________________
૨૨૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૫-૧૦૮૬ અસ્તિત્વ સ્વીકારી શકાય નહીં; અને માણવકને સર્વરૂપે સત્ સ્વીકારીએ તો માણવકને પોતાને અનુભવાતા સ્વરૂપવાળા સુખાદિ સંગત ન થાય; કેમ કે માણવક માત્ર પોતાના વ્યક્તિત્વરૂપે જ સત્ નથી, પરંતુ દેવદત્તાધિરૂપે તેમ જ ઘટાધિરૂપે પણ સત્ છે, તેથી માણવક નામનો પુરુષ જેમ ચેતન છે તેમ જડ પણ છે, માટે ઘટાદિ જડરૂપે હોવાથી માણવકને સુખાદિનો અનુભવ થાય નહીં અને દેવદત્તાદિ ચેતનરૂપે પણ હોવાથી માણવકને સર્વ જીવોના મિશ્ર સુખાદિનો અનુભવ થાયપરંતુ અન્ય સર્વ જીવો કરતાં વિલક્ષણ એવો જે પ્રકારના સુખાદિનો અનુભવ પોતાને થવો જોઈએ, તે પ્રકારનો અનુભવ માણવકને થઈ શકે નહીં. અને જો માણવકમાં વસંવેદ્ય એવા વિશિષ્ટ સુખાદિનો અભાવ સ્વીકારીએ તો માણવક વિશિષ્ટ સુખ મેળવવા માટે જે પ્રયત્ન કરે છે તે મહામોહરૂપ માનવો પડે; કેમ કે પોતાનામાં સ્વસંવેદ્ય એવા વિશિષ્ટ સુખનો અસંભવ હોવા છતાં વિશિષ્ટ સુખ મેળવવા માટેની પ્રવૃત્તિ મહામોહ વગર સંભવે નહીં.
આનાથી એ ફલિત થાય કે યોગીઓ પણ પોતાના સંસારનો અંત કરવા અને પૂર્ણ સુખમય મોક્ષને મેળવવા જે યોગસાધનામાં યત્ન કરે છે તે યત્ન પણ મહામોહરૂપ માનવો પડે; કેમ કે પોતાનામાં સંવેદ્ય એવા વિશિષ્ટ સુખનો અસંભવ હોવા છતાં વિશિષ્ટ સુખ મેળવવાનો યત્ન મહામોહ વગર થાય નહીં. આથી આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ સ્વીકારવો ઉચિત છે, અને જે આગમમાં આત્માને સ્વરૂપથી સત અને પરરૂપથી અસત્ બતાવ્યો હોય તે આગમના વચન પ્રમાણે સુખ-બંધાદિ સંગત થાય છે, તેથી તે આગમ તાપશુદ્ધ છે, એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૦૮૩ સાથે સંબંધ છે. I૧૦૮પા અવતરણિકા:
ગાથા ૧૦૮૩માં તાપશુદ્ધ આગમમાં ઉદાહરણ બતાવતાં કહેલ કે જીવને અસરૂપ અને નિત્યઅનિત્યાદિ અનેક ધર્મવાળો સ્વીકારીએ તો જીવ દ્વારા અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ, અને શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધાદિ ઘટે છે, અન્યથા ઘટતા નથી. તેથી ગાથા ૧૦૮૪-૧૦૮૫માં જીવને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ ન સ્વીકારીએ તો સુખ-બંધાદિ કઈ રીતે ઘટતા નથી? તે બતાવ્યું. હવે જીવને એકાંતે નિત્ય અથવા એકાંતે અનિત્ય સ્વીકારીએ તો સુખ-બંધાદિ કઈ રીતે ઘટતા નથી? તે ગાથા ૧૦૮૬-૧૦૮૭માં બતાવે છે –
ગાથા :
निच्चो वेगसहावो सहावभूअम्मि कह णु सो दुक्खे ।
तस्सुच्छेअनिमित्तं असंभवाओ पयट्टिज्जा ? ॥१०८६॥ અન્વચાર્થ :
નિડ્યો વિ હૃાવો તો નિત્ય પણ એક સ્વભાવવાળો આ (જીવ) સદાવભૂમિ ૩ સ્વભાવભૂત એવું દુઃખ હોતે છતે સંમવા અસંભવ હોવાને કારણેસ્વભાવભૂત એવા તે દુઃખના ઉચ્છેદનો અસંભવ હોવાને કારણે, તસુચ્છનિમિત્તે તેના=સ્વભાવભૂત એવા દુઃખના, ઉચ્છેદના નિમિત્તે દyપટ્ટિક્યા?=કેમ પ્રવર્તે ? * “y' વિતર્ક અર્થમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org