________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૦
૧૯૫
ગાથાર્થ :
જે પ્રમાણે મન-વચન-કાયા વડે પરની પીડા અત્યંત ન કરવી જોઈએ, અને હંમેશાં રાગાદિના વિપક્ષ એવા પદાર્થનું જ ચિંતવન કરવું જોઈએ અર્થાત્ તેવા પદાર્થને બતાવનારા શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ અને તેના અર્થથી આત્માને ભાવિત કરવો જોઈએ.
ટીકા : ___ यथा मनोवाक्कायैः करणभूतैः परस्य पीडा दृढं न कर्त्तव्या क्षान्त्यादिभेदेन, तथा ध्यातव्यं च सदा विधिना रागादिविपक्षजालं तु यथोचितमिति गाथार्थः ॥१०७०॥ ટીકાર્ય :
જે પ્રમાણે કરણભૂત એવા મન-વચન-કાયા વડે પરની પીડા ક્ષાંતિ આદિના ભેદથી ક્ષમાદિના પરિણામથી, દઢ=અત્યંત, ન કરવી જોઈએ અને તે રીતે સદા વિધિ વડે રાગાદિના વિપક્ષનાલનું જ યથોચિત ધ્યાન કરવું જોઈએ=રાગાદિથી વિપરીત ભાવોના સમૂહનું ઔચિત્યપૂર્વક ધ્યાન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કષશુદ્ધ કૃતધર્મનું લક્ષણ બતાવતાં પ્રથમ નિષેધ બતાવ્યો, કે જે શાસ્ત્રમાં સાવદ્યવિષયક સૂક્ષ્મ અને સંપૂર્ણ નિષેધ હોય તે શાસ્ત્ર કષશુદ્ધ છે. તેમાં હવે દષ્ટાંત બતાવે છે –
જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે કે પરપીડાના કરણભૂત એવાં મન-વચન-કાયા દ્વારા અન્ય જીવોની પીડાનું અત્યંત વર્જન કરવું જોઈએ, અને તે અત્યંત વર્જન ક્ષાંતિ આદિના ભેદથી કરવું જોઈએ, અર્થાત્ જે સાધુ ક્ષમા વગેરે દશ પ્રકારના શ્રમણધર્મમાં અત્યંત અપ્રમાદથી યત્ન કરતા હોય, તે સાધુ અન્ય જીવોની પીડાનું અત્યંત વર્જન કરી શકે છે, અન્ય નહીં. અને આવા પ્રકારનો સાવદ્ય પ્રવૃત્તિનો નિષેધ જે શાસ્ત્રમાં કર્યો હોય તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ છે; તેમ જ તેવા શાસ્ત્રના વચનથી થયેલો યથાર્થ બોધ કષશુદ્ધ શ્રુતજ્ઞાન છે.
વળી, પૂર્વગાથામાં કષશુદ્ધ શ્રતધર્મનું લક્ષણ બતાવતાં વિધિ બતાવી, કે જે શાસ્ત્રમાં રાગાદિના નાશમાં સમર્થ એવા ધ્યાનાદિનું વિધાન હોય તે શાસ્ત્ર કષશુદ્ધ છે. તેમાં હવે દષ્ટાંત બતાવે છે –
જે શાસ્ત્રમાં એવું કહ્યું હોય કે હંમેશાં વિધિપૂર્વક રાગાદિના વિપક્ષના સમૂહને બતાવનારાં શાસ્ત્રવચનોનું યથોચિત ચિંતવન કરવું જોઈએ, તે શાસ્ત્ર કષશુદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ શાસ્ત્રમાં વિધિપૂર્વક ધ્યાનાદિ કરવાનું વિધાન હોય, પરંતુ તે ધ્યાનાદિ રાગાદિના ઉચ્છેદનું કારણ બને તે રીતે ન બતાવ્યાં હોય, તો તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ નથી. અને જે શાસ્ત્રમાં કહ્યું હોય કે હંમેશાં રાગાદિનો ઉચ્છેદ થાય તે રીતે વિધિપૂર્વક ધ્યાનાદિ ઉચિત અનુષ્ઠાન સેવવાં જોઈએ, તો તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ છે; કેમ કે આવા શાસ્ત્રમાં બતાવેલ વિધિવાક્ય અનુસાર પ્રવૃત્તિ કરવામાં આવે, તો જીવમાં અવશ્ય મોહના પરિણામો ઘટે છે, જેથી ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થાય છે. માટે આવા પ્રકારના વિધિ અને નિષેધવાળો મૃતધર્મ કષશુદ્ધ છે.
અહીં વિશેષ એ છે કે પરપીડા અત્યંત ન કરવી જોઈએ એ કથનથી જીવરક્ષાની સૂક્ષ્મ યતના પ્રાપ્ત થાય; પરંતુ શાંતિ આદિના ભેદથી પરપીડા અત્યંત કરવી ન જોઈએ, એ કથનથી એ પ્રાપ્ત થાય કે સાધુમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org