________________
૨૨૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૦-૧૦૮૮ આત્માને દુઃખ પણ સંભવતું નથી. માટે એકાંતે અનિત્ય એવા આત્મામાં ઉત્પન્ન થયેલું દુઃખ પણ એકાંતે અનિત્ય છે. આથી એકાંતે અનિત્ય એવા તે દુઃખના નાશ માટે જીવ કેવી રીતે પ્રયત્ન કરે ? અર્થાત્ પ્રયત્ન ન જ કરે.
વળી, જીવ દુઃખના નાશ માટે પ્રયત્ન ન કરે એમ સ્વીકારીએ તો, સંસારી જીવો પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરતા દેખાય છે અને યોગીઓ પણ દુઃખના ઉચ્છેદ માટે યોગસાધના કરે છે, તેમ જ દરેક જીવને અનુભવ છે કે “પૂર્વે મને દુઃખ હતું, તે દુઃખના ઉચ્છેદ માટે મેં પ્રયત્ન કર્યો, અને મારા સમ્યગુ પ્રયત્નથી તે દુઃખનો ઉચ્છેદ થયો”; એ સર્વ સંગત થાય નહીં. આથી દુઃખપરિણામના આશ્રયભૂત એવા આત્મદ્રવ્યને નિત્ય માનીએ તો જીવો દ્વારા કરાતો દુઃખના ઉચ્છેદનો પ્રયત્ન સંગત થાય, અન્યથા નહીં. એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૦૮૩ સાથે સંબંધ છે. ૧૦૮૭ અવતરણિકા :
एतदेव समर्थयन्नाह - અવતરણિતાર્થ :
આને જ સમર્થન કરતાં કહે છે, અર્થાતુ ગાથા ૧૦૮૬માં કહ્યું કે જો આત્મા એકાંતે નિત્ય હોય તો દુઃખના ઉચ્છદ માટે જીવ શા માટે પ્રવર્તે? અને ગાથા ૧૦૮૭માં કહ્યું કે જો આત્મા એકાંતે અનિત્ય હોય તોપણ દુઃખના ઉચ્છદ માટે જીવ શા માટે પ્રવર્તે? એનું જ સમર્થન કરવા માટે જગતના સર્વ પદાર્થો નિત્યઅનિત્ય માનીએ તો અનુભવને અનુરૂપ વસ્તુ સંગત થાય, અન્યથા નહીં; એ બતાવતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
ण विसिट्ठकज्जभावो अणईअविसिट्ठकारणत्ताओ ।
एगंतऽभेअपक्खे निअमा तह भेअपक्खे अ ॥१०८८॥ અન્વયાર્થ :
piાંતડમેપ એકાંતથી અભેદપક્ષમાં મારું વિસટ્ટારVITIો અનતીત વિશિષ્ટ કારણપણું હોવાથી નિગમ-નિયમથી વિસિટ્ટનમાવો =વિશિષ્ટ કાર્યનો ભાવ નથી, તદ મ=અને તે રીતે મેપર્વે (એકાંતથી) ભેદપક્ષમાં (નિયમથી વિશિષ્ટ કાર્યનો ભાવ નથી.),
ગાથાર્થ :
એકાંત અભેદપક્ષમાં અનતીત વિશિષ્ટ કારણપણું હોવાથી નિરમા વિશિષ્ટ કાર્યનો ભાવ નથી, અને તે રીતે એકાંત ભેદપક્ષમાં પણ નિરમા વિશિષ્ટ કાર્યનો ભાવ નથી.
ટીકા :
न विशिष्टकार्यभावोन घटादिकार्योत्पादो न्याय्यः, अनतीतविशिष्टकारणत्वात् अनतिक्रान्तनियतकारणत्वादित्यर्थः, एकान्ताभेदपक्षे कार्यकारणयोर्नित्यत्वपक्ष इत्यर्थः नियमाद्-अवश्यमेव नेति, तथा भेदपक्षे च कार्यकारणयोरेकान्तानित्यत्वपक्ष इत्यर्थः नियमाद्-अवश्यमेव नेति गाथार्थः ॥१०८८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org