________________
૧૯૦.
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦-૧૦૬૮
ભાવાર્થ :
દ્રવ્યસમ્યક્ત પામ્યા પછી શાસ્ત્રાભ્યાસ કરીને ગીતાર્થ થયેલા મહાત્માઓને ભાવસમ્યક્ત થાય છે, અને તે ભાવસમ્યક્તથી તેઓને તીવ્ર ભાવ થાય છે અર્થાતુ ભાવસભ્યત્વવાળા જીવો પ્રગમાદિ ભાવવાળા હોય છે, તેથી તેઓને સંસારનો અંત કરે એવો તીવ્ર શુભ ભાવ થાય છે, જેનાથી તેઓને પરિશુદ્ધ એવો ચારિત્રનો પરિણામ થાય છે અર્થાત્ દોષોથી સંપૂર્ણ રહિત અને ઉત્તરોત્તર સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને તેવો અસંગઅનુષ્ઠાનરૂપ ચારિત્રનો પરિણામ થાય છે; અને તેનાથી તેઓના દુઃખનો મોક્ષ થાય છે અર્થાત્ જીવને દુઃખ દેનારાં એવાં ઘાતી કર્મો અને ભવોપગ્રાહી કર્મોનો વિમોક્ષ થાય છે.
આશય એ છે કે ભાવસમ્યક્તવાળા યોગીઓને સંસારનો ઉચ્છેદ કરાવે એવો તીવ્ર શુભ ભાવ વર્તે છે, તેથી તેઓ અત્યંત અપ્રમાદભાવથી ચારિત્રમાં યત્ન કરીને ક્ષપકશ્રેણિ માંડે છે, અને ઘાતી કર્મોનો નાશ કરે છે; તેમ જ ઉચિત કાળે યોગનિરોધ કરીને ભવોપગ્રાહી એવાં સર્વ કર્મોનો નાશ કરે છે, અને અંતે તેઓ શાશ્વત સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ કરે છે. ૧૦૬૭ી. અવતરણિકા:
प्रासङ्गिकमभिधाय प्रकृते मीलयति - અવતરણિતાર્થ : - પ્રાસંગિકને કહીને પ્રકૃતિમાં મેળવે છે – ભાવાર્થ :
ગાથા ૧૦૧૯-૧૦૨૦માં ગીતાર્થ આચાર્યએ શિષ્યો પાસે શેનું વ્યાખ્યાન કરવું જોઈએ? તે બતાવતાં કહ્યું કે આચાર્યએ શિષ્યો પાસે સુપ્રશસ્ત એવા નંદીસૂત્ર આદિ જિનવચનનું વ્યાખ્યાન કરવું જોઈએ, અથવા કોઈ યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું અથવા તો દૃષ્ટિવાદાદિમાંથી નિવ્ઢ એવાં શેષ શાસ્ત્રોનું વ્યાખ્યાન કરવું જોઈએ. વળી દૃષ્ટિવાદાદિમાંથી નિવ્યંઢ એવાં શાસ્ત્રો ક્યાં છે? તે બતાવવા માટે ગાથા ૧૦૨૧માં નિબૂઢનું લક્ષણ કરતાં કહ્યું કે ગ્રંથરૂપ જેમાં કષ-છેદ-તાપથી પરિશુદ્ધ એવો સમ્યગુ ધર્મ વર્ણન કરાયો હોય તે ગ્રંથરૂપ નિબૂઢ છે. તેથી જિજ્ઞાસા થાય કે ધર્મના વિષયમાં કષ-છેદ-તાપ કેવા પ્રકારનાં છે? માટે ગાથા ૧૦૨૨થી ૧૦૨૪માં કષાદિનું સ્વરૂપ બતાવ્યું, અને ગાથા ૧૦૨૫માં કહ્યું કે કષાદિથી પરિશુદ્ધ ન હોય એવો શ્રત અને ચારિત્રરૂપ ધર્મ ફળને અવશ્ય સાધતો નથી; અને તેની પુષ્ટિ માટે ગાથા ૧૦૨૬૧૦૨૭માં કહ્યું કે ધર્મ એ ઉત્તમ પુરુષાર્થ છે, તેથી ધર્મમાં ઠગાયેલો જીવ સર્વ કલ્યાણોમાં ઠગાય છે, અને ધર્મમાં નહીં ઠગાયેલો જીવ સર્વ કલ્યાણોમાં ઠગાતો નથી. આથી કલ્યાણના અર્થી જીવે સૂક્ષ્મ બુદ્ધિથી શ્રુતધર્મ અને ચારિત્રધર્મની કષાદિથી પરીક્ષા કરવી જોઈએ
વળી ત્યાં કોઈને જિજ્ઞાસા થાય કે તે કલ્યાણો શું છે? તેથી પ્રાસંગિક રીતે ગાથા ૧૦૨૮માં કહ્યું કે સંપ્રાપ્તમોક્ષબીજવાળા જીવને દેવલોકાદિમાં શુભાનુબંધી સુખો પ્રાપ્ત થાય છે એ કલ્યાણો છે. ત્યાં પ્રશ્ન થાય કે મોક્ષબીજ શું ચીજ છે? તેથી ગાથા ૧૦૨૯માં પ્રાસંગિક રીતે મોક્ષબીજનું સ્વરૂપ બતાવીને ગાથા ૧૦૩૧માં કહ્યું કે ભૂતાર્થના વાચક એવા ધૃતધર્મથી ભૂતાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત થાય છે. ત્યાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org