________________
૨૦૪
ગાથા :
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૦૭૫
जह पंचसु समिईसुं तीसु अ गुत्तीसु अप्पमत्तेणं । सव्वं चिअ कायव्वं जइणा सइ काइगाई वि ॥ १०७५ ॥
અન્વયાર્થ :
નઃ-જે પ્રમાણે પંચમુ સમિનું=પાંચ સમિતિઓ વિષયક તીથુ અ ગુન્નીસુ=અને ત્રણ ગુપ્તિઓ વિષયક સ-સદા અપ્પમત્તેનું નફા=અપ્રમત્ત એવા યતિએ સર્વાં ચિત્ર-સર્વ જ જાયવ્યં કરવું જોઈએ, જાગારૂં વિ-કાયિકાદિ પણ (અપ્રમત્ત થઈને કરવું જોઈએ.)
ગાથાર્થ
જે પ્રમાણે પાંચ સમિતિઓ વિષયક અને ત્રણ ગુપ્તિઓ વિષયક સદા અપ્રમત્ત એવા સાધુએ સર્વ જ કરવું જોઈએ, માથું આદિ પણ સદા અપ્રમત્ત થઈને કરવું જોઈએ.
ટીકા :
यथा पञ्चसु समितिषु - ईर्यासमित्यादिरूपासु तिसृषु च गुप्तिषु मनोगुप्त्यादिषु अप्रमत्तेन सता सर्वमेवाऽनुष्ठानं कर्त्तव्यं यतिना = साधुना सदा, कायिकाद्यपि, आस्तां तावदन्यदिति गाथार्थः ॥१०७५॥ ટીકાર્ય
જે પ્રમાણે ઈર્યાસમિતિ આદિરૂપ પાંચ સમિતિઓ વિષયક, અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓ વિષયક, સદા અપ્રમત્ત છતા યતિએ=સાધુએ, સર્વ જ અનુષ્ઠાન કરવું જોઈએ, અન્ય તો દૂર રહો કાયિકાદિ પણ, અર્થાત્ સાધુએ બીજાં અનુષ્ઠાન તો સમિતિ-ગુપ્તિવિષયક સદા અપ્રમાદભાવથી કરવાં જોઈએ, પરંતુ મારું આદિ પણ અનુષ્ઠાન સમિતિ-ગુપ્તિવિષયક સદા અપ્રમાદભાવથી કરવાં જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
સાધુએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં સદા અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમની સર્વ ક્રિયાઓ કરવી જોઈએ, અને માત્ર આદિ નાનાં અનુષ્ઠાન પણ સમિતિ-ગુપ્તિમાં અપ્રમાદભાવની વૃદ્ધિ થાય તે રીતે કરવાં જોઈએ, તો અન્ય સર્વ અનુષ્ઠાનોનું તો પૂછવું જ શું ? આ પ્રમાણે જે આગમમાં કહેવાયું હોય તે આગમનાં અનુષ્ઠાનો વિધિ-નિષેધનાં પોષક હોવાથી તે આગમ છેદશુદ્ધ છે.
Jain Education International
આનાથી એ ફલિત થાય કે ભગવાનના આગમમાં ‘આ અનુષ્ઠાન કરવું જ જોઈએ' એવી એકાંતે વિધિ પણ નથી કે ‘આ અનુષ્ઠાન ન જ કરવું જોઈએ', એવો એકાંતે પ્રતિષેધ પણ નથી; પરંતુ જીવને નિર્લેપ થવામાં અનન્ય કારણીભૂત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરિણામની વૃદ્ધિ થાય તે રીતે સર્વ અનુષ્ઠાનો કરવાની વિધિ છે, અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરિણામની હાનિ થાય તે રીતે સર્વ અનુષ્ઠાનો કરવાનો નિષેધ છે. તેથી ભગવાનના આગમના આવા પ્રકારના વિધાનથી અને પ્રતિષેધથી કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધની પુષ્ટિ થાય છે. તે આ રીતે
-
For Personal & Private Use Only
www.jainelibrary.org