________________
૨૧૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૧-૧૦૮૨
વળી, જો આત્માને એકાંતે ક્ષણિક માનીએ, તો બાલ્યાવસ્થાથી યુવાવસ્થાને પામેલા આત્માને ‘હવે હું યુવાન છું' એ પ્રકારનો બંને અવસ્થામાં એક જ “હું પણાનો અનુભવ થાય છે, તે સંગત થાય નહીં. માટે તેઓના મત પ્રમાણે જીવાદિ પદાર્થોનું કથન દષ્ટ સાથે વિરુદ્ધ થાય છે. વળી તેઓના મતમાં મોક્ષપ્રાપ્તિ અર્થે સાધનાનો ઉપાય બતાવાયો છે, તે પણ સંગત થાય નહીં; કેમ કે આત્મા એકાંતે ક્ષણિક હોય તો મોક્ષપ્રાપ્તિ અર્થે સાધના કરવાની જરૂર રહેતી નથી. માટે તેઓના મતમાં બતાવાયેલો મોક્ષપ્રાપ્તિ અર્થે સાધનાનો ઉપાય વ્યર્થ છે. આથી તેઓના મત પ્રમાણે જીવાદિ પદાર્થોનું કથન ઈષ્ટ સાથે પણ વિરુદ્ધ થાય છે.
આમ, અન્ય દર્શનકારોના મતમાં કહેવાયેલ એકાંતનિત્યવાદનાં કે એકાંતક્ષણિકવાદનાં વચનો અનુભવ અને શાસ્ત્રવચન સાથે સંગત નહીં થતાં હોવાથી તેઓનું આગમ તાપશુદ્ધ નથી.
વળી, એકાંતનિત્યવાદી દર્શનો કર્મને આત્માથી ભિન્ન સ્વીકારે છે, છતાં એકાંતે ભિન્ન સ્વીકારે છે. તેથી તેઓના મતે નિરુપચરિત એવા બંધ અને મોક્ષ સિદ્ધ થાય નહીં. તે આ રીતે –
તેઓ સંસારી અવસ્થામાં પણ કેવલ શુદ્ધ આત્મા માને છે અને મુક્ત અવસ્થામાં પણ કેવલ શુદ્ધ આત્મા માને છે; અને છતાં તેઓ મોક્ષ માટે સાધનાનો ઉપદેશ આપે છે, અને સાધના કરવાથી મુક્તિ થાય છે એમ પણ કહે છે. વસ્તુતઃ કર્મપરમાણુઓ સાથે આત્માનો સંબંધ સર્વથા થતો ન હોય તો, “જીવ સંસારમાં કર્મોથી બંધાયેલો છે” એ રૂપ બંધનું કથન બોલવામાત્રરૂપ સિદ્ધ થાય. એ રીતે જો સંસારમાં પણ કેવલ શુદ્ધ આત્મા હોય અને મોક્ષમાં પણ કેવલ શુદ્ધ આત્મા હોય, તો સાધના કરીને જીવ કર્મોથી મુક્ત થાય છે એ રૂપ મોક્ષનું કથન પણ બોલવામાત્રરૂપ સિદ્ધ થાય. આથી જે દર્શનકારો કર્મને આત્માથી એકાંતે ભિન્ન સ્વીકારે છે, તેઓના મત પ્રમાણે જીવ કર્મોથી બંધાયેલો છે એ રૂ૫ બંધ, અને જીવ કર્મોથી મુક્ત થાય છે એ રૂપ મોક્ષ, નિરુપચરિત સિદ્ધ થતા નથી. આથી તેઓનું આગમ તાપશુદ્ધ નથી.
વળી, એકાંતક્ષણિકવાદી દર્શનો કર્મને આત્માથી ભિન્ન સ્વીકારતા નથી, પરંતુ કર્મને વાસનારૂપે સ્વીકારે ‘ છે. તેઓના મતે પણ નિરુપચરિત એવા બંધ અને મોક્ષ સિદ્ધ થાય નહીં. તે આ રીતે –
તેઓ સંસારી અવસ્થામાં રહેલો આત્મા પણ કર્મ સાથેના સંયોગ વગરનો કેવલ શુદ્ધ માને છે, અને મુક્ત અવસ્થામાં પણ કેવલ શુદ્ધ આત્મા માને છે. તેથી તેઓના મતે સંસારી આત્મા અને મુક્ત આત્મામાં કોઈ ભેદ સિદ્ધ થાય નહીં; આમ છતાં તેઓ આત્મામાં જે વાસના સ્વીકારે છે તે જો આત્મા સાથે કર્મનો સંયોગ ન થતો હોય તો સંગત થાય નહીં, અને સર્વથા શુદ્ધ એવા સંસારી આત્મામાં જો વાસનારૂપ કર્મ હોય તો સર્વથા શુદ્ધ એવા મુક્ત આત્મામાં પણ વાસનારૂપ કર્મ સ્વીકારવું પડે. આથી સંસારી આત્મા અને મુક્ત આત્મા વચ્ચે કોઈ વિલક્ષણ અવસ્થાના સ્વીકારને અનુકૂળ એવો પદાર્થ સ્વીકારવો જોઈએ, જે પદાર્થના સંયોગવાળો આત્મા સંસારી છે, અને તેના વિયોગવાળો આત્મા મુક્ત છે એમ કહી શકાય. વસ્તુતઃ કર્મપરમાણુઓ સાથે આત્માનો સંબંધ થતો ન હોય, તો જીવ સંસારમાં કર્મોથી બંધાયેલો છે એ રૂપ બંધનું કથન શબ્દમાત્રરૂપ સિદ્ધ થાય; એ રીતે જો સંસારમાં પણ કેવલ શુદ્ધ આત્મા હોય અને મોક્ષમાં પણ કેવલ શુદ્ધ આત્મા હોય, તો સાધના કરીને જીવ કર્મોથી મુક્ત થાય છે એ રૂપ મોક્ષનું કથન પણ શબ્દમાત્રરૂપ સિદ્ધ થાય. આથી જે દર્શનકારો કર્મને આત્માથી ભિન્ન સ્વીકારતા નથી, તેઓના મત પ્રમાણે પણ જીવ કર્મોથી બંધાયેલો છે એ રૂપ બંધ, અને જીવ કર્મોથી મુક્ત થાય છે એ રૂપ મોક્ષ, નિરુપચરિત સિદ્ધ થતો નથી. આથી તેઓનું આગમ તાપશુદ્ધ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org