________________
૨૨૪
અનુયોગગણાનુજ્ઞાવક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૮૬-૧૦૮૦
ગાથાર્થ :
નિત્ય પણ એક સ્વભાવવાળો આ જીવ સ્વભાવભૂત એવું દુઃખ હોતે છતે તે દુઃખના ઉચ્છેદનો અસંભવ હોવાને કારણે સ્વભાવભૂત એવા દુઃખના ઉચ્છેદ માટે કેમ પ્રવર્તે? ટીકા :
नित्योऽप्येकस्वभावः स्थिरतया, स्वभावभूते-आत्मभूते कथं न्वसौ नित्यः सन् दुःखे, किमित्याहतस्य दुःखस्योच्छेदनिमित्तं विनाशाय असम्भवाद्धेतोः प्रवर्तेत, कथं नैवेति गाथार्थः ॥१०८६॥ ટીકાર્થ :
સ્થિતથા નિત્ય: પિસ્વભાવ: સ્થિરપણું હોવાથી નિત્ય પણ એક સ્વભાવવાળો સ્વભાવમૂતે મા-મૂતે दुःखे असम्भवाद् हेतोः तस्य उच्छेदनिमित्तं दुःखस्य विनाशाय नित्यः सन् असौ कथं नु प्रवर्तेत ? વાર્થ-નૈવ, સ્વભાવભૂત=આત્મભૂત, એવું દુઃખહોતે છતે, અસંભવ રૂપ હેતુથી તેના ઉચ્છેદના નિમિત્તે દુઃખના વિનાશ માટે, નિત્ય છતો આ=જીવ, કેમ પ્રવર્તે? કઈ રીતે ન જ પ્રવર્તે. તિ પાથર્થ: એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
આત્માને નિત્ય-અનિત્યાદિ અનેક ધર્મવાળો માનવામાં ન આવે, પરંતુ સ્થિર એક સ્વભાવવાળો નિત્ય માનવામાં આવે, તો સંસારી આત્માને અનુભવાતું દુઃખ, નિત્ય એવા આત્માનું સ્વરૂપ છે એમ માનવું પડે; અને એમ માનીએ તો એકાંતે નિત્ય એવા આત્મામાં કોઈ પરિવર્તન નહીં થઈ શકવાથી તે દુ:ખનો પ્રયત્નથી પણ ઉચ્છેદ થાય નહીં. તેથી સંસારી જીવો દુ:ખનો ઉચ્છેદ કરવા માટે કઈ રીતે પ્રવૃત્તિ કરે ? અને સંસારી જીવો દુ:ખના ઉચ્છેદની પ્રવૃત્તિ કરીને દુઃખથી મુક્ત થાય છે તે વાત અનુભવથી સિદ્ધ છે. તેથી અનુભવ પ્રમાણે જીવને થતું દુ:ખ, અને જીવ દ્વારા કરાતો દુઃખનો ઉચ્છેદ, સ્વીકારવો હોય તો, આત્માને એકાંતે સ્થિર એક સ્વભાવવાળો નિત્ય માની શકાય નહીં. આથી આત્મામાં વર્તતા સુખાદિ પરિણામોને આશ્રયીને આત્માને અનિત્ય માનીએ તો જ અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ સંગત થાય, અન્યથા નહીં; એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૦૮૩ સાથે સંબંધ છે. /૧૦૮૬ો
ગાથા :
एगंतानिच्चो वि अ संभवसमणंतरं अभावाओ ।
परिणामिहेउविरहा असंभवाओ य तस्स त्ति ॥१०८७॥ અન્વયાર્થ :
giાંતનિષ્યો વિ # અને એકાંતથી અનિત્ય પણ (જીવ) સંમવસમuતરંસંભવસમનંતર જીવની ઉત્પત્તિ થયા પછી, માવાનો અભાવ હોવાથી–ઉત્પત્તિની ઉત્તર ક્ષણમાં જીવનો અભાવ હોવાથી, પરિમિદેવરા પારિણામિક હેતુનો વિરહ હોવાને કારણે=ઉત્તર ક્ષણમાં થનારા દુઃખરૂપ કાર્યનો પરિણામી કારણ એવો ઉત્પત્તિક્ષણનો જીવદ્રવ્ય નહીં હોવાને કારણે, અસંમવા ય અને અસંભવ હોવાને કારણે=ઉત્પત્તિક્ષણની બીજી ક્ષણમાં જીવનું અસ્તિત્વ નહીં હોવાથી ઉત્પત્તિક્ષણની બીજી ક્ષણમાં જીવને દુઃખનો અસંભવ હોવાને કારણે, તસ્મ તેના=એકાંતે અનિત્ય એવા દુઃખના, (ઉચ્છેદ માટે કેવી રીતે પ્રવર્તે ?)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org