________________
૧૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૮ ધર્મ અવશ્ય ફળમાં વિસંવાદી છે, ધર્મમાં ઠગાયેલો જીવ સર્વ કલ્યાણોમાં ઠગાય છે અને ધર્મમાં નહીં ઠગાયેલો જીવ સર્વ કલ્યાણોમાં ઠગાતો નથી, તે કારણથી, ચારિત્રધર્મની વ્યવસ્થાને કરનારા મૃતધર્મની કષાદિ વડે કષછેદ અને તાપ વડે, પરીક્ષા=વિચારણા, કર્તવ્ય થાય છે.
ક્રિમિન્યત્રીદ - કયા કારણથી? અર્થાત્ શ્રતધર્મની અને ચારિત્રધર્મની પરીક્ષા કરવી જોઈએ એમ ન કહેતાં મૃતધર્મની પરીક્ષા કરવી જોઈએ, એમ કયા કારણથી કહ્યું? એમાં કહે છે –
તત: ત્વી, પ્રાયઃ=બહુલપણાથી, તેનાથી શ્રુતધર્મથી, ચારિત્રધર્મ થાય છે, એથી કરીને કષાદિ વડે મૃતધર્મની પરીક્ષા કરવી જોઈએ, એમ કહેલ છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રુતધર્મથી ચારિત્રધર્મ થાય છે, તો પણ કલ્યાણનું કારણ તો ધૃતરૂપ અને ચારિત્રરૂપ ઉભય ધર્મ છે. તેથી જેમ કષાદિ વડે શ્રતધર્મની પરીક્ષા કરવી જોઈએ તેમ ચારિત્રધર્મની પણ પરીક્ષા કરવી જોઈએ. એથી કહે છે – ત થા તે પરીક્ષિત હોતે છતે=ભૃતધર્મ કષાદિ વડે પરીક્ષા કરાયેલ હોતે છતે, તે પરીક્ષિત જ થાય છે=ચારિત્રધર્મ પરીક્ષા કરાયેલ જ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૨૫માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જે ધર્મ કષાદિ ત્રણેય વડે પરિશુદ્ધ ન હોય અથવા તો કષાદિ ત્રણમાંથી કોઈપણ એકમાં સારી રીતે ઘટતો ન હોય, તેવો ધર્મ નિયમથી પોતાના સાધ્યને સાધતો નથી; અને ગાથા ૧૦૨૬-૧૦૨૭માં કહ્યું કે ધર્મ એ ઉત્તમ પુરુષાર્થ છે, તેથી ધર્મમાં છેતરાયેલો જીવ સર્વ કલ્યાણોમાં છેતરાય છે, અને ધર્મમાં નહીં છેતરાયેલો જીવ સર્વ કલ્યાણોમાં છેતરાતો નથી. તેથી કલ્યાણના અર્થી જીવે શ્રતધર્મ અને ચારિત્રધર્મની સૂક્ષ્મ બુદ્ધિથી પરીક્ષા કરવી જોઈએ.
આમ છતાં પ્રસ્તુત ગાથામાં કષાદિ વડે માત્ર શ્રતધર્મની પરીક્ષા કરવાની કહી. તેથી વિચારકને પ્રશ્ન થાય કે કષાદિ વડે શ્રતધર્મની પરીક્ષા કરવામાં આવે તો સાચો શ્રતધર્મ પ્રાપ્ત થાય, પરંતુ કષાદિ વડે ચારિત્રધર્મની પરીક્ષા કરવામાં ન આવે તો સાચો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય નહીં; અને શ્રતધર્મ શુદ્ધ પ્રાપ્ત થવા છતાં ચારિત્રધર્મ શુદ્ધ પ્રાપ્ત ન થાય તો કલ્યાણ કઈ રીતે થઈ શકે? માટે ખુલાસો કર્યો કે પ્રાયઃ કૃતધર્મથી ચારિત્રધર્મ થાય છે. તેથી શ્રતધર્મ કષાદિ વડે શુદ્ધ પ્રાપ્ત થયો હોય તો ચારિત્રધર્મ પણ શુદ્ધ જ પ્રાપ્ત થાય, અને તે સ્પષ્ટ કરવા માટે ટીકામાં કહ્યું કે શ્રુતધર્મની પરીક્ષા કરાયે છતે ચારિત્રધર્મની પણ પરીક્ષા થઈ જાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કલ્યાણનો અર્થી જીવ કષ-છેદ-તાપ વડે મૃતધર્મની પરીક્ષા કરે, અને તે શુદ્ધ કૃતધર્મથી પ્રાપ્ત થયેલા બોધ પ્રમાણે સમ્યગ્ પ્રવૃત્તિ કરે તો તેને ચારિત્રધર્મ પણ શુદ્ધ પ્રાપ્ત થાય છે. માટે શ્રુતધર્મની પરીક્ષાથી ચારિત્રધર્મની પણ પરીક્ષા થઈ જાય છે.
અહીં ‘પ્રાયઃ' શબ્દથી એ કહેવું છે કે કેટલાક જીવો શ્રતધર્મની કષાદિથી પરીક્ષા કરીને સમ્યમ્ શ્રતધર્મને પ્રાપ્ત કરે છે, પરંતુ તેઓમાં તેવા પ્રકારનું સત્ત્વ ન હોવાથી તેઓ સમ્યગું ચારિત્રધર્મને પ્રાપ્ત કરી શકતા નથી; છતાં કલ્યાણનો અર્થી જીવ શુદ્ધ એવા શ્રુતધર્મને સ્વીકાર્યા પછી પ્રાયઃ કરીને ચારિત્રધર્મને પણ સ્વીકારે છે, એમ જણાવવા માટે કહ્યું કે પ્રાયઃ શ્રતધર્મથી ચારિત્રધર્મ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org