________________
૧૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા” દ્વાર / ગાથા ૧૦૦૦-૧૦૦૧ ક્ષમા આદિ ભાવો ન વર્તતા હોય તે વખતે બાહ્ય રીતે પરપીડાના પરિહાર અર્થે સાધુ સૂક્ષ્મ યતના કરતા હોય તોપણ તે સાધુમાં પરપીડાને અનુકૂળ કષાયની પરિણતિ વર્તે છે; કેમ કે કાષાયિક ભાવો પરપીડાના બીજ છે. આથી પરપીડાના પરિવારના અર્થી સાધુએ જેમ બાહ્ય રીતે સૂક્ષ્મ યતના કરવી જોઈએ, તેમ અંતરંગ રીતે પરપીડાના બીજભૂત કાષાયિક ભાવોના અપ્રવર્તનમાં પણ યત્ન કરવો જોઈએ. તેથી પરપીડાના પરિવાર માટે ક્ષમા આદિ ભાવપૂર્વક બાહ્ય ઉચિત જયણા કરનારા સાધુથી જ સાવદ્ય પ્રવૃત્તિનો સૂક્ષ્મ અને સંપૂર્ણ વિષયવાળો પરિહાર થાય છે.
વળી, “સદા વિધિપૂર્વક રાગાદિ વિપક્ષનાલનું યથોચિત ધ્યાન કરવું જોઈએ.એ કથનમાં યથોચિત’ શબ્દનું તાત્પર્ય એ છે કે પોતાની ભૂમિકાનો વિચાર કરીને ઉપરની ભૂમિકાને પ્રાપ્ત કરવામાં જે રાગાદિ બાધક બનતા હોય તે રાગાદિના વિરુદ્ધ ભાવોના સમૂહનું ચિંતવન કરવું જોઈએ, પરંતુ જો પોતાની ભૂમિકાનો વિચાર કર્યા વગર અત્યંત ઉપરની ભૂમિકાની પ્રાપ્તિના બાધક એવા રાગાદિના વિરુદ્ધ ભાવોનું ચિંતવન કરવામાં આવે તો ફળ પ્રાપ્ત થાય નહીં.
જેમ કે દેશવિરતિ પાળવા માટે પણ અસમર્થ શ્રાવક જિનકલ્પ વગેરેના ભાવોની નિષ્પત્તિમાં બાધક બનનારા રાગાદિના વિપક્ષ ભાવોનું ચિંતવન કરે તો તે ચિંતવન ફળપ્રાપ્તિનું કારણ બનતું નથી, પરંતુ દેશવિરતિની નિષ્પત્તિમાં બાધક બનનારા રાગાદિના ઉચ્છેદને અનુકૂળ એવાં ઉચિત અનુષ્ઠાનો કરીને રાગાદિના વિપક્ષ ભાવો કરવા પ્રયત્ન કરે તો તે ભાવો ફળપ્રાપ્તિનું કારણ બની શકે. માટે પોતાની ભૂમિકાના ઔચિત્યથી રાગાદિના વિપરીત ભાવોના કારણભૂત અનુષ્ઠાનોમાં કલ્યાણના અર્થી જીવે યત્ન કરવો જોઈએ.
વળી, આ યત્ન પણ માત્ર અનુષ્ઠાનોના સેવનથી થતો નથી, પરંતુ જિનવચન અનુસાર વિધિપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરવાથી થાય છે, અને તે પ્રવૃત્તિ પણ ક્યારેક કરવાથી ફળ નિષ્પન્ન થતું નથી, પરંતુ હંમેશાં કરવાથી ફળ નિષ્પન્ન થાય છે.
આથી એ ફલિત થયું કે દેશવિરતિના બાધક એવા રાગાદિના ઉચ્છેદનું કારણ બને એવાં ઉચિત અનુષ્ઠાનો વિધિપૂર્વક સદા સેવવાથી રાગાદિનો ઉચ્છેદ થાય છે. આથી ગુણસ્થાનકની પ્રવૃત્તિમાં વિધિપૂર્વક યત્ન કરનાર શ્રાવક જેમ ધર્મનાં અનુષ્ઠાનો કરતી વખતે રાગાદિના વિપક્ષ ભાવો પેદા થાય તે રીતે યત્ન કરે, તેમ સંસારની પ્રવૃત્તિઓ કરતી વખતે પણ રાગાદિના પરિવારમાં અત્યંત સાવધાનતાપૂર્વક યત્ન કરે, એ સર્વ રાગાદિના ઉચ્છેદના ચિંતનસ્વરૂપ છે.
આમ, જે શાસ્ત્રમાં મન-વચન-કાયા વડે પરપીડા કરવાનો દઢ નિષેધ કર્યો હોય, અને રાગાદિના વિપક્ષ ભાવોનું સદા અને યથોચિત ધ્યાન કરવાનું વિધાન કર્યું હોય, તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ છે. ll૧૦૭૦ના
અવતરણિકા :
व्यतिरेकतः कषशुद्धमाह -
અવતરણિકાર્ય :
વ્યતિરેકથી કષશુદ્ધ એવા આગમને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org