________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વારે / ગાથા ૧૦૦૧
ભાવાર્થ :
ગાથા ૧૦૭૦માં કયો શ્રતધર્મ કષશુદ્ધ છે? તે બતાવ્યું. હવે કયો શ્રતધર્મ કષશુદ્ધ નથી? તે બતાવે
ગાથા :
थूलो ण सव्वविसओ सावज्जे जत्थ होइ पडिसेहो ।
रागाइविउडणसहं न य झाणाई वि तयसुद्धो ॥१०७१॥ અન્વચાઈ: - નલ્થ-જ્યાં=જે આગમમાં, સવિન્ને સાવદ્યવિષયક શૂનો સદ્ગવિસોત્રશૂલ (અને) ન સર્વવિષયવાળો અસર્વવિષયવાળો, પડિલેહ-પ્રતિષેધ છે, સારૂં વિય અને ધ્યાનાદિ પણ રાવિડ સદં ર-રાગાદિના વિકુટનમાં સહ નથી=રાગાદિનો નાશ કરવામાં સમર્થ નથી, (તે આગમ) તયસુદ્ધો તેનાથી અશુદ્ધ છે=કષથી અશુદ્ધ છે.
ગાથાર્થ :
જે આગમમાં સાવધવિષયક સ્કૂલ અને અસર્વવિષયવાળો પ્રતિષેધ છે, અને ધ્યાનાદિ પણ રાગાદિનો નાશ કરવામાં સમર્થ નથી, એ આગમ કષથી અશુદ્ધ છે. ટીકા :
स्थूल:=अनिपुणः न सर्वविषयः अव्यापकः सावद्ये वस्तुनि यत्र भवति प्रतिषेधः आगमे, रागादिविकुट्टनसमर्थं न च ध्यानाद्यपि यत्र, स तदशुद्धः कषाशुद्ध इति गाथार्थः ॥१०७१॥ ટીકાર્ય :
જે આગમમાં સાવદ્ય વસ્તુવિષયક સ્કૂલ=અનિપુણ, ન સર્વવિષયવાળો=અવ્યાપક, પ્રતિષેધ હોય, અને જ્યાં=જે આગમમાં, ધ્યાનાદિ પણ રાગાદિના વિકુટ્ટનમાં સમર્થ ન હોય, તે આગમ તેનાથી અશુદ્ધ છે=કષથી અશુદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જે આગમમાં હિંસાદિ પાંચ સાવદ્ય પ્રવૃત્તિઓનો સ્થૂલથી નિષેધ કર્યો હોય પરંતુ અતિ સૂક્ષ્મતાથી નિષેધ ન કર્યો હોય, અને સર્વવિષયક નિષેધ ન કર્યો હોય, તે આગમ કષશુદ્ધ નથી. જેમ કે કોઈ શાસ્ત્ર એકેન્દ્રિયાદિની સૂક્ષ્મ યતના પણ બતાવતું હોય, અને એકેન્દ્રિયાદિની હિંસાનો સર્વવિષયવાળો બાહ્ય નિષેધ પણ બતાવતું હોય; આમ છતાં ક્ષમા આદિ ભાવોમાં યત્નપૂર્વકની એકેન્દ્રિયાદિની સૂક્ષ્મ યતના ન બતાવતું હોય અર્થાત્ હિંસાના બીજભૂત એવા કાષાયિક ભાવોના પરિહારપૂર્વકનો એકેન્દ્રિયાદિની હિંસાનો નિષેધ ન બતાવતું હોય, તો તે શાસ્ત્ર કષશુદ્ધ નથી.
વળી, જે આગમમાં ધ્યાન-અધ્યયનાદિ કરવાની વિધિ બતાવી હોય, પરંતુ તે ધ્યાનાદિની વિધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org