતે છતે=ઘટના પિંડનું અતીતપણું હોતે છતે, પટની જેમ=પટ જેમ પિંડનું ફળ નથી, તેમ ઘટ પણ પિંડનું ફળ નથી.
પિંડ અને પટના દષ્ટાંતથી ઉપરમાં સ્થાપન કર્યું એ રીતે એકાંત અભેદપક્ષમાં કે એકાંત ભેદપક્ષમાં ઘટ પિંડના ફળરૂપે સિદ્ધ થતો નથી, છતાં અનુભવ પ્રમાણે ઘટને પિંડના ફળરૂપે સ્વીકારીએ તો પદાર્થ નિત્યઅનિત્ય સિદ્ધ થાય. તે બતાવવા અર્થે કહે છે –
તચૈવ-વસ્તુ, તેનો જ તે પ્રકારે ભાવ હોવાથી–પિંડનો જ ઘટરૂપે ભાવ હોવાથી, અન્વયાદિપણું છે–વસ્તુનું અન્વય-વ્યતિરેકીપણું છે, અર્થાત્ પિંડ ઘટરૂપે બન્યો તેમાં માટી અન્વયી છે=અનુગત છે, અને પિંડઅવસ્થા-ઘટઅવસ્થા વ્યતિરેકી છે–પરસ્પર અનrગત છે. આથી માટીરૂપે વસ્તુ નિત્ય છે અને પિંડઘટાદિ રૂપે વસ્તુ અનિત્ય છે. રૂતિ થાઈ: એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org