________________
૧૯૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૨ तथा "अनस्थिमतां शकटभरेणैको घात" इति, तथा मृषा विसंवादे वास्तव इति, आह -
મન્તોfપ સ્વજા રોષ:, પપશુદ્ધચર્થરિતાઃ
न मृषायै विसंवादविरहात्तस्य कस्यचित् ॥१॥" इत्यादौ विचारे, तथा ध्याने च ध्यातव्यमकारादि, यथोक्तम् -
“વહારોત્ર વિયા, સવારે વિષ્પગુચ્યતે |
મહેશ્વરી મારતું, ત્રયમેત્ર તત્ત્વતઃ II" इति गाथार्थः ॥१०७२॥ ટીકાર્ય :
જે પ્રમાણે પ્રાણી આદિ પાંચ કારણો વડે હિંસા થાય છે, અને બહુ એકેન્દ્રિયાદિ વડે એક હિંસા થાય છે. તેમાં યથોથી સાક્ષી આપે છે –
“પ્રાણી, પ્રાણીનું જ્ઞાન અને ઘાતકચિત્ત, તર્ગત ચેષ્ટા=પ્રાણીના ઘાતવિષયક પ્રયત્ન, અને પ્રાણોથી વિયોગ; પાંચ કારણો વડે હિંસા પ્રાપ્ત થાય છે.”
તથા અસ્થિવાળાઓના શકટભરથી એક ઘાત થાય છે=હાડકાં વગરના જીવોનું ગાડું ભરવાથી અર્થાતુ એક ગાડાં જેટલા હાડકાં વગરના જીવોને મારવાથી એક જીવનો ઘાત થાય છે. “રૂતિ' બૌદ્ધદર્શન અનુસાર અહિંસાના સ્વરૂપના કથનની સમાપ્તિ માટે છે.
તથા વાસ્તવવાળા વિસંવાદમાં મૃષા થાય છે=વાસ્તવિક વસ્તુનો વિસંવાદ કરવામાં મૃષાવાદ થાય છે. 'તિ' મૃષાવાદના સ્વરૂપના કથનની સમાપ્તિ અર્થે છે. તેમાં માદ થી સાક્ષી આપે છે –
“પાપની શુદ્ધિ અર્થે બોલાયેલા અવિદ્યમાન પણ પોતાના દોષો મૃષા માટે નથી, કેમ કે તે કોઈપણના વિસંવાદનો વિરહ છે–પાપની શુદ્ધિ અર્થે બોલાયેલા એવા તે કોઈપણ વચનનો અન્ય પદાર્થ સાથે વિસંવાદ થતો નથી.”
અને તે રીતે ધ્યાનમાં સકારાદિનું ધ્યાન કરવું જોઈએ. તેમાં યથો થી સાક્ષી આપે છે –
અહીં=ધ્યાનના વિષયમાં, બ્રહ્મ સકાર જાણવો, વિષ્ણુ મકાર, વળી મહેશ્વર નકાર કહેવાય છે. તત્ત્વથી ત્રણ એકત્ર છે–પરમાર્થથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર"ૐકારમાં એક ઠેકાણે છે.” ઇત્યાદિ વિચારમાં વ્યતિરેકથી કષશુદ્ધ એવા આગમનું ઉદાહરણ છે, એમ અવતરણિકા સાથે યોજન છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં કયું આગમ કષથી અશુદ્ધ છે? તે બતાવ્યું. તેમાં હવે ઉદાહરણ આપે છે –
બૌદ્ધદર્શનવાળા કહે છે કે પ્રાણી આદિ પાંચ કારણોથી હિંસા થાય છે, પરંતુ પાંચમાંથી એકાદ કારણ પણ વિદ્યમાન ન હોય અને બાકીનાં ચારે કારણ હોય, તોપણ હિંસા થતી નથી. તેથી એ પ્રાપ્ત થાય કે બૌદ્ધદર્શન પ્રમાણે સાવદ્ય પ્રવૃત્તિનો નિષેધ સર્વવિષયવાળો નથી; કેમ કે બૌદ્ધદર્શનને માન્ય એવાં પાંચ કારણોમાંથી એકાદ કારણ ન હોય તો વાસ્તવમાં કર્મબંધ થતો નથી એમ નથી, પરંતુ કર્મબંધ થાય છે. જેમ પ્રાણી ન હોય પણ ઘાતકચિત્ત હોય તો પણ વાસ્તવમાં કર્મબંધ થાય છે; જ્યારે બૌદ્ધદર્શન પ્રાણી ન હોય પણ માત્ર ઘાતકચિત્ત હોય તો હિંસા થતી નથી એમ માને છે. તેથી બૌદ્ધદર્શન પ્રમાણે સાવદ્યવિષયક નિષેધ સર્વવિષયવાળો પ્રાપ્ત થતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org