________________
૧૮૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૬૬-૧૦૦ કહ્યું કે દ્રવ્યસમ્યક્ત કરતાં ભાવસમ્યક્તમાં અનંતગુણી જ તીવ્ર શ્રદ્ધા હોય છે, અને આ અનંતગુણી શ્રદ્ધા જિનવચનના પરમાર્થને જાણવામાત્રથી ચરિતાર્થ થનારી નથી, પરંતુ જિનવચનના બોધ પ્રમાણે શક્તિ અનુસાર પ્રયત્ન કરાવનારી છે. માટે પ્રસ્તુત ગાથાના અંતે કહ્યું કે ભાવસમ્યક્ત નિયમ આવા પ્રકારનું જ છે. ૧૦૬૬ો
અવતરણિકા:
ભાવસમ્યક્ત પામ્યા પછી તેનાથી ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તે બતાવે છે –
ગાથા :
तत्तो अ तिव्वभावा परिसुद्धो होइ चरणपरिणामो ।
तत्तो दुक्खविमोक्खो सासयसोक्खो तओ मोक्खो ॥१०६७॥ અન્વયાર્થ :
તત્તો અને તેનાથી=ભાવસમ્યક્તથી, (તીવ્ર શુભ ભાવ થાય છે.) તિવ્યભાવ=તીવ્ર ભાવથી પરિશુદ્ધ વરVારિ ITનો પરિશુદ્ધ એવો ચરણનો પરિણામ રોટ્ટ થાય છે, તત્તો તેનાથી=પરિશુદ્ધ એવા ચરણના પરિણામથી, દુવિનોવોદુઃખનો વિમોક્ષ થાય છે, તો તેનાથી દુઃખના વિમોક્ષથી, સાસયસોમgો મોવલ્લો-શાશ્વત સૌખ્યરૂપ મોક્ષ થાય છે.
ગાથાર્થ :
અને ભાવસભ્યત્ત્વથી તીવ્ર શુભ ભાવ થાય છે, તીવ્ર શુભ ભાવથી પરિશુદ્ધ એવો ચારિત્રનો પરિણામ થાય છે, તે પરિણામથી દુઃખનો વિમોક્ષ થાય છે, તે દુઃખના વિમોક્ષથી શાશ્વત સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે.
ટીકા : ____ ततश्च यथोदितात् सम्यक्त्वात् तीव्रो भावः शुभः, ततः तीव्रभावात् परिशुद्धो भवति निष्कलङ्कश्चरणपरिणामो भावरूप इत्यर्थः, ततः चरणपरिणामात् सकाशाद् दुःखविमोक्षः-घातिकर्मभवोपग्राहिकर्मविमोक्षः, शाश्वतसौख्यस्ततो मोक्ष इति गाथार्थः ॥१०६७॥ ટીકાર્થ :
અને તેનાથી યથોદિત એવા સમ્યક્તથી=જે પ્રકારે ગાથા ૧૦૬૪ના ઉત્તરાર્ધમાં કહેવાયું તે પ્રકારના ભાવસમ્યક્તથી, તીવ્ર એવો શુભ ભાવ થાય છે, તે તીવ્ર ભાવથી પરિશુદ્ધ=નિષ્કલંક, એવો ભાવરૂપ ચરણનો પરિણામ થાય છે; તે ચરણના પરિણામથી દુઃખનો વિમોક્ષ થાય છે=ઘાતી કર્મ અને ભવોપગ્રાહી કર્મનો વિમોક્ષ થાય છે, તેનાથી તે દુઃખના વિમોક્ષથી, શાશ્વત સુખપણારૂપ મોક્ષ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org