________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૫
ગાથાર્થ :
સમ્યગ નહીં જણાયેલ ગુણવાળા સુંદર રત્નમાં જે શ્રદ્ધા હોય છે, તેના કરતાં અનંતગુણી જ શ્રદ્ધા જણાયેલા ગુણવાળા સુંદર રત્નમાં જાણવી.
ટીકા :
___ सम्यगज्ञातगुणे-मनाग्ज्ञातगुण इत्यर्थः सुन्दररत्ने-चिन्तामण्यादौ भवति या श्रद्धा-उपादेयविषया, ततः श्रद्धाया अनन्तगुणैव तीव्रतया विज्ञातगुणे तस्मिन् बोद्धव्येति गाथार्थः ॥१०६५॥ ટીકાર્ય :
સમ્યગુ નહીં જણાયેલા ગુણવાળા કંઈક જણાયેલા ગુણવાળા, ચિંતામણિ આદિ સુંદર રત્નમાં ઉપાદેયના વિષયવાળી જે શ્રદ્ધા હોય છે, તે શ્રદ્ધા કરતાં, જણાયેલા ગુણવાળા તેમાં ચિંતામણિ આદિ સુંદર રત્નમાં, તીવ્રતા હોવાને કારણે અનંતગુણવાળી જ શ્રદ્ધા જાણવી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
દ્રવ્યસમ્યક્તમાં ભગવાનના વચનનું થોડું જ્ઞાન હોય છે, જે જ્ઞાનને કારણે “જિનવચન જ તત્ત્વ છે, અન્ય નહીં તેવી જીવને સ્થિર શ્રદ્ધા થાય છે; છતાં મોક્ષમાર્ગને બતાવનારાં સર્વ દર્શન સાથે તુલના કરીને “આ જ જિનવચન તત્ત્વ છે', તેવું યથાવસ્થિત વસ્તુને ગ્રહણ કરનારું જ્ઞાન દ્રવ્યસમ્યક્તમાં નથી. આથી જેમ થોડા જ્ઞાતગુણવાળા ચિંતામણિ આદિ રત્નમાં જે ઉપાદેયપણાની શ્રદ્ધા હોય છે, તેના કરતાં અનંતગુણી તીવ્ર શ્રદ્ધા વિજ્ઞાતગુણવાળા ચિંતામણિ આદિ રત્નમાં હોય છે, તેમ દ્રવ્યસમ્યક્તમાં ભગવાનના વચન પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેના કરતાં અનંતગુણી તીવ્ર શ્રદ્ધા ભાવસભ્યત્ત્વમાં હોય છે. - અહીં વિશેષ એ છે કે જેને ચિંતામણિ આદિ રત્ન સર્વ ઇષ્ટની સિદ્ધિનું કારણ છે એવું જ્ઞાન હોય, તેને ચિંતામણિ આદિ રત્ન પ્રત્યે ઉપાદેયબુદ્ધિ થાય છે; છતાં જેણે પ્રત્યક્ષથી ચિંતામણિ આદિનું ફળ જોયું નથી, તેને ચિંતામણિ આદિ રત્નમાં જે ઉપાદેયબુદ્ધિ હોય છે, તેના કરતાં જેણે તેનું ફળ સ્વયં અનુભવ્યું છે તેને ચિંતામણિ આદિ રત્નમાં અનંતગુણી ઉપાદેયબુદ્ધિ હોય છે. તે રીતે જેમને “ભગવાનનાં શાસ્ત્રો કષ-છેદતાપથી પરિશુદ્ધ છે માટે આ જ ભગવાનનું શાસન એકાંતે કલ્યાણ કરનારું છે” તેવો બોધ નથી, છતાં માર્ગાનુસારી બુદ્ધિ હોવાને કારણે જેઓને રાગાદિથી પ્રતિપક્ષ પ્રવૃત્તિની ઓઘથી રુચિ થઈ છે, અને આ જિનશાસન રાગાદિનો ઉચ્છેદ કરનારું છે તેવો સામાન્યથી બોધ થયો છે, અને તેના કારણે જિનવચન જ તત્ત્વ છે, અન્ય નહીં, તેવી જેઓને રુચિ થઈ છે, તેવા જીવોની આવા પ્રકારની રુચિ, ચિંતામણિ આદિ રત્ન જેવા ભગવાનના વચનના થોડા જ્ઞાનને કારણે થયેલી છે, તેથી આવા જીવોને દ્રવ્યસમ્યક્ત છે.
વળી, જેમણે સંયમ ગ્રહણ કરીને ભગવાનનાં શાસ્ત્રોના પરમાર્થનો બોધ કર્યો છે, ભગવાનના શાસ્ત્રોનાં પ્રત્યેક વચન કઈ રીતે રાગાદિના ઉચ્છેદનું કારણ છે તે સ્પષ્ટ રીતે જાણ્યું છે, અને અન્ય દર્શનોનાં વચનો મોક્ષમાર્ગને બતાવનારાં હોવા છતાં પૂર્ણ વિવેકવાળાં નહીં હોવાથી એકાંતે રાગાદિનો ઉચ્છેદ કરનારાં નથી તેવું જેઓને જ્ઞાન છે, તેવા જીવોને ભગવાનના વચન પ્રત્યે અનંતગુણી શ્રદ્ધા થાય છે, જે ભાવસમ્યક્તરૂપ છે. ll૧૦૬પી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org