________________
૨૦૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૨ વળી, બૌદ્ધદર્શનીઓ કહે છે કે જીવ વિદ્યમાન હોય, “આ જીવ છે એવું જ્ઞાન હોય, મારવાને અનુકૂળ ઘાતકચિત્ત હોય, મારવાની ક્રિયા થતી હોય, અને જીવના પ્રાણનો નાશ થાય, તો જ હિંસા થાય છે; પરંતુ મારવાનો પ્રયત્ન કરવા છતાં જીવના પ્રાણનો નાશ ન થાય, તો હિંસા થતી નથી. આ પ્રકારની તેઓની ભૂલદષ્ટિ છે, જયારે સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો ઘાતકચિત્ત હોય તો પ્રાણઘાતનો પ્રયત્ન ન કર્યો હોય તોપણ હિંસા થાય છે; પ્રાણઘાતનો પ્રયત્ન કર્યો હોય અને પ્રાણનો ઘાત ન થયો હોય તોપણ હિંસા થાય છે; કેમ કે હિંસાકૃત કર્મબંધ જીવના અધ્યવસાયથી થાય છે, અને ઘાતકચિત્ત હોય તો અધ્યવસાય છે, તેથી અવશ્ય હિંસાનું ફળ મળે છે. આથી જીવને મારવાનો સાક્ષાત્ વિચાર ન કર્યો હોય, તોપણ અયતનાપૂર્વક ચાલનારા કે અયતનાપૂર્વક પ્રવૃત્તિ કરનારા સાધુ દ્વારા હિંસા થાય છે, એમ જૈનદર્શન સ્વીકારે છે; એટલું જ નહીં પરંતુ ષકાયનું પાલન કરનારા સાધુ પણ હિંસાના બીજભૂત એવા ક્ષમાદિ ભાવોમાં યત્ન ન કરતા હોય તો તે સાધુ હિંસા કરે છે એમ જૈનદર્શન સ્વીકારે છે. માટે જૈનશાસનમાં બતાવેલ હિંસાનો નિષેધ સૂક્ષ્મ છે; કેમ કે જૈનદર્શન સૂક્ષ્મમાં સૂક્ષ્મ એકેન્દ્રિયાદિની હિંસાનો પણ પરિહાર કરવાનું કહે છે. તેમ જ જૈનશાસનમાં બતાવેલ હિંસાનો નિષેધ સર્વવિષયક છે; કેમ કે જૈનદર્શન હિંસાના બીજભૂત એવા કાપાયિક ભાવોનો ઉચ્છેદ કરવા દ્વારા ક્ષમાદિ ભાવોમાં યત્ન કરવાનું પણ કહે છે. તેથી હિંસાના પરિવાર માટે સાધુમાં અપ્રમાદભાવ ન વર્તતો હોય તો અવશ્ય હિંસા થાય છે, એમ જૈનદર્શન માને છે. આ રીતે જૈનોનું આગમ કષશુદ્ધ છે, બૌદ્ધદર્શન સ્કૂલ અને અપૂર્ણ હિંસાનો નિષેધ કરનાર હોવાથી પાંચ કારણો ભેગા હોય તો જ હિંસા માને છે, અને પાંચમાંથી એકાદ કારણ ન હોય તોપણ હિંસા થતી નથી, એમ માને છે. માટે તેઓનું આગમ કષશુદ્ધ નથી. વળી, બૌદ્ધદર્શનવાળા કહે છે કે ગાડાં જેટલા હાડકાં વગરના જીવોની હિંસા થાય, ત્યારે એક જીવની હિંસા થાય છે. આ પણ તેઓની ભૂલદષ્ટિ છે; કેમ કે એક પણ જીવની હિંસા એ હિંસા જ છે, અને ચિત્તમાં ક્રૂરતાનો અધ્યવસાય જેટલો અધિક હોય તેટલો કર્મબંધ પણ અધિક થાય. - બંને દર્શનોનાં શાસ્ત્રોમાં બતાવાયેલું આ પ્રકારનું હિંસાનું સ્વરૂપ જોતાં હિંસાનો નિષેધ કરનારા જૈનદર્શનનો સાવદ્યવિષયક પ્રતિષેધ નિપુણતાવાળો છે; અને બૌદ્ધદર્શનનો સાવદ્યવિષયક પ્રતિષેધ અનિપુણતાવાળો છે. આથી જૈનદર્શનનું આગમ કષશુદ્ધ છે અને બૌદ્ધદર્શનનું આગમ કષઅશુદ્ધ છે.
વળી, કેટલાંક દર્શનો મૃષાવાદના વિષયમાં કહે છે કે વાસ્તવિક પદાર્થથી વિપરીત કહેવામાં મૃષાવાદ થાય છે, પરંતુ પાપની શુદ્ધિ માટે પોતાનામાં ન હોય તેવા દોષો કહેવામાં મૃષાવાદ થતો નથી. જેમ કે કોઈ વ્યક્તિએ કોઈનો ઘાત ન કર્યો હોય છતાં તે બોલે કે “હું ઘાતક છું, કૂર છું,” તો તે વ્યક્તિનું તે વચન મૃષાવાદરૂપ નથી, કેમ કે તેના વચનમાં બાહ્ય કોઈ પદાર્થનું વિપરીત કથન નથી. આવા પ્રકારનું મૃષાવાદનું સ્વરૂપ સ્થૂલથી રમ્ય લાગે, પરંતુ વસ્તુતઃ પોતાનામાં ન હોય તેવા દોષો બોલવા એ પણ અસંબદ્ધ પ્રલાપરૂપ હોવાથી મૃષાવાદરૂપ છે. તેથી આવા પ્રકારનું મૃષાવાદનું વિપરીત સ્વરૂપ બતાવનાર આગમ કષશુદ્ધ નથી.
વળી, કેટલાક ધ્યાનના વિષયમાં કહે છે કે “ૐ'કારનું ધ્યાન કરવું જોઈએ; કેમ કે “3'કાર બ્રહ્મનો વાચક છે, 'મ'કાર વિષ્ણુનો વાચક છે અને “'કાર મહેશ્વરનો વાચક છે. માટે “3%'કારના ધ્યાનથી આ ત્રણેયનું ધ્યાન થાય છે. આ પ્રમાણે ધ્યાનનું વિધાન કરનાર આગમ કષશુદ્ધ નથી; કેમ કે જે ધ્યાન રાગાદિનો નાશ કરવા સમર્થ ન હોય તે ધ્યાને મોક્ષનું કારણ બનતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org