________________
૨૨૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૮ ટીકાર્ય :
વિશિષ્ટી : વિશિષ્ટ કાર્યનો ભાવ નથી=ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે એમ કહેવું યુક્તિયુક્ત નથી; મનાતીત....વિત્યર્થ: કેમ કે અનતીત વિશિષ્ટ કારણપણું છે=અનતિક્રાંત નિયત કારણપણું છે, અર્થાત્ માટીના પિંડમાં ઘટતું જે કારણપણું રહેલું છે તે વિશિષ્ટ કારણપણું છે, અને તે કારણપણું એકાંત નિત્યપક્ષમાં પરિવર્તન પામી શકે નહીં. માટે તે અતિક્રાંત ન થાય તેવું વિશિષ્ટ કારણપણું છે.
આનાથી શું ફલિત થાય ? એ સ્પષ્ટ કરે છે –
વત્તામે પક્ષેમવશ્યમેવ જ, કાર્ય અને કારણના એકાંતથી અભેદપક્ષમાં નિયત્વપક્ષમાં, નિયમથી=અવશ્ય જ, નથી ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી.
‘તિ' નિત્યત્વપક્ષમાં કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી, એ કથનની સમાપ્તિમાં છે.
તથા ...થાર્થ અને તે રીતે=જે રીતે નિત્યત્વપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી તે રીતે, કાર્ય અને કારણના ભેદપક્ષમાં=એકાંતથી અનિત્યત્વપક્ષમાં, નિયમથી=અવશ્ય જ, નથી=ઘટાદિ કાર્યનો ઉત્પાદ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૮૬માં કહ્યું કે આત્માને એકાંતે નિત્ય માનીએ તો દુ:ખના ઉચ્છદ માટે પ્રવૃત્તિ થાય નહીં અને ગાથા ૧૦૮૭માં કહ્યું કે આત્માને એકાંતે અનિત્ય માનીએ તોપણ દુઃખના ઉચ્છેદ માટે પ્રવૃત્તિ થાય નહીં. તેનું સમર્થન કરવા, એકાંત નિત્યપક્ષમાં કે એકાંત અનિત્યપક્ષમાં પિંડમાંથી ઘટરૂપ કાર્ય થાય છે, તે પણ સંગત ન થાય, તે બતાવે છે –
એકાંત નિત્યપક્ષ એટલે કાર્ય-કારણનો એકાંતે અભેદપક્ષ; અને કાર્ય-કારણનો એકાંતે અભેદ સ્વીકારીએ તો માટીની પિંડઅવસ્થા ઘટનું કારણ છે, અને ઘટઅવસ્થા પિંડનું કાર્ય છે, એ સંગત થાય નહીં; કેમ કે ઘટ પ્રત્યે માટીના પિંડની કારણતા છે, અને એકાંત નિત્યપક્ષમાં કારણતામાં કંઈ પરિવર્તન થઈ શકે નહીં, અને કારણતામાં કંઈ પરિવર્તન થઈ શકે એમ માનીએ તો એકાંત નિત્યપક્ષ રહે નહીં. તેથી એકાંત નિત્યપક્ષ સ્વીકારવો હોય તો એમ માનવું પડે કે ઘટના કારણભૂત માટીનો પિંડ સદા પિંડરૂપે રહે છે; અને માટીના પિંડમાં રહેલી ઘટની નિયત કારણતાનો અતિક્રમ થયા વગર ઘટરૂપ કાર્ય બનતું નથી; કેમ કે પિંડમાં રહેલી ઘટની યોગ્યતારૂપ કારણતાના ઉપમર્દનથી અર્થાત્ નાશથી, પિંડ ઘટરૂપે પરિણમન પામે છે. જ્યારે એકાંત નિત્યપક્ષમાં પિંડમાં રહેલી ઘટની કારણતાનું ઉપમર્દન સ્વીકારી શકાય નહીં, પણ ઘટના કારણભૂત એવા માટીના પિંડસ્વરૂપ જ ઘટ છે, અને પિંડઅવસ્થાથી ભિન્ન અવસ્થાને પ્રાપ્ત થયેલી માટી ઘટ નથી એમ સ્વીકારવું પડે. આથી કાર્ય-કારણના એકાંત અભેદપક્ષમાં અનુભવ પ્રમાણે માટીના પિંડમાંથી બનતું ઘટરૂપ કાર્ય ઘટે નહીં, અને અન્ય પણ ઉપાદાન કારણમાંથી થતાં કાર્યો ઘટે નહીં, જેના કારણે જે પદાર્થો જે રૂપે રહેલા છે તે રૂપે જ સદા રહે છે, એમ માનવું પડે; અને એમ માનવું અનુભવવિરુદ્ધ છે. આથી એકાંત નિત્યપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી.
વળી, કાર્ય-કારણના એકાંત અભેદપક્ષમાં જેમ ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાય નથી, તેમ કાર્ય-કારણના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org