________________
૧૯૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૮-૧૦૬૯
વળી, ટીકામાં શ્રુતધર્મનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે “ચારિત્રધર્મની વ્યવસ્થા કરનાર.” તેનાથી એ પ્રાપ્ત થાય કે શ્રતધર્મ માત્ર બોધથી ચરિતાર્થ થતો નથી, પરંતુ કલ્યાણના અનન્ય કારણભૂત એવા ચારિત્રધર્મની કેવા પ્રકારની ઉચિત વ્યવસ્થા છે? તેને બતાવનારો છે. આથી શ્રુતધર્મની જેમ જેમ અધિક અધિક વૃદ્ધિ થાય છે, તેમ તેમ યોગ્ય જીવમાં ચારિત્રધર્મના ઊંચા કંડકોની પણ પ્રાપ્તિ થાય છે. માટે શ્રુતધર્મ ચારિત્રધર્મની નિષ્પત્તિ કરનાર છે, અને આવા પ્રકારના શ્રતધર્મની કષાદિ વડે પરીક્ષા કરવાથી ચારિત્રધર્મની પણ પરીક્ષા થઈ જાય છે. ૧૦૬૮
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે કષાદિથી શ્રતધર્મની પરીક્ષા કરવી જોઈએ. તેથી હવે કષથી શુદ્ધ એવો શ્રુતધર્મ બતાવવા માટે કષનું લક્ષણ બતાવે છે –
ગાથા :
सुहुमो असेसविसओ सावज्जे जत्थ अत्थि पडिसेहो ।
रागाइविउडणसहं झाणाइ अ एस कससुद्धो ॥१०६९॥ અન્વયાર્થ :
નત્ય-જ્યાં=જે મૃતધર્મમાં, સવિષે સાવઘવિષયક જુનો સૂક્ષ્મ, અવિસો અશેષ વિષયવાળો પડિલેહપ્રતિષેધ મલ્થિ છે, જ્ઞાફિ અને ધ્યાનાદિ રા//mવિડ UIÉરાગાદિના વિકુટ્ટનમાં સહ છે=રાગાદિનો નાશ કરવામાં સમર્થ છે, એ (શ્રુતધર્મ) સસુદ્ધો કષશુદ્ધ છે. ગાથાર્થ :
જે શ્રુતધર્મમાં સાવધવિષયક સૂક્ષ્મ અને અશેષ વિષયવાળો પ્રતિષેધ છે, અને ધ્યાનાદિ રાગાદિનો નાશ કરવામાં સમર્થ છે, એ શ્રુતધર્મ કષશુદ્ધ છે. ટીકાઃ
सूक्ष्मो-निपुणोऽशेषविषयः व्याप्त्येत्यर्थः सावधे-सपापे यत्राऽस्ति प्रतिषेधः श्रुतध, तथा रागादिविकुट्टनसह-समर्थं ध्यानादि च, एष कषशुद्धः श्रुतधर्म इति गाथार्थः ॥१०६९॥ ટીકાઈ:
જે શ્રતધર્મમાં સાવધવિષયક સપાપવિષયક=પાપવાળી પ્રવૃત્તિવિષયક, સૂક્ષ્મ=નિપુણ, વ્યાપ્તિથી અશેષ વિષયવાળો પ્રતિષેધ છે, અને રાગાદિના વિકુટ્ટનમાં સહ સમર્થ, એવા ધ્યાનાદિ છે, એ શ્રુતધર્મ કષશુદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
જે શ્રુતધર્મમાં કર્મબંધના કારણભૂત એવી પાડવાની પ્રવૃત્તિનો સૂક્ષ્મ નિષેધ છે, વ્યાપ્તિથી સમગ્ર પાપની પ્રવૃત્તિનો નિષેધ છે અર્થાત્ સંપૂર્ણ પાપપ્રવૃત્તિમાં વ્યાપ્તિથી નિષેધ છે, અને રાગાદિ મોહના પરિણામનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org