________________
૨૦૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૩-૧૦૭૪
ગાથાર્થ:
વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં સદા અપ્રમત્તતાથી ધાર્મિકની જે વૃત્તિ છે, એ બાહ્ય અનુષ્ઠાન છેદપરીક્ષામાં અધિકૃત છે.
એ બાહ્ય અનુષ્ઠાનથી વિધિ અને નિષેધ એ બંને પણ બાધ પામતા નથી અને નિયમથી વધે છે, આ વચનથી શુદ્ધ એવું જે આગમ હોય તે છેદથી શુદ્ધ છે.
ટીકા :
सदाऽप्रमत्ततया हेतुभूतया संयमयोगेषु कुशलव्यापारेषु विविधभेदेषु = अनेकप्रकारेषु या धार्मिकस्य = સાધો: વૃત્તિ-વર્તના, તદ્વાશ્ચમનુષ્ઠાનમિાધિવૃતમિતિ ગાથાર્થ: શ્૦૭રૂ/
=
एतेन अनुष्ठानेन न बाध्यते सम्भवति च = वृद्धिं याति तद् द्वितयमपि विधिप्रतिषेधरूपं नियमेन, एतद्वचनेन यथोदितानुष्ठानोक्त्या शुद्धो य आगमः, स छेदेन शुद्ध इति गाथार्थः ॥ १०७४॥
ટીકાર્ય
વિવિધ ભેદવાળા સંયમના યોગોમાં=અનેક પ્રકારવાળા કુશલના વ્યાપારોમાં, સદા હેતુભૂત એવી અપ્રમત્તતાથી ધાર્મિકની=સાધુની, જે વૃત્તિ છે=વર્તના છે, એ બાહ્ય અનુષ્ઠાન અહીં અધિકૃત છે=છેદશુદ્ધ આગમની વિચારણામાં ગ્રહણ કરાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
આ અનુષ્ઠાનથી=પૂર્વગાથામાં વર્ણન કર્યું એ અનુષ્ઠાનથી, વિધિ-પ્રતિષધરૂપ તે દ્વિતય પણ બાધ પામતા નથી અને નિયમથી સંભવે છે=વૃદ્ધિને પામે છે. આ વચનથી=યથોદિત એવા અનુષ્ઠાનની ઉક્તિથી=જે પ્રમાણે ઉપરમાં કહેવાયું તે પ્રકારના અનુષ્ઠાનને કહેવાથી, શુદ્ધ એવું જે આગમ હોય, તે છેદથી શુદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
સંયમવૃદ્ધિના ઉપાયભૂત એવા અનેક પ્રકારના કુશલ વ્યાપારોમાં સાધુએ સદા યત્ન કરવાનો હોય છે, જે બાહ્ય અનુષ્ઠાનરૂપ છે; અને તે બાહ્ય અનુષ્ઠાનો કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધનો બાધ ન કરતાં હોય, અને તે વિધિ-નિષેધની નક્કી વૃદ્ધિ કરતાં હોય, તો તેવાં અનુષ્ઠાનો બતાવનાર આગમ છેદશુદ્ધ છે.
આનાથી એ ફલિત થાય કે જે આગમમાં કર્મબંધના કારણીભૂત એવા હિંસાદિ ભાવોનો નિષેધ કર્યો હોય, અને રાગાદિનો ઉચ્છેદ કરવામાં સમર્થ બને એવાં ધ્યાન-અધ્યયનાદિનું વિધાન કર્યું હોય, તે આગમ કષશુદ્ધ છે; અને તે વિધિ અને નિષેધની પુષ્ટિ કરે એવી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ જે આગમમાં બતાવી હોય તે આગમ છેદશુદ્ધ છે.
Jain Education International
જેમ કે શાસ્ત્રમાં સાધુને રાગાદિના પ્રતિપક્ષના ભાવન અર્થે ધ્યાનાદિમાં યત્ન કરવાની વિધિ બતાવી છે, તેમ ચિત્તના પ્રતિબંધરૂપ ભાવહિંસાના પરિહાર અર્થે નવકલ્પી વિહાર કરવાની પણ વિધિ બતાવી છે; આમ છતાં રત્નત્રયીની વૃદ્ધિનું વિશેષ કારણ હોય તો અપવાદથી એક સ્થાને સ્થિરવાસ કરવાની પણ ભગવાનની અનુજ્ઞા છે, જે આપવાદિક અનુજ્ઞા નવકલ્પી વિહાર કરવાની વિધિનો બાધ કરતી નથી, પરંતુ નવકલ્પી વિહાર કરવાના પ્રયોજનને પુષ્ટ કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org