________________
૧૯૮
રાગાદિના ઉચ્છેદમાં સમર્થ બને તે રીતે બતાવી ન હોય, તો તે આગમ કષશુદ્ધ નથી.
આનાથી એ ફલિત થાય કે કોઈ શાસ્ત્રમાં એકેન્દ્રિયાદિવિષયક હિંસાનો સૂક્ષ્મ નિષેધ ન કર્યો હોય, અને કદાચ સૂક્ષ્મ નિષેધ કર્યો હોય તોપણ સર્વથા નિષેધ ન કર્યો, માત્ર હિંસાનો બાહ્ય નિષેધ કર્યો હોય, જેના કારણે ક્ષમા આદિ ભાવોની વૃદ્ધિ થતી ન હોય, તો તે શાસ્ત્રના વચનથી હિંસાનો પૂર્ણ નિષેધ નહીં થતો હોવાથી તે શાસ્ત્ર કષશુદ્ધ નથી.
વળી, કોઈ શાસ્ત્રમાં આત્મિક ગુણોના ઉલ્લસન માટે ધ્યાનાદિ ક્રિયાનું વિધાન કર્યું હોય, પરંતુ તે ધ્યાનઅધ્યયનાદિ ક્રિયાનું વિધાન તે પ્રકારે ન કર્યું હોય કે જેનાથી રાગાદિનો ઉચ્છેદ થાય, તો તે શાસ્ત્રનું વિધિવચન શુદ્ધ નહીં હોવાથી તે શાસ્ત્ર કષશુદ્ધ નથી. ૧૦૭૧
અવતરણિકા :
अत्रैवोदाहरणमाह
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૧-૧૦૭૨
અવતરણિકાર્ય
અહીં જ=વ્યતિરેકથી કશુદ્ધ આગમમાં જ, ઉદાહરણને કહે છે –
ગાથા :
અન્વયાર્થ:
Jain Education International
जह पंचहिं बहुएहि च एगा हिंसा मुसं विसंवाए । इच्चाओ झाणम्मि अ झाएअव्वं अगाराई ॥ १०७२॥
રૂથ્થાઓ-ઇત્યાદિમાં=પ્રસ્તુત ગાથાની ટીકામાં ‘થોત્તે'થી જે ઉદ્ધરણો આપ્યાં છે એ વગેરેની વિચારણામાં, નદ્દ–જે પ્રમાણે પંચહ્નિ=પાંચ કારણો વડે (હિંસા) થાય છે, વહુત્તિ ==અને બહુ એકેન્દ્રિયાદિ વડે IT હિંસા-એક હિંસા થાય છે, વિસંવાદ્ મુસઁ-વિસંવાદમાં મૃષા થાય છે, જ્ઞાળમ્મિ સ્ર=અને ધ્યાનમાં અIIÍ= ‘અ’કારાદિનું જ્ઞાસ્રવ્યું ધ્યાન કરવું જોઈએ. (એ પ્રકારનું કથન કષથી અશુદ્ધ આગમનું ઉદાહરણ છે.)
ગાથાર્થ
ટીકામાં ‘યથોñ’થી જે ઉદ્ધરણો આપ્યાં છે, એ વગેરેની વિચારણામાં, જે પ્રમાણે પાંચ કારણો વડે હિંસા થાય છે, અને ઘણા એકેન્દ્રિયાદિને મારવાથી એક હિંસા થાય છે, વિસંવાદમાં મૃષાવાદ થાય છે, અને ધ્યાનમાં ‘ૐ’કારાદિનું ધ્યાન કરવું જોઈએ, એ કથન કપથી અશુદ્ધ આગમનું ઉદાહરણ છે. ટીકા :
यथा पञ्चभिः कारणैः- प्राण्यादिभिः बहुभिश्च एकेन्द्रियादिभिरेका हिंसा, यथोक्तं
"प्राणी प्राणिज्ञानं घातकचित्तं च तद्गता चेष्टा । प्राणैश्च विप्रयोगः पञ्चभिरापद्यते हिंसा ॥१॥"
For Personal & Private Use Only
-
www.jainelibrary.org