________________
૧૮૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૬
ગાથા :
तम्हा उ भावसम्मं एवंविहमेव होइ नायव्वं ।
पसमाइलिंगजणयं निअमा एवंविहं चेव ॥१०६६॥ અન્વયાર્થ :
ત ૩ વળી તે કારણથી પફમાહ્નિકાનપાયં પ્રશમાદિ લિંગનું જનક એવું માનવસમું ભાવસમ્યક્ત વંવિમેવ આવા પ્રકારનું જ નાયબ્રે ફોડું=જ્ઞાતવ્ય થાય છે; નિવમા નિયમથી વંવિદં વેવ આવા પ્રકારનું જ છે=ભાવસમ્યક્ત પોતાના પ્રશમાદિ કાર્યને કરનારું જ છે. ગાથાર્થ :
વળી તે કારણથી પ્રશમાદિ લિંગનું જનક એવું ભાવસભ્યત્વ ગાથા ૧૦૬૪ના ઉત્તરાર્ધમાં બતાવ્યું એવા પ્રકારનું જ જાણવું, નિચમા ભાવસભ્યત્વ પોતાના પ્રશમાદિ કાર્યને કરનારું જ છે. ટીકા : ___ यस्मादेवं तस्माद् भावसम्यक्त्वमेवंविधमेव-यथोक्तलक्षणं भवति ज्ञातव्यं प्रशमादिलिङ्गजनकंस्वकार्यकृदित्यर्थः, नियमादेवंविधमेव, नाऽन्यदिति गाथार्थः ॥१०६६॥ ટીકાર્યઃ
જે કારણથી આમ છે–પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે અજ્ઞાતગુણવાળા જિનવચનમાં જે શ્રદ્ધા થાય છે તે શ્રદ્ધા કરતાં વિજ્ઞાતગુણવાળા જિનવચનમાં અનંતગુણી જ શ્રદ્ધા થાય છે એમ છે, તે કારણથી પ્રશમાદિ લિંગને પેદા કરનારું પોતાના કાર્યને કરનારું, ભાવસમ્યક્ત આવા પ્રકારનું જ યથોક્તલક્ષણવાળું =જે પ્રમાણે ગાથા ૧૦૬૪ના ઉત્તરાર્ધમાં કહેવાયું તે પ્રકારના સ્વરૂપવાળું જ, જ્ઞાતવ્ય થાય છે; નિયમથી આવા પ્રકારનું જ છે=ભાવસમ્યક્ત પોતાના પ્રશમાદિ કાર્યને કરનારું જ છે, અન્ય નહીં=ભાવસમ્યક્ત પોતાના કાર્યને નહી કરનારું હોતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસમ્યક્ત કરતાં ભાવસમ્યક્તમાં અનંતગુણી જ તીવ્ર શ્રદ્ધા હોય છે, તે કારણથી ભાવસમ્યક્ત ગાથા ૧૦૬૪ના ઉત્તરાર્ધમાં કહેવાયેલ સ્વરૂપવાળું જ છે; કેમ કે આવા પ્રકારની શ્રદ્ધાવાળા જીવો ભગવાનના વચનના પરમાર્થને જાણીને અવશ્ય શક્તિ અનુસાર યત્ન કરનારા હોય છે, તેથી તેઓની ભગવાનના વચનમાં થયેલી અનંતગુણી રુચિ અવશ્ય પોતાના કાર્યને કરે છે. આથી જિનવચનના પરમાર્થને જાણીને, ઉચિત ક્રિયાઓ કરીને, પ્રશમાદિ લિંગો પેદા કરાવે તેવી ઉત્તમ કોટિની રુચિ ભાવસમ્યક્તમાં હોય છે. વળી તેને દઢ કરવા માટે ટીકામાં કહ્યું કે ભાવસમ્યક્ત નિયમથી આવા પ્રકારનું જ છે અર્થાત્ પ્રમાદિરૂપ પોતાનું કાર્ય કરે એવા પ્રકારનું જ છે, અન્ય નહીં.
આનાથી એ પ્રાપ્ત થાય કે યથાવસ્થિત વસ્તુને ગ્રહણ કરનારા જ્ઞાનથી થયેલી શ્રદ્ધાથી પરિશુદ્ધ એવું પ્રશમાદિ કાર્યને કરનારું ભાવસમ્યક્ત છે, અને ભાવસમ્યક્ત આવું કેમ છે? તે બતાવવા માટે પૂર્વગાથામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org